Page Views: 178196

વર્ષ 1987માં ન મો એ કાનમાં શું કહ્યું હતુ, વર્ષ 2017માં બાપુએ ન મો ને શું કહ્યું....

ત્રણ દાયકામાં બાપા, બાપુ અને ન મોની રાજકીય સફર

સુરત-27-12-2017 (કિરીટ ત્રિવેદી)

જાહેર જીવન કે રાજકારણમાં ક્યારેય એક જ સ્થિતિ રહેતી નથી એ વાત જાણીતી છે. આ તસ્વીર છે વર્ષ 1987ની જ્યારે ભાજપને સત્તા પર લાવવા માટે ગુજરાત ભાજપના પાયાના  નેતાઓ શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ વાતચિત કરતા હતા.  આ ચર્ચામાં નરેન્દ્રભાઇ મોદી પોતાનું કંઇક સૂચન કરવા માટે બાપુ શંકરસિંહ વાઘેલા પાસે આવ્યા હતા. તેમની વાતને બાપુ સાંભળી રહ્યા છે અને બાપાની દ્રષ્ટ્રી પણ કંઇક સૂચક જણાઇ રહી છે. ત્યાર બાદ ભાજપે પ્રથમ વખત ચીમનભાઇ પટેલ જનતાદળમાંથી અધુરી બહુમતી લઇને આવ્યા ત્યારે તેની સાથે મળીને ગુજરાતમાં સત્તા નજીક પહોંચવામાં સફળતા મેળવી અને ત્યારે નાયબ મુખ્યમંત્રી પદ કેશુબાપાને મળ્યું...સરકાર પાંચ વર્ષ તો ન ચાલી અને 1994માં સંપુર્ણ બહુમતી સાથે ભાજપને સત્તા મળી, બે વર્ષ બાપાની મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સામે બાપુએ બળવો કર્યો અને ભાજપ સામે તલવાર તાણી, સમાધાન થયું બાપુની જીદ પુરી થઇ, સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા  દિલીપભાઇ પરીખ મુખ્યમંત્રી બન્યા, ફરી વખત બાપુને વાંકુ પડ્યું અને ફરી તેમણે ભાજપને અલવિદા કરી કોંગ્રેસ સાથે બેસીને સત્તામાં પોતે આવ્યા...ફરી વખત ચૂંટણી થઇ અને સંપુર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બની બાપા મુખ્યમંત્રી બન્યા... કચ્છમાં ભૂકંપ આવ્યો અને આ કુદરતી આફત નરેન્દ્રભાઇ મોદી માટે આશીર્વાદ લઇને આવી ભાજપના મોવડી મંડળે મુખ્યમંત્રી પદ પરથી કેશુભાઇ પટેલને દૂર કરી નરેન્દ્રભાઇ મોદીને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા... સતત 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા બાદ રાજકીય કૂનેહ, મહત્વાકાંક્ષા અને અનેક વિપરીત સ્થિતિઓ વચ્ચે પણ અડીખમ રહીને મોદી વડા પ્રધાન પદ સુધી પહોંચી ગયા...આ સમયગાળા દરમ્યાન બાપુ કોંગ્રેસમાં મજબુત થઇ ગયા તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદથી માંડીને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પદ સુધીની સફર ખેડી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યુ સાથો સાથ કોંગ્રેસ સત્તામાં ન હોવા છતા વિરોધ પક્ષના નેતા બનવા  સુધીની મજલ કાપી ચુક્યા... બીજી તરફ કેશુબાપા હાંસીયામાં ધકેલાયા બાદ ગોરધનભાઇ ઝડફીયા સાથે મળીને જીપીપીની સ્થાપના કરી...વર્ષ 2012માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં આવ્યા...પરિણામ શૂન્ય આવ્યું....જીપીપી ફરી ભાજપમાં વિલિન થઇ ગઇ...

બાપા વય મર્યાદાને કારણે રાજકીય સન્યાસ લઇ લીધો...બાપુએ વર્ષ 2017માં કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો... નવો વિકલ્પ આપવા માટે ચૂંટણી મેદાનમાં આવ્યા કંઇ વળ્યું નહી...અને હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથવિધી સમારોહમાં શંકરસિંહ વાઘેલા એ જ બાપુ છે જેમને કાનમાં કંઇક કહેવા માટે નરેન્દ્રભાઇ મોદીને જાહેર મંચ પર કાનમાં કંઇક કહ્યુ છે જે સમય આવે ત્યારે બાપુ જાહેર કરવાના છે...

અવિરત સમયની સાથે બદલાતી સ્થિતિમાં રાજકીય પ્રવાહો કેટલા ઘસમસતા પૂર જેવા હોય છે અને કેટલા સ્થિર હોય છે એ વિચારવા જેવુ તો ખરૂજ.....