કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન

સેનાએ આપ્યો જડબાતોડ જવાબ: 3 પાકિસ્તાનીને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીર:-

           જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

          ભારતીય સેનાના પાંચ કમાન્ડોએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખાને પાર કરતા સાહસિક ઓપરેશનમાં ત્રણ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. રાવલાકોટના રૂખ ચાકરી સેક્ટરમાં અંજામ આપતા 'ટેક્નિકલ સ્ટ્રાઈક'ને ગત વર્ષે થયેલ (સર્જિકલ સ્ટ્રાઈક)ની યાદો તાજા કરી. પાકિસ્તાની સેનાને શનિવારે રજોરીના કેરી સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબારી કરી હતી. જેમાં એક મેજર સહિત ચાર ભારતીય સૈનિક શહીદ થઈ ગયા હતા. સેનાના આ ઓપરેશનને તે ઘટનાની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે.