મંત્રી કુમાર કાનાણીનું ભવ્ય સ્વાગત

શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલ સહિત ધારાસભ્યો પણ જોડાયા

સુરત-29-12-2017

 

સુરત શહેર વરાછા રોડ બેઠક ઉપરથી વિજેતા બનેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રાજ્ય મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યુ છે. કુમાર કાનાણી આજે સવારે ગાંધીનગરથી સુરત આવ્યા ત્યારે સરથાણા જકાત નાકા ખાતે તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.  સરથાણા જકાત નાકા ખાતે પધારેલા કુમાર કાનાણીના સ્વાગત માટે શહેર ભાજપના પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલા, પ્રદેશ ભાજપ મિડીયા સેલના અગ્રણી ડો. જગદીશભાઇ પટેલ, એડવોકેટ મદનસિંહ અટોદરિયા, કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઇ બલર ભાજપના અગ્રણી કાર્યકર અરવિંદભાઇ ગોયાણી સહિતના તેમના સમર્થકોએ ઢોલ નગારા અને ત્રાસા સહિતના વાજીંત્રોના નાદ સાથે ડાન્સ કર્યો હતો. કેટલાક ઉત્સાહી કાર્યકરોએ તલવારબાજીના કરતબ પણ બતાવ્યા હતા અને અત્યંત ઉત્સાહ સાથે કુમારભાઇ કાનાણીને વધાવ્યા હતા. સરથાણા જકાતનાકાથી નાના વરાછા ઢાળ, કાપોદ્રા ચાર રસ્તા, હીરાબાગ, બરોડા પ્રીસ્ટેજ ખોડીયાર નગર થઇને કુમાર કાનાણીની સ્વાગત રેલીમાં જોડાયા હતા.

કુમાર કાનાણીને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી બનેલા કુમાર કાનાણીએ સુરતના તમામ મતદારોનો આભાર માન્યો હતો.