Page Views: 190165

રાંદેર ઝોનમાં સસ્તા અનાજની દુકાનના ડમી દુકાનદારે એડવોકેટના નામે અનાજ પુરવઠો ચાંઉ કર્યો

હનીપાર્ક રાધેકૃષ્ણ સોસાયટીમાં આવેલી દુકાન સહિતની દુકાનોમાં પણ તપાસ થાય તો મોટો ગફલો બહાર આવવાની સંભાવના

સુરત: છેલ્લા ઘણા સમય થી પુરવઠા ખાતા દ્વારા ગરીબો માટે સસ્તું અનાજ ગરીબો ને ઉપલબ્ધ થાય તે માટે સરકાર વિવિધ યોજનાઓ લાવે છે પણ આ યોજનાઓ સફળતા પૂર્વક પાર નહિ પાડવાનું કારણ છે કે શહેર માં વસતા અમૂક લેભાગુ અને ડમી સસ્તા અનાજ ના વિક્રેતાઓ  પોતાના સ્વાર્થ ખાતર યેન કેન પ્રકારે ગરીબો નું અનાજ બારોબાર સગે વગે કરી દે છે. 

આ સમગ્ર પ્રકરણ ની વિગત એવી છે કે સુરત રાંદેર ઝોન માં રહેતા નોટેરી વકીલ શ્રી ચૌધરી પ્રહલાદભાઈ નરસંગભાઈ નામે એપીએલ કાર્ડ ધારક તરીકે હોવા છતાં દર મહિને સરકાર દ્વારા અપાતું સસ્તું અનાજ ખાંડ તેલ વગેરે નું ડમી અંગૂઠા મારીને આ કાળાબજારીઓ બારોબાર ઓપન માર્કેટ માં વેચી મારે છે.વિશ્વનીય સૂત્રો દ્વારા જાત તપાસ કરાવતા સસ્તા અનાજ ની દુકાન ન. આર-૧૭ (રાધે કૃષ્ણ સોસાયટી) જેના કથિત પરવાનેદાર રમેશચંદ્ર નગીન શાહ જે પોતે સુરત માં હાજર નથી પણ આ નામ થી ડમી દુકાનદાર સોહન લાલ ગંગારામ ખાટીક નામક વ્યક્તિ દ્વારા વ્યવસ્થિત્ત કોભાંડ આચરવામાં આવે છે. આ વહીવટદાર દ્વારા છેલ્લા ઘણા સમય થી લાખો રૂપયા નો અનાજ, તેલ, ખાંડ અને બીજી ઘણી બધી વસ્તુઓ જે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા આપવામાં આવે છે તેનો આ કાળાબજારીઓ દ્વારા બારોબાર વહીવટ કરી ગરીબો ને મળતો જજ્થો અનાજ ફ્લોર મિલો, ટ્રેડિંગ કરતાં લોકો અને બીજા માલેતુજારુઓ ને બારોબાર વેચી મારે છે. આવા સોહન જેવા કૌભાંડી ઇસમો દ્વારા સરકારી અમલદારો ને પોતાના ખીસ્સા માં રાખીને રોફ જમાવતા હોય છે. ડમી રેશનકાર્ડ બનાવી, ડુપ્લિકેટ અંગૂઠા ની છાપ મરાવી, સરકારી સૉફ્ટવેર નો દુરુપયોગ કરી સરકાર ની આંખ માં ધૂળ ઝોંખવા નું કામ સફળતા પૂર્વક કરીને લાખો રૂપયા નો માલ ઓહિયા કરી જાય છે  આનો મતલબ એવું થાય કે રાધે કૃષ્ણ સોસાયટી જેવા પોશ એરિયા માં રહેતા અમીરો ને ગરીબ દર્શાવીને તેઓ ના નામે માલ ની ખાઇકિ કરીને બારોબાર વહીવટ કરી નાખવા માં આવે અને રાંદેર માં રહેતા રહીશો ને સરકારી ચોપડે ગરીબ અને લાચાર દેખાડી સરકારી પુરવઠા  નો દુરુપયોગ કરે છે.જો તંત્ર સઘન તપાસ કરે તો આવા રહીશો ખરેખર સરકારી સહાય ને લાયક છે કે નહીં તે ખબર પડે અને છેલ્લા ઘણા વર્ષો થી પુરવઠા તંત્ર ની મિલીભગત થી લાખો રૂિપયા નો ગરીબો નું અનાજ ગરીબો પામી શકે. 

સુરત શહેર માં દરેક વિસ્તાર માં આવા સેંકડો કોભાંડી વિક્રેતાઓ અને ડમી દુકકાનદારો, માલ લેનાર ફ્લોર મિલ, રેસ્ટોરરેંટ વાળા અને જથ્થા બંધ કરિયાણાના  વેપારીઓ આ પ્રકરણ માં સંડોવાયેલા  હોવાનું પણ કહેવાટ છે.