ગાંધીનગર:-
રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઇ છે અને નવી સરકાર રચાવા જઇ રહી છે ત્યારે આજે બપોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળી રાજીનામું સોંપ્યું. આ સમયે નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ છે. મુખ્યમંત્રીનો તાજ કોણ પહેરશે. તેના નામો પર જોરશોરથી ચર્ચા ચાલુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. સી.એમ. વિજય રૂપાણીએ રાજભવન ખાતે રાજ્યપાલને મળી રાજીનામું સોંપ્યું છે. આ સમયે નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. હવે નવી સરકાર રચવાનો દાવો કરશે. જોકે જ્યાં સુધી નવી સરકાર રચાય નહીં ત્યાં સુધી કાર્યકારી સી.એમ. તરીકે વિજય રૂપાણી રહેશે. રાજ્યપાલ ઓ.પી.કોહલી વિજય રૂપાણીને નવી સરકાર રચવાનું આમંત્રણ આપશે
• Share •