અમદાવાદ:-
ગુજરાત હાઈકોર્ટે ફી નિયમન મામલે ખૂબ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈર્કોર્ટે શાળા સંચાલકોને લતાડ લગાવી હતી અને ફી નિયમન કાયદાને રદ કરવાની માંગને ફગાવી હતી. શાળાઓ નફાખોરી ન કરી શકે તેમ કહીને રાજ્ય સરકારને રાહત આપી હતી.
હાઈકોર્ટે સરકારને રાહત આપી હતી. શાળા સંચાલકોની ફી નિયમનને રદ કરવાની માંગને ફગાવી હતી. વાલીઓ અને સરકારને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો હતો HCએ વધુમાં ફી અધિનિયમન સમિતિ બંધારણીય હોવાનું પણ સ્વીકાર્યુ હતુ. હાઈકોર્ટે સરકારનું નોટિફિકેશન યોગ્ય જણાવ્યુ હતુ. હાઈકોર્ટે આ અંગે કોઈ બંધારણીય કાયદાનું હનન ન થયુ હોવાનું જણાવ્યુ હતુ. હાઈકોર્ટે ફી નિયમન કાયદો યોગ્ય ઠેરવ્યો હતો. હાઈકોર્ટ શાળાઓ નફાખોરી કરી શકે નહીં તેમ કહી શાળા સંચાલકોને આંચકો અપતો ચુકાદો આપ્યો હતો. સ્ટે આપવાની સંચાલકોની માગ હાઈકોર્ટે ફગાવીને 2018થી ફી નિમયમન સમિતિના સુધારા લાગુ કરવાના પણ આદેશ આપ્યા હતા.
• Share •