Page Views: 140545

સરકારે સરકારી નોકરી કરતા લોકો માટે કર્યા નવા નિયમ જાહેર

જાણો, શું છે આ નિયમ?

નવી દિલ્હી:-

              સરકારે કર્મચારીઓ માટે આદર્શ વર્તન નિયમ જાહેર કર્યા છે. આ નિયમ કર્મચારીઓને રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેવા અને સરકારી નીતિઓ અથવા કાર્યોની ટીકા કરતા અટકાવે છે. નવા નિયમની અસર સરકારી કંપનીઓમાં કામ કરતા 12 લાખથી વધારે કર્મચારીઓ પર પડશે.

  • જાણો, શું છે આ નવા નિયમ?   

 

  • કોઇ પણ કર્મચારી પોતે અથવા તો કોઇ એવા પ્રદર્શનમાં ભાગ ન લે, જેનાથી કોઇ પણ અપરાધને સમર્થન મળતું હોય
  • સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (સીપીએસઇ)ના એકીકૃત આદર્શ વર્તન, અનુશાસન અને અપીલ નિયમો અનુસાર કર્મચારીઓએ કોઇ પણ પ્રકારની ભેટ સ્વીકારવાથી બચવું જોઇએ.   
  • આ સાથે જ સાર્વજનિક સ્થળો પર નશીલી દવા અથવા પીણાંનું સેવન, નશાની હાલતમાં સાર્વજનિક પર જવાનું તથા નશીલા પદાર્થ અથવા દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.   
  • આ ઉપરાંત કોઇ પણ કર્મચારી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા સીપીએસઇની નીતિઓ અને કાર્યોની ટીકા થાય અથવા પ્રતિકૂળ અસર પડે તેવા નિવેદન ન આપવા.   
  • તેમાં કર્મચારીના નામથી પ્રકાશિત ડૉક્યુમેન્ટ્સ અથવા કોઇ અન્ય વ્યક્તિના નામથી પ્રકાશિત ડૉક્યુમેન્ટ્સ, પ્રેસ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે કોઇ પણ પ્રકારના સંદેશાવ્યવહાર અથવા સાર્વજનિક રીતે બોલવાનું સામેલ છે.      
  • એક સીપીએસઇ કર્મચારી કોઇ પણ રાજકીય દળ અથવા એવા સંગઠનના પદાધિકારી ન બની શકે જે રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેતું હોય.   

આ સાથે જ રાજકીય પ્રકૃતિના કોઇ પણ આંદોલન અથવા પ્રદર્શનમાં ન તો હિસ્સો બની શકે છે અને ન તો આમ કરવામાં મદદરૂપ થઇ શકે છે. કર્મચારીઓએ વિધાનસભા અથવા સ્થાનિક સત્તાધિકારના ચુંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ છે.