Page Views: 124315

ગુજરાતના ૨૫ હજાર ડૉક્ટરો આજે બ્લેક ડે મનાવી મોદી સરકારના નિર્ણયનો કરશે વિરોધ

રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે, ઇમરજન્સી સેવા પર અસર થશે નહીં

અમદાવાદ:-

                 એનડીએ સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વિખેરી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવા નક્કી કર્યુ છે જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોશિએશને આ મુદ્દે લડત લડવા એલાન કર્યુ છે જેના પગલે ગુજરાતમાં મંગળવારે ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી બંધ રહેશે.

                રાજ્યના ૨૫ હજાર ડૉક્ટરો બ્લેડ ડે મનાવી મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરશે. એમસીઆઇ વિખેરી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવા સામે ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે.તેમનુ કહેવુ છેકે, મોદી સરકારના આ નિર્ણયથી આમજનતાને કોઇ ફાયદો નહીં થાય.જો સરકાર તેને અમલી બનાવશે તો,ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. નેશનલ મેડિકલ કાઉન્સિલના વિરોધમાં ડૉક્ટરો બ્લેક ડે મનાવશે.સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો જ નહીં,મેડિકલ સ્ટુડન્ટસ પણ આ લડતમાં જોડાનાર છે. હોસ્પિટલોમાં સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રહેશે.જોકે, હોસ્પિટલમાં ઇન્ડોર દર્દીઓની સારવાર અથવા ઇમરજન્સી સેવા પર કોઇ અસર થશે નહીં