દિલ્હી-10-3-2018
આજે જીએસટી કાઉન્સીલની ર૬મી બેઠક નાણામંત્રી અરૂણ જેટલીના વડપણ હેઠળ યોજવામાં આવી હતી. જેમાં ઇન્ટરસ્ટેટ ઇ-વે બિલ સિસ્ટમ ૧લી એપ્રિલથી લાગુ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે બપોરે કાઉન્સીલની બેઠક બાદ નાણમંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કાઉન્સીલ જીએસટીમાં રિટર્ન ફાઇલીંગની તારીખને લંબાવી દીધી છે. જીએસટી આર-૩ બી ભરવા માટેની સમય સીમા ૩ મહિના એટલે કે જુન સુધી વધારી દેવામાં માંગણી છે સાથોસાથ ઇન્ટરન્ટેટ ઇ-વે બિલને ૧લી એપ્રિલથી અમલી બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં ઇ-વે બિલ એક સાથે લાગુ નહિ થાય તે ચરણ બધ્ધ રીતે ૪ રાજયોના લોટમાં લાગુ શે એટલે કે પહેલા ૪ રાજયોમાં ઇ-વેબિલ લાગુ થશે અને પછી અન્ય ૪ રાજયોમાં ઇ-વે બિલ લાગુ થશે હાલ ઇવે બિલ કેરળ, કર્ણાટક, તામિલ નાડુમાં ૧૧પ એપ્રિલથી લાગુ થશે. જીએસટી કાઉન્સીને રિવર્સ ચાર્જ મીકેનીઝમને ટાળવાનો નિર્ણય લીધો છ.કાઉન્સીલે રિવર્સ ચાર્જને ૧લી જુલાઇ સુધી ટાળી દીધો છે. આ ઉપરાંત કાઉન્સીલે નિકાસકારોને મળતી છુટને પણ ૬ માસ માટે વધારવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, હાલની જીએસટી રીટર્ન ફાઇલ કરવાની મુદત વધુ ૩ માસ લંબાવવામાં આવી છે. ઇન્કમ ટેક્ષ અંગે ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ ફાઇલીંગ પ્રથા અંગે અભ્યાસ કરશે અને ટેક્ષ નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરશે. તેમણે કહ્યું હતું કે, ઇન્ટરસ્ટેટ ઇ વે બીલ ૧લી એપ્રિલથી લાગુ પડશે.
• Share •