મુશ્કિલ મેં હૈ કોન કિસી કા, સમજો ઇસ રાઝ કો... લે કર અપના નામ કભી, તુમ ખુદ કો આવાજ દો !

઩ લડતા રહેવાની તાકાત બહાર થી નથી આવતી . ભાષણો કે પુસ્તકો માં થી નથી આવતી . એ દિલોદિમાગ માંથી આવે છે

જય વસાવડા દ્વારા

     આ અદભૂત ગીત લોકપ્રિય પોપસિંગર મરાયાહ (કે મારિયા ?) કેરીનું છે.પોતાના પુષ્પ દેહ માટે જાણીતી મરાયાહના કંઠે આ ગીત ગાવાનું સાંભળો તો ધડીભર એની આકૃતિ ભૂલીને જુદી દુનિયા માં ખોવાઈ જાવ, એટલું એ ‘પૌષ્ટિક’ છે. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની છે. લાઈફ ઈઝ એન્ડલેસ ટ્રેજેડી . જિંદગીમાં તમે જરાક હસતા થાવ કે કુદરત કાળ બને છે. અને તમારી ઈર્ષા આવી જાય છે. ‘મેન પ્રપોઝીસ,ગોડ ડિસ્પોઝિસ’ જેવી નિયતિ તમારા પગ તળેની જાજમ ખેંચી લે, કે દીવાસળીના ડુંગરની જેમ તમારી જિંદગી કકડભૂસ !

                માણસ આમ તો સ્વકેન્દ્રી પ્રાણી છે. પણ કટોકટીના કાળમાં એને કોઈનો ખભો રડવા માટે, કોઈનો હાથ આગળ વધવા માટે, કોઈનો ટેકો ઉપર ચડવા માટે જોયે છે. આ વાત સાથીદાર કે સંગાથ પુરતી હોય ત્યાં સુધી બરાબર ..પણ મનુષ્ય કલ્પનાશીલ  અને વિચારશીલ છે. મુસીબત કે મુજવણમાં એને સહેલામાં સહેલો રસ્તો શોધવાની તલાશ હોય છે. કોઈ પણ પડકાર નો મુકાબલો કરવાનો ઇઝીએસ્ટ શોર્ટકટ કર્યો ? એ ચેલેન્જ બીજાના માથે ‘ટ્રાન્સફર’ કરી નાખવી તે ! એટલે સ્તો, અધરા ઇન્ટરવ્યુ વખતે લોકો ભલામણની લાગવગ લગાડે છે. પરીક્ષા સમયે કેટલાક  બીજા સ્ટુડન્ટને કોપી કરવા બેસાડે છે, તો ઘણા ય ભગવાન પાસે હાથ જોડીને માનતા માને છે.

                ‘એક્ઝામ ફીવર’ ની સીઝન તો વળી ‘બર્ડ ફ્લુ’  કરતાં પણ વધુ ઝડપ થી ફેલાતી બીમારી છે. કસોટીના નામ માત્રથી ઘણાની તો સિસોટી વાગી જતી હોય છે. ઇટસ નોર્મલ, ઇટસ નેચરલ, માણસનું ‘ચીકન’ બનાવી નાખતો વાઇરસ ‘ટેન્શન નેગેટીવ’ છે. પણ જંગલજીવનના કાળથી આપણને કટોકટીની પળે થતી ‘એંગ્ઝાયટી’ કે ‘નર્વસનેસ’ (જીભ માં લોચા વળવા, પેટમાં ચૂંથારા થવા, પગે પાણી છૂટવા ઈત્યાદિ ) તો વારસામાં મળી છે. જંગલ નો કાનુન અ-માનવીય હોય છે. સર્વોઇવલ ઓફ ધ ફિટેસ્ટ ! શિકારી નજીક આવે અને મુકાબલો કરવાની તાકાત ન હોય ત્યારે કુદરત એક જ સિગ્નલ  આપે : ભાગો !

                એવું જ કંઈક ટેસ્ટની તૈયારીના  કાઉન્ટડાઉન વખતે પણ થતું હોય છે. પરીક્ષાની તૈયારી પુરતી હોય તો પણ આત્મવિશ્વાસનો અભાવ હોય ને બધું જ્ઞાન પેપર નજરે પડે ત્યાં જ બાષ્પીભવન ! આવા અનુભવમાંથી વારંવાર પસાર થતો સ્ટુડન્ટ એક જવાબદાર સીટીઝન  બને, ત્યારે પણ કટોકટીની જાસાચીઠ્ઠી વાંચીને એના હાંજા ગગડવા લાગે છે. એક વાત ક્લીયર રાખજો, વાત ‘સેલ્ફ કોન્ફિડન્સ’ની છે,‘ઓવર કોન્ફિડન્સ’ની નહિ ! સળગતી આગમાં ભૂસકો મારવો એને ‘ઓવર કોન્ફિડન્સ’ કહેવાય અને ચારેબાજુ અચાનક આગ લાગે ત્યારે રડીને બેઠા રહેવા કરતાં બહાર નીકળવા માટે મક્કમ બનવું એ ‘સેલ્ફ કોન્ફિડન્સ’ કહેવાય. અતિવિશ્વાસ ખતરનાક છે.દુશ્મન છે. આત્મવિશ્વાસ અનિવાર્ય છે,દોસ્ત છે.

                વાત જાણે એમ છે કે, સંજોગોના ફટકા ખાઈ ખાઈને આપણે સહનશીલ થયા એ તો સમજયા, પણ આપણે પલાયનવાદી પણ થય ગયા છીએ.‘આત્મા’ની વાતોમાં શ્રધ્ધા  રાખનાર માણસ ‘આત્મશ્રધ્ધા’ (જાત ઉપરનો ભરોસો) રાખી શકતો નથી. સ્ટેજ પર બોલવાનું છે.કયાંક કોઈ એક્જામ આપવાની આવે કે આઈ.એમ.પી. પર ધ્યાન ચાલી જાય છે. બીજાની ચિઠ્ઠીચપાટી વિના સહેલા કામ માટે પણ કોઈ ઓફીસમાં પગ મુકવો અધરો લાગે છે.

...અને આવી સ્થિતિમાં દરેક માણસ એક માનસિક જોડીદાર શોધે છે.ભારતમાં એટલે જ  ‘અવતાર’ વાદ છે. અહી સુપરહીરો ઈશ્વરના વિવિધ અવતારો છે. ભૂતની બીકથી હનુમાનજી નું નામ બોલવા લાગે એમ સ્તો ! પોતાની જાતનું ચૈતન્ય શક્તિ સામે સમર્પણ કરી દેવું એક વાત છે.અને કોઈ ખાસ ફાયદા માટે મનમાં ધારેલા સુપરહીરોની ‘ખુશામત’ કરવી (પૂજા પ્રદક્ષિણા હોમહવન ધૂન વગેરે) કે પછી દરેક કટોકટીમાં અની મદદ માંગવી એ હરણવૃતિ છે. વિદેશોમાં, ખાસ કરીને પશ્વિમમાં આવી જ અપેક્ષા સામાન્યજનની સુપરહીરો પ્રત્યે હોય છે.કોઈ સ્પાઈડરમેન,સુપરમેન,ટારજન (કે આર્નોલ્ડ ! ) આવીને બધું ધડાધડ ઠીક કરી દે એવું બધા વિચારતા હોય છે. નામરૂપ જૂજવા, અંતે તો શોધ એક ‘હીરો’ ની હોયે ! (જરૂરી નથી કે ‘હીરો’ પુરુષ જ હોય. એ દેવી કે ઇલેક્ટ્રા પણ હોય શકે ! હીરોની કલ્પના સાથે આપણને મતલબ છે . નર કે નારી બને અંતે તો હીરો જ શોધતા ફરે છે ને ! ) આવી હીરો કયારે આવશે અને ચપટી વગાડતા આપની જિંદગીના કાળા વાદળા વિખેરી સૂરજની રોશની રેલાવશે ?

                ધણા માણસોને તો હીરોની ઝલક ન મળતા, જાત ઉપરના વિશ્વાસ ગુમાવી હવે આપણાથી સહન નહિ થાય, હવે વેદનાની હદ આવી ગઈ, હવે ભવિષ્યમાં નિરાશા કે ટીકા સિવાય બીજું કશું જ નથી... આવું વિચરનાર ધણા બદનસીબ ઇન્સાનો આત્મહત્યા કરી નાખે છે.એ કદાચ પોતાને જ પોતાની કરુણ પરિસ્થિતિના ખલનાયક ઠેરવી દે છે. અથવા તો પહાડ જેવા અણધાર્યા પડકારોનો મુકાબલો કરવાનું પરાક્રમ પોતાનામાં નથી, કોઈ સ્પેશ્યલ સમર્થ માનવીમાં હશે એમ માની ગરીબડાં બની જાય છે. કોઈ પણ નવું કામ કરવાનું હોય, જરાતરા જોખમ લેવાનું હોય, ચાલુ ચીલો છોડવાનો  હોય એટલે તરત જ સામાન્ય માણસનો પ્રતિભાવ હોય છે કે – ‘એવું આપણાથી થોડું થાય ? આપની થોડી ત્રેવડ છે ? વેણીભાઈ પુરોહિતે એક મસ્ત કવિતા લખી હતી, એનો અંશ યાદ કરો :

                કો’ક તો જાગે, કો’ક તો જાગે, કો’ક કોણ જાગે ?

                તું જ જો જાગે....તો તું જ થા આગે !

                યસ, આત્મદીપો ભવ ! તું જ તારો દીવો થા ! હવે ખુબસુરત કેરીબેબીના કામણગારા કંઠે ગવાયેલું અને શરૂઆતમાં લખાયેલું હીરો સોંગ સમજો ! જાગતી વ્યક્તિ કે પ્રતિભાવના પ્રશંસા  પૂરતું  ઠીક છે. પણ જયારે માણસ પોતાની સમસ્યાઓના સમાધન માટે હીરો બહાર શોધવા લાગે છે... ત્યારે આ ગીત એને કહે છે, જેવા છો, જે પ્રકારની પરરિસ્થ્તીમાં છો.. એનાથી ડરો નહિ . ગભરાટ ન અનુભવો.તમને તમારા સવાલનો જવાબ મળશે જ . તમારી પીડાનો પર્વત પીગળશે જ . જો તમે બહારને બદલે અદર સુધી પહોચને એ શોધશો તો!

        આવું કરશો , વ્યવસ્થિત વિચાર કરી સુતેલા આત્માને ઢંઢોળશો તો શું થશે ? તમારી જ અંદર આળસ મરડીને ઉભો થશે- એક હીરો ( કે હીરોઈન !)  એક એવો હીરો, જેનાથી તમને કાંટાળા રસ્તા પર ખુલ્લા પગે પણ પ્રવાસ કરવાની તાકાત મળશે, જે તમારા ભયને હટાવીને તમારા અસ્તિત્વને ટકાવે ! જયારે તમને લાગે કે હવે કોઈ જ આશા નથી, ત્યારે ભીતર સાથે સંવાદ કરીને મજબુત બનો... તમને છેવટે એ સત્ય નજરે ચડશે કે હીરો કોઈ પોસ્ટર મા નહી , તમારી અંદર જ છે !

         જયારે તમારે એકલપંડે જગત આખાનો સામનો કરવાનો આવે, ત્યારે એ કયારેય ખુટે નહી એવો લાંબો માર્ગ બને છે.  કોઈ ત્યારે માટે હાથ ન લંબાવે, બઘા જ મોં ફેરવે ત્યારે ત્યારે તમારી અંદર જરા ખાંખાખોળા કરજો અને તમારો જે ખાલીપો છે, એ ગાયબ થઈ જશે !

                ઉપરવાળો જાણે છે કે સપનાનો પીછો કરવો કઠીન છે. પણ કોઈને તમારી ઝંખનાઓ, સપનાઓ, કલ્પ્નાઓને વેતરી નાકવા માટે મંજૂરી ના આપો . બસ, તમારી અંદરના હીરો ને સાદ કરી ને આગળ ચાલી ન શકો, તો જ્યાં જો ત્યાં ટકી રહેવાનો પ્રયત્નો કરો.આવતીકાલ આવવાની જ છે...અને એવું બને કે સમય જતાં , તમને કોઈ નવી દિશા, નવી કેડી મળે !

                જી હા.આપણે ભરોસે આપણે હાલીયે ...આપણે જ આપણા ભેરુ થઈએ !દુનિયામાં બધને એટલા બધા પ્રોબ્લામ્સ છે કે પાંચ-પંદર દિવસથી વધુ કોઈ આપનો શોક ધટાડવા મોજુદ રહી શકે તેમ નથી .બધાની આગળ દુઃખડાં રોવાથી દુઃખ ઘટતાં ધટશે, લોકો ની હાંસી વધતી હોય છે. લકી, ઇફ યું હેવ ગોટ સમવન ટુ શેર ઈટ ! પણ નહિ તો તારી અંદર ના પરાક્મ ને પડકારી જુઓ . હીરો ફિલ્મી પડદે ધણધણાટીવાળી એન્ટી  સાથે આવે છે. પણ લાઈફમાં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝીક કે ડાયરેશન નથી : સિર્ફ એકસન હૈ ! આપણી ભીતર અગાધ સામથ્ય ઉછાળા મારે છે.જરૂરી છે. આપની જાત ને પોકારવાની આપનામાં કોકડું વાળીને પડેલી હીરોગીરી ને ટટ્ટાર કરવાની ! જીત કે હાર આપણે નક્કી નથી કરી શકતા . હીરો એ નથી જે સતત જીતે છે .હીરો એ છે. જે  પ્રતિકૂલ સંજોગો સાથે સતત લટે છે.!

        આ લડતા રહેવાની તાકાત બહાર થી નથી આવતી . ભાષણો કે પુસ્તકો માં થી નથી આવતી . એ દિલોદિમાગ માંથી આવે છે,આપણી ક્ષમતાના  વિસ્તાર માટે બીજાને નહિ ,પહેલા ખુદનેજ ‘કન્વિન્સ’ કરીને મનાવવા પડે છે . પ્રિપેર ફોર ધ વસ્ટ ,ડુ યોર બેસ્ટ .ઈન્સ્ટંટ  સક્સેસની કોઈ જાદુઈ ફોર્મુલા ( એ વેચવાવાળા અનેક સોદાગરો હોવા છતાં) બની નથી .પણ તમારી જિંદગીની કિતાબનું પાનું બની રહી છે. બીજાઓને મહત્વપૂર્ણ લાગે કે ન લાગે ,તમે તો તમારી જાતને ગભીરતાથી લો ! પછી જ બીજાઓ લેશે. ‘આઈ કેન ડુ એનીથીગ’ એ આત્મશ્રધ્ધા છે. પહેલા સવ્યં પર વિશ્વાસ રાખો પછી પર્ભું ને પાર્થના કરવા બેસો ! કીપ હોપ . આવતી કાલે નહી આવતી પળે શું થશે એ આપણે જાણતા નથી . એ સસ્પેન્સ ન હોત . તો કોઈ જીવતું ન હોત સાંભળેલી કથા  વાંચતી વખતે બોરીંગ લાગે – એવું થતું હોત..પણ મોટે ભાગે આપણે  આવનારી પળો વધુ ખરાબ હશે એવું જ સ્વીકારી લઈએ છીએ , ભવિષ્યની કોણ ૧૦૧% ગેરેન્ટી આપે છે ?  એમાં કશોક સારો વળાંક છુપાયેલો હોઈ જ માત્ર નબળી ક્ષણોને યાદ રાખી,               મધુર પળો ને ભૂલી જઈને જાણી જોઇને આપણે આપની સાથે અન્યાય કરીએ છીએ પોતાની નજરમાં પોતાને દયાપાત્ર બનાવીએ છીએ દરેક પડછાયો પણ પ્રકાશ વિના શક્ય નથી હોતો ! શીર્ષકમાં લખેલા ‘અંગાર’ ફીલ્મના ગીતની બાકીની પંક્તિઓ પણ હ્તાશમાં જરાક ગણગણી લેજો : બેસ્ટ ઓફ લક !

                                                           

                                *****પાવર પંચ *****

            કિસ્મતની બાબતમાં જે ખરાબ છે.એ જ સોથી