Page Views: 145064

2G કૌભાંડ: એ. રાજા - કનિમોજી વગેરે નિર્દોષ

૮ વર્ષ બાદ CBI કોર્ટનો નાટકીય, ચોંકાવનારો અને આશ્ચર્યજનક ચુકાદો કુલ ૨૫ આરોપી નિર્દોષ જાહેર

નવી દિલ્હી:-

   દેશના સૌથી મોટા ૨જી કૌભાંડમાં સીબીઆઇની વિશેષ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. જજે એક જ લાઇનમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો. જજ ઓ.પી.સૈનીએ કહ્યું કે, અભિયોજન પક્ષ કેસને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું. આ મામલે પૂર્વ દુરસંચાર મંત્રી એ.રાજા અને ડીએમકે ચીફ એમ.કરૂણાનિધિની પુત્રી અને રાજ્યસભા સાંસદ કનિમોજીને નિર્દોષ જાહેર કર્યા છે. નિર્ણય સંભળાવતી વખતે રાજા અને કનિમોજી પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર હતા. બીજી બાજુ, કોંગ્રેસે કહ્યું છે કે, આ તેઓની નૈતિક જીત છે.

ચુકાદો આવતા સાથે જ રામ અને કનિમોજીએ હાથ જોડીને જજોનો આભાર માન્યો. આ દરમિયાન રાજા અને કનિમોજીના સમર્થકોએ નારેબાજી પણ કરી સમર્થકોએ રાજાને તેડીને જશ્ન મનાવ્યો. કોર્ટમાં પણ સમર્થકોની ભારે ભીડ જોવા મળી. ભીડને કાબુમાં કરવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી. હવે મોટો પ્રશ્ન એ છે કે કેગના રીપોર્ટમાં આ જે કૌભાંડ સાફુે આવ્યું હતું તેના માટે જવાબદાર કોણ છે. જજ ઓ.પી. સૈનીએ કહ્યું, પૈસાની લેતી-દેતી સાબિત થઇ શકી નથી. તેથી હું તમામ આરોપીઓને મુકત કરૃં છું. મહત્વની વાત એ છે કે કોર્ટે એમ પણ નથી કહ્યું કે, કૌભાંડ થયો નથી. કોર્ટે કહ્યું કે આરોપો ના હિસાબથી એજન્સીઓ પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહી. સીબીઆઇ અને ઇડીના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, નિર્ણયનું અધ્યયન કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

આ ચુકાદો રાજકીય રીતે પણ મહત્વનો છે. આ મામલાએ યુપીએ-૨ના સમયે દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દિધો હતો. પ્રત્યક્ષ રીતે કોંગ્રેસ પક્ષ પર આરોપ મુકયા હતા. આરોપો લગાડવામાં આવ્યા હતા કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આ અંગેની સંપૂર્ણ જાણકારી હતી અને તેઓ તેના પર મૌન રહ્યા.કેગના રિપોર્ટમાં ૧ લાખ ૭૬ હજાર કરોડના કૌભાંડને દર્શાવાયો હતો. સીબીઆઈની ચાર્જશીટમાં ૩૦ હજાર કરોડના નુકસાનની વાત મૂકાઇ હતી. હવે આ કેસમાં આવેલા નિર્ણય પર કોંગ્રેસ ફાયદો ઉઠાવવા માંગશે. કોંગ્રેસ પહેલેથી જ 'ઝીરો લોસ થિયરી'ની વાત કરતી રહી છે. આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આખા કેસની માહિતી હતી અને તેઓએ તેના પર મૌન ધારણ કર્યું.આની પહેલાં સુનવણી દરમ્યાન સીબીઆઈના વકીલે પૂર્વ ટેલિકોમ મંત્રી અને મુખ્ય આરોપી એ.રાજા ને 'એકદમ ખોટા'ગણાવ્યા હતા જયારે રાજા એ તમામ એજન્સીઓને 'આંધળા વ્યકિત' કહેતા કહ્યું હતું કે તેઓ અડીને હાથીની વ્યાખ્યા કરી રહ્યા છે. રાજાના તમામ સનસનીખેજ આરોપોસર સીબીઆઈએ તેમને સૌથી મોટા જુઠ્ઠા ગણાવ્યા હતા અને સૌથી મોટા આરોપી ગણાવ્યા હતા. જેને અનુભવહીન કંપનીઓને લાઇસન્સ વહેંચી દીધા. ઇડીએ પણ પોતાના કેસમાં એપ્રિલ ૨૦૧૪માં ૧૯ લોકોની વિરૂદ્ઘ આરોપ પત્ર દાખલ કર્યું હતું. તેમાં એ.કનિમોઝી, શાહિદ બલવા, વિનોદ ગોએન્કા, આસિફ બલવા, રાજીવ અગ્રવાલ, કરીમ મોરાની, અને શરદ કુમાર સામલે હતા.

Lorem initius...