Page Views: 128750

આવક ઘટતા હવે જીએસટીમાં રાહતની રાહ ન જોતા

ડિસેમ્બરમાં 53.06 લાખ રિટર્ન ફાઇલ થયા

દિલ્હી-27-12-

જીએસટી કલેકશન નવેમ્‍બરમાં સતત બીજા મહિને ઘટીને રૂા. ૮૦,૮૦૮ કરોડ થયું છે. ઓકટોબરમાં સરકારી તિજોરીને જીએસટીમાંથી રૂા. ૮૩,૦૦૦ કરોડની આવક થઈ હતી. નાણા મંત્રાલયના જણાવ્‍યા અનુસાર ૨૫ ડિસેમ્‍બર સુધીમાં નવેમ્‍બર મહિના માટે જીએસટીનું કુલ કલેકશન રૂા. ૮૦,૮૦૮ કરોડ રહ્યું છે અને ચાલુ મહિને ૫૩.૦૬ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા છે. જીએસટીની રૂા. ૮૦,૮૦૮ કરોડની આવકમાંથી રૂા. ૭,૭૯૮ કરોડની રકમ નવેમ્‍બરમાં સેસના વળતર પેટે મળી છે. સરકારને રૂા. ૧૩,૦૮૯ કરોડ સેન્‍ટ્રલ જીએસટી, રૂા. ૧૮,૬૫૦ કરોડ સ્‍ટેટ જીએસટી અને રૂા. ૪૧,૨૭૦ કરોડ ઈન્‍ટિગ્રેટેડ ગુડઝ એન્‍ડ સર્વિસિસ ટેકસ પેટે મળ્‍યા છે. રૂા. ૧૦,૩૪૮ કરોડની રકમ આઈજીએસટીથી સીજીએસટી એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવામાં આવી છે. જ્‍યારે રૂા. ૧૪,૪૮૮ કરોડ સીજીએસટી અને એસજીએસટીના પેમેન્‍ટ માટે આઈજીએસટીના ક્રોસ યુટિલાઈઝેશન પેટે આઈજીએસટીથી એસજીએસટી એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાયા છે. આ સાથે કુલ રૂા. ૨૪,૮૩૬ કરોડ સેટલમેન્‍ટ પેટે આઈજીએસટીથી સીજીએસટી-એસજીએસટીને ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા છે. ડિસેમ્‍બર ૨૦૧૭ માટેનું કુલ કલેકશન (૨૫ ડિસેમ્‍બર સુધી) અનુક્રમે રૂા. ૨૩,૪૩૭ કરોડ અને રૂા. ૩૩,૧૩૮ કરોડ રહ્યુ છે. ઉપલબ્‍ધ ડેટા અનુસાર જુલાઈમાં જીએસટી કલેકશન રૂા. ૯૫,૦૦૦ કરોડ હતું. ઓગષ્‍ટમાં આ આંકડો રૂા. ૯૧,૦૦૦ કરોડ રહ્યો હતો.સપ્‍ટેમ્‍બરમાં જીએસટીની આવક રૂા. ૯૨,૧૫૦ કરોડ અને ઓકટોબરમાં રૂા. ૮૩,૦૦૦ કરોડ થઈ હતી