સુરત-26-3-2018
શહેરના કતારગામ વિસ્તારમાં રૂપિયા 20 કરોડના હીરાની લુંટ ચલાવનારી ટોળકીના વધુ છ સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી લઇ તમામની પુછપરછ હાથ ધરી છે. ગત તા.14મી માર્ચના રોજ શહેરના કતારગામ ખાતે આવેલા ગ્લો સ્ટાર ડાયમંડના કર્મચારીઓ પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરીને રૂપિયા 20 કરોડના રફ ડાયમંડની લુંટ ચલાવવામાં આવી હતી. આ લુંટની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા સાથે લુંટના તમામ રફ ડાયમંડ કબજે કરવામાં આવ્યા હતા. આટલી મોટી લુંટની ઘટનાને અંજામ આપનારા આ બે આરોપી ઉપરાંત અન્ય આરોપીઓના નામ સરનામા મેળવી અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસ અર્થે ઉત્તર પ્રદેશ રવાના થઇ હતી. જ્યાંથી આ ટીમો દ્વારા સતેન્દ્રકુમાર મેહકસિંગ જાટ, પ્રદીપ ઉર્ફે મોનુ ધરમસિંગ ગુર્જર, સુનિત ઉર્ફે સુમિત સુખલાલ ચમાર, રાજુ ઉર્ફે ચોચુ જીતેન્દ્રસિંગ ગુજ્જર, ઉપેન્દ્ર રાજેન્દ્ર જાટ અને સોનું સુરેન્દ્રસિંગ ગુજ્જરને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓની હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે.
• Share •