Page Views: 135183

રાજ્યમાં ૩,પ૦૦થી વધુ મહેસૂલી તલાટીની જગ્યાઓ ઊભી કરવા સરકારની મંજૂરી

દર ૨ ગામો વચ્ચે ૧ મહેસુલી તલાટી મળી રહે તેવી સરકારની વિચારણા

ગાંધીનગર:-

        ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સરળ અને સુવિધાપૂર્ણ મહેસૂલી સેવાઓ મળી રહે તેવા ઉદેશ્યથી રાજ્ય સરકારે મહેસૂલી તલાટી વર્ગ-૩ની નવી ૩પ૩૩ જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

        પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં પ્રવર્તમાન ૧૭,ર૬પ ગ્રામ પંચાયતોમાં સુવિધાયુકત-સરળ મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે બે ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યાઓની આવશ્યકતા છે. આ હેતુસર ૭,૧૩૩ મહેસૂલી તલાટીઓની જરૂરિયાત સામે હાલ ૩,૬૦૦ મહેસૂલી તલાટીની આવી જગ્યાઓ ઉપલબ્ધ છે. આ ૩૬૦૦ મહેસૂલી તલાટીઓ ઉપરાંત નવી ૩,પ૩૩ જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપતાં હવે બે ગામ દીઠ એક મહેસૂલી તલાટીની સેવાઓ આગામી સમયમાં ઉપલબ્ધ બનશે.