સુરત-09-01-2020
વી. એફ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવન ભારતી મંડળ યોજિત સુપર કલ્ચરલ સ્પર્ધાઓમાં શહેરની પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટેની નૃત્ય સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
રસાકસીભરી આ સ્પર્ધામાં પ્રાથમિક શાળાના વિભાગમાં પ્રથમ ક્રમે જુઈ છત્રપતિ (જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલય), બીજા ક્રમે ભવ્યતા જોષી (જીવન ભારતી કુમાર ભવન) અને જેલીસકામાંદરે (વનીતા વિશ્રામ પ્રાથમિક શાળા) તથા ત્રીજા ક્રમે માન્યા પટેલ (સી સી શાહ પ્રાઈમરી સ્કૂલ) વિજેતા બન્યાં હતાં. તે ઉપરાંત અમન સાહુ (આર એમ દેસાઈ પ્રાઈમરીસ્કુલ), આસ્થા મહેતા (પુનાવાલા એક્સ્પેરીમેન્ટલ સ્કુલ), ધ્વનિ બાકોર (લીલાબા કન્યા પ્રાથમિક વિદ્યાલય), દિશા વૈદ્ય (વનીતા વિશ્રામ પ્રાથમિક શાળા), હેમિલચૌહાણ (લોખંડવાલા બાલાશ્રમ પ્રાથમિક શાળા) અને વિધિ મહેતા (એમયુએસઈંગ્લીશસ્કુલ)ને પ્રોત્સાહન ઇનામોઅપાયાં હતાં.
હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટેની નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમે હિરણ્યમયી વખારવાલા (રાયન ઇન્ટરનેશનલ ડુમસ), બીજા ક્રમે ખુશી દેસાઈ (પુનાવાલા એક્સ્પેરિમેન્ટલ સ્કુલ) અને રિયા પટેલ (ઉમરીગર હાઈસ્કુલ) તથા ત્રીજા ક્રમે ખુશી પ્રજાપતિ (ટી એન્ડ ટી વી સાર્વજનિક હાઈસ્કુલ) અને નિષ્ઠા સોલંકી (જીવન ભારતી કુમાર ભવન) વિજેતા બન્યાં હતાં. તે ઉપરાંત દેવાંશી જગીવાલા અને કળશ ઘીવાળા (બંને પ્રેસિડેન્સી સ્કુલ), દિયા પાટીલ (જીવન ભારતી કુમાર ભવન), વિવેક સેલર (બચકાનીવાલા હાઈસ્કુલ), વન્યા ભટ્ટ (મેટાસ એડવેન્ટીસ્ટ સ્કુલ) અને હસ્તી લાખાણીને પ્રોત્સાહન ઇનામો મળ્યાં હતાં.
• Share •