Page Views: 140947

કાપોદ્રા સ્થિત શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીમાં કારીગરને બાંધી બુકાનીધારી લૂંટારૂઓ દ્વારા ૯ લાખના મુદ્દામાલની લૂંટ

લૂંટારૂઓ ઇન્ડસ્ટ્રીમાંથી મશીનના કિંમતી સીપીયુ, કોમ્પ્યુટર, સીસીટીવીના ડીવીઆર સહિતનો સમાન લૂંટી ગયા

સુરતઃ 

        કાપોદ્રા વિસ્તારમાં આવેલી શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીમાં કારીગરને મશીન સાથે બાંધી બુકાનીધારી લૂંટારૂઓ લગભગ ૯ લાખની કિંમતના કોમ્પ્યુટર અને સીપીયુ સહિતનો સામાનની લૂંટ ચલાવતા ભાગી ગયા હતા. ગત રાત્રે બનેલી આ ઘટના બાદ પીઆઇ સહિતનો કાફલો દોડતો થઇ ગયો હતો.

        કાપોદ્રા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, કાપોદરાની શ્રીકૃપા ઇન્ડસ્ટ્રીમાં લૂંટની ઘટના લગભગ રાત્રીના ૧૦.૦૦ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા દરમિયાન બની હોય એમ કહીં શકાય છે. સાત જેટલા બુકાનીધારી અજાણ્યા ઇસમો બીજા માળે કામ કરતાં એક કારીગરને કારખાનાના મશીન સાથે બાંધીને લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. લૂંટારૂઓ ઇન્ડસ્ટ્રીમાંથી મશીનના કિંમતી સીપીયુ, કોમ્પ્યુટર, સીસીટીવીના ડીવીઆર સહિતનો સમાન લૂંટી ગયા હતા. માત્ર ગણતરીની મિનિટોમાં લૂંટ ચલાવનાર અજાણ્યા લૂંટારૂઓ જાણભેદુ હોવાની આશંકાઓ વ્યકત કરાઇ રહી છે.આખી ઘટનાની જાણ થતાં જ ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. શહેરમાં ચારેય બાજુ નાકાબંઘી કરી દેવાઇ હતી. પોલીસે ઇન્ડસ્ટ્રીની બાજુમાં આવેલી એક દુકાનના સીસીટીવીની મદદથી લૂંટારૂઓની ઓળખ કરવાની દિશામાં કામગીરી હાથ ઘરી છે.