સુરત:-
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં મંદિરની બહાર માર્જીનના પ્લોટમાં થતું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યુ હતુ. દબાણ માટે વિવાદ ઉભો થાય તે પહેલા જ કતારગામ ઝોને દબાણ દૂર કરી દેવાની કામગીરી કરી હતી.
મંદિર બહાર ડિમોલિશન હોવાના કારણે લોકો ભેગા થયા હતા પણ કોઈએ વિરોધ ન કરતાં શાંતિથી ડિમોલિશનની કામગીરી થઈ હતી. આવી જ રીતે અન્ય ધાર્મિક સ્થળોના નડતરરૂપ દબાણ દૂર કરવામાં સહયોગ મળે તો શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે. સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ડભોલી ચાર રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટી પાસે શંકરભગવાનનું મંદિર છે. આ મંદિરના માર્જીના પ્લોટમાં હાલમાં એંગલ ઉભા કરીને બાંધકામ કરવામાં આવતું હોવાની જાણ થતા કતારગામ ઝોનનો સ્ટાફ પહોંચી ગયો હતો. મંદિરના કારણે લોકો વિરોધ થાય તેવી ભીતી હતી પરંતુ ભેગા થયેલા લોકોએ મ્યુનિ.ની કામગીરીમાં કોઈ દખલગીરી ન કરતાં ડિમોલીશનની કામગીરી શાંતિથી ચાલી રહી છે. આ મંદિરના ગેરકાયદે બાંધકામની જેમ અન્ય ધર્મસ્થળોના ગેરકાયદે બાંધકામના ડિમોલિશનમાં સ્થાનિક લોકો વિરોધ કરવાના બદલે મ્યુનિ. તંત્રને સહયોગ આપે તો શહેરના રસ્તા પર આવેલા સંખ્યાબંધ ધાર્મિક સ્થળોના દબાણ સરળતાથી દૂર થઈ શકે અને સુરતની ટ્રાફિકની સમ્સયા પણ હળવી થઈ શકે છે. ભૂતકાળમાં મ્યુનિ. તંત્રએ સર્વે કર્યો હતો. તેમાં રસ્તા વચ્ચે નડતરરૂપ 300થી વધુ ધાર્મિક સ્થળોના દબાણ હોવાનું બહાર આવ્યું હતું. લોકોની લાગણી ન દુભાઈ તે માટે ડિમોલિશન થતુ નથી પણ ધાર્મિક સ્થળના ડિમોલીશન માટે વિવિધ ધર્મના લોકો સામે આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.
• Share •