તું હાથનીમુઠ્ઠી વાળી જો,
રેખાઓ બધી બદલાઈ જશે !
લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી.
કોશિશ કર ને વાલોંકી હાર નહીં હોતી.
નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ.
ચઢતી હૈ દીવરોં પર , સૌ બાર ફીસલતી હૈ
મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ ,
ચઢકર ગિરના ગિરકર ચાઢના અખરતા હૈ .
આખિર ઇસકી મેહનત બેકાર નહીં હોતી
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.
ડુબકીયાં સિન્ધુ મેં ગોતાખોર લગાતા હૈ,
જા જા કર ખાલી હાથલૌટકર આતા હૈ.
મિલત્તી નહીં સહજ હી મોતી ગહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઉસી હૈરાનીમેં.
મુઠ્ઠી ઉંસકી ખાલી હાર બાર નહીં હોતી .
કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.
અસફલતા એક ચુનૌતી હૈ, ઉસે સ્વીકાર કરો;
કયા કમી રહ ગયી ? દેખો ઔર સુધાર કરો
જબ તક ના સફળ હો, નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંધર્ષ કા મૈદાન છોડકર મત ભાગો તુમ !
કુછ કીયે બીના હી જય-જય-કાર નહિ હોતી
કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી.
૨૪ ફેબ્રુઆરી ૨૦૧૦ની બપોરે એક એસએમએસ રમતો થયો . “આજે જેટલા ગુના કરવા હોય
એટલા કરિ લો - એ ઉપરવાળાના ચોપડે નોંધાશે નહિ, ભગવાન સચીન તેંડુલકર ઈનિગસ જોવામાં વ્યસ્ત છે!’’
યસ, ઈટ વોઝ થ્રીલર. હે વોજ કીલર, એક બાજુ યુસુફ પઠાણ અનેમહેન્દ્રસિંહ ધોની, બીજી બાજુ ‘મુંબઈ ફોર મરાઠી’ ને બદલે ‘મરાઠી ફોર ઇન્ડિયા’ ની વાત કહનારો સચીન... આ છે ભારત એક થાય તો કરી શકે, તેની ઝલક ! સચીન ની એ વન –ડે ની પ્રથમ બેવડી સદી ઇતિહાસની એક લેન્ડમાર્ક મોમેન્ટ હતી . ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોગે પગ મુક્યો તેવી જ. અડીસન વીજળીનો બલ્બ શોધ્યો તેવી, મિખાઈલ ગોબોચોવે રશિયા માંથી સામ્યવાદને દેશવટો આપ્યો તેવી, માર્ક ફેલ્પ્સે ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ્સ જીત્યો તેવી, બરાક ઓબામાં અમેરિકાના રાષ્ટ્રપતિ થયા,તેવી ....
કેમ ? કારણ કે, અગાઉ બધાએ ધારી લીધું હતું કે આવું કશું થઇ શકે નહિ. અને અચાનક કળા-ધોળા-પીળા-કાબરચીતરા માથાના માનવીએ એ શક્ય કરી બતાવું! માણસની શક્તિની સીમાઓને અસામાન્ય હદે વિસ્તારી બતાવી. આવી સિધ્ધીઓ માત્ર રમતવીરની નથી હોતી.સમગ્ર માનવજાતની હોય છે. પુશ યોર્સલ્ફ બિયોન્ડ લીમીટ,એન્ડ હવે અનલિમિટેડ ફન ! હરિવંશરાય બચ્ચનની કવિતા ફરી એકવાર વાચો ...
વર્ષો સુધી સચિનનો કપરો કાળ ચાલતો હતો. આ લખ્વૈયો તો ઠિક, અનેક ક્રિકેટ પંડિતોએ તેની એ વખતે ટીકા કરી હતી. ( પરફોર્મન્સ ઓરિએનટેડ કરિયર ખુબ ક્રુર હોય છે. લેખ કેવા સંજોગમાં લખાયો એ જોયા વિના વાચક તો પોતાનો ચુકાદો આપી દે છે એન્ડ ઇટ્સ ફેર, એમ જ હોવું જોઈએ ) મેગેઝીનમાં કવરસ્ટોરી હતી – સચિન નું કિકેટ ખતમ થઇ ગયું છે. ટેનીસ એલ્બોની ઇજાને લીધે તે અમુક શોટ્સ રમી શકેતેમ નથી.એ હવે થાકયો છે. અન્ડરપ્રેશર સિચ્યુએશનમાં ભાગ્યે જ રમી શકતા સચિનનો રેકોડ કંગાળ થતો જતો હતો,એટલે એને વધુ બે ચાર ગાળ સાંભળવી પડતી હતી.
સચિન ને શું કયું ? દલીલો કરી ? ઈન્ટરવ્યુઝ આપ્યા ? વેબસાઈટ ખોલી ? કોર્ટમાં બદનક્ષીના દાવાઓ રેકોર્ડ કયા ? ટીવી પર આવીને સફાઈ આપી ?
ના ! એ ચુપ જ રહ્યો, પણ નિષ્ક્રિય ન થયો. રમત અને મહેનત ચાલુ રાખી. બોલાયેલા શબ્દોનો જવાબ વિઝાયેલા બેડના ફટકાથી આપવાનો નિર્ધાર કર્યો. ( આવું જ મહેન્દ્રસિંહ ધોનીએ પણ સ્મોલ સ્કેલ પર કરી બતાવું છે , અને લાર્જ સ્કેલ પર વીરેન્દ્ર સહેવાગે! ) પોતાની ઊંચાય કરતાં પોતાના શોર્ટસ ની ઊંચાઇ વધુ હોય, એ સચિન નું લક્ષ્ય હતું. નિષ્ફળતાથી એ રડયા નહિ, નિષ્ફળતાથીએ શીખ્યો. સખ્ત તપ કરવાની તૈયારી રાખી અને તકની રાહ જોવા જેટલી ધીરજ રાખી.
લેટ મી શેર અ સિક્રેટ. થોડા સમય પેહલા સચિન ની નિવૃતિ પર એક લેખ લખવાનું નક્કી કયું. ત્યારે એની કારકિદી તડકામાં પડી રહેલી અંગુર જેવી ચિમળાઈ ગઈ હતી. ડેટા ભેગો કર્યો. બે પાના લખ્યા, અને મનમાં ખટકો થયો. સચિન સાથે તો આખી ટીનએજ જોડાયેલી છે. કાદીરને પેશાવરમાં તેણે આપેલી ધોબીપછાડ ની પ્રથમ ફસ્ટ ક્લાસ ઇનીંગ યાદ આવી. મન અટક્યું,પેન અટકી ,સ્પોર્ટ્સની બાબત માં ‘ઓલ્વેજ ઓથોરીટી’ એવો જવાન દોસ્ત રથિન રેફરન્સીઝની બાબત માં ૨૪ બાય ૭ હેલ્પલાઇન એને ફોન કર્યો રથીનને લાગ્યુ, ઇટ્સ ટુ અર્લી ... સચિન હેજ પોટેન્શ્ય્લ ટુ બાઉન્સ બેક.વાત ગળે ઉતરી.લખયેલા પાના ફાડીને ફેકી દીધા મહિનાઓ પછી સચિને ક્રિકેટિંગ બુકના બધા જ શોટસનો માર્કેટ ડિસ્પ્લે હોય એવી ૧૭૫ની ઇનિંગ રમી, અને હવે બેવડી સદી !
રોબર્ટ ગ્રીનનો પેલો પાવર રૂલ સચીને અમિતાભ બચ્ચનની માફક બરાબર જીવી બતાવ્યો ; નેવર વિન બાય આર્ગ્યુંમેન્ટ, વિન બાય એક્શન ! દલીલો કરીને જીતવાને બદલે ,દેખાવ કરી જીતો . વેલડન , સચિન, આવી રીતે હારતા રહેવાનો અમને આનંદ છે. મસ્ત મસ્ત ધમાકેદાર ઇનિંગ્સ તો જોવા મળે છે ને ! બટ્સ ઓન, હેટ્સ ઓફ ! સંકલ્પનો કોઈ વિકલ્પ નથી . ક્રિકેટમાં બે દાયકા પુરા કરી સચિને , અને બોલીવૂડમાં ચાર દાયકા પુરા કરીને અમિતાભે એ વારંવાર સિદ્ધ કર્યું છે !
શું સચીન ઝીરોમાં આઉટ નથી થયો ? શું અમિતાભની ફિલ્મો ફ્લોપ નથી ગઈ ? શું બનેનું ‘ફિનીશ્ડ‘ કહીને વર્ષો પહેલા નાહી નાખવામાં નહોતું આવ્યું ? શું બને પોતાની કરિયરમાં બીટ નથી થયા ?
થયા જ છે, પણ પછી એમને માથું પકડી રોવાનું ચાલુ નથી કર્યું , પગ વાળીને શાંત બેઠા જ નથી રહ્યા . ભૂતકાળને ઘોળવાને બદલે એમને ભવિષ્યને ઘડવાનો પડકાર ઝીલ્યો છે . જિંદગીથી કંટાળીને, ટીકાથી નાસી પાસ થયાને – કરોડો લોકોની આંખો ઓળખીને તુચ્છકારથી તાકતી હોવા છતાં આપઘાતની ભાગેડુવૃતિ નથી આપનાવી . એમણે પહેલા કરતાં બહેતર કામ કર્યું. નવી સફળતાઓ જ એટલી વિરાટ મેળવી, કે જૂની નિષ્ફળતાઓ એની પહાડ જેવી બુલંદીની છાયામાં આપોઆપ ઢંકાઈ જાય !
સચીન-બચ્ચનને શું સાબિત કરવાનું છે ? એ કે પોતે એમના ક્ષેત્રમાં ટોચ પર છે ? એ બધાને હવે ખબર છે. એ કે ચિક્કાર પૈસા કમાય છે ? એ ય શક્ય તેટલા મળી ગયા છે . વિક્રમો ? કેટકેટલા નામે ચડી ગયેલા છે ! નંબર વનનો ખિતાબ છે, સેંકડો એવોર્ડ્સ છે, છતાંય સચિન મેદાન પર પરસેવો પડે છે . અમિતાભ આઠ આઠ કલાક મેકપ કરવા બેસે છે . ટેક્નીકલી બનેનો પોતાના ક્ષેત્રમાં સમય પૂરો થયો છે , પણ એમણે મુઠ્ઠીમાં સમયને ભીસીને રોકી રાખ્યો છે ! કેમ ?
કારણ કે , એમને નવા નવા પડકારો ઝીલવા ગમે છે. એક હદ સુધીની સફળતા પછી કાં વિનોદ કાંબલી કા વિનોદ ખન્નાની જેમ એ જીરવી ન શકવાના લીધે માણસ ભટકી જાય , અને પછી લુઢકી જાય ! પણ દંતકથારૂપ નામ એમના બને છે , જે બીજાની હરિફાઈ કરવાને બદલે પોતાની જાતને ચેલેન્જ આપ્યા કરે ! સ્ટીવ જોબ્સ હોય કે ધીરુભાઈ અંબાણી – એમને આ ઇનર વિલ પાવર જ વિજેતા બનાવે છે અગાવ પોતે જ કર્યું તેનાથી વધુ સારું કરવું ... કંઇક નોખું . કંઇક અનોખું કરવું !
યારો દિલદરો, જગતનો સોથી મોટો આનંદ કર્યો છે.જામો છો ? ધ મોસ્ટ ઓકસાઈટીંગ ઓફ લાઈફ ? એ સેક્સનો પણ નથી અને સમાધીનો પણ નથી. એ છે, જ્યારે બિજાઓ એમ માને કે આ તમે નહીં કરી શકો...
...અને એ તમે કરીને દેખાડી દો !
આ ક્ષણ ચિદાનંદરૂપમ શિવોહમ શિવોહમના જયઘોષની મિસ્ટિક મોમેન્ટ હોય છે . પછી એમાં શબ્દોની જરૂર નથી પડતી . તમારી ચેમ્પિયન હોવાની ખુમારી થી છલોછલ નજરના ઝબકાર સામે ક્ષોભથી ઝુકી જતી પાંપણો જ સો-સો નોબેલ પ્રાઈઝ કે ઓસ્કાર એવોડ જાણે તમારી ઠોકર ખાવા માટે ઢગલો કરે છે ! ફીલ ધેટ ચેલેન્જ ઓફ લાઈફ . હેવ ધેટ ડીઝાયર ઓફ બર્નિગ ફાયર વિધીન યુ. રંગીન ખ્યાલોમાં જ નહિ , ખુરદરી વાસ્તવિકતામાં પણ એ મંજિલ સુધી પહોચો , જ્યાં સીના તાન કે કોલાર ઉંચા કરીને મોજીલી મુસ્કુરાહટ સાથે કહી શકો – ભલે જરા અથડાઈફુટાઇને , ઘુટણો છોલીને, થોડા મોડા .. પણ લો અમે આ આવી પહોંચ્યા ! આઈ હેવ ક્રેકડ ઈટ ! વી વિલ વી વિલ રોક્યું ! આઈ ગોટ ધ પાવર!
ચોમાસામાં ભીની માટીની અને ઉનાળામાં આમમંજરી સોડમ આવે, એમ ઉનાળામાં વાતાવરણમાં પરીક્ષા ગંઘ પ્રસરી જાય છે. મોટે ભાગે વિદ્યાર્થીઓમાં , આવડત નથી ખૂટતી પણ આત્મવિશ્વાસ ખૂટે છે . નિષ્ફળતાનો ડર લાગે છે, પરિક્ષમનો થાક લાગે છે , મંઝીલ ગમે છે ,પણ મુસાફરી ગમતી નથી , જીતવું હોય તો જાત ને જોતવી પડે છે , નાથાલાલ દવે ની જૂની કવિતા કંઇક આવી હતી : કામ કરે એ જીતે ભાઈ કામ કરે એ જીતે .... આવડો મોટો મલક આપડો બદલાશે બીજી કઈ રીતે ?
ભારતમાં સોંથી વધુ યંગસ્ટર્સ આપઘાત કરે છે . કિસાનો નહિ, જવાનો હારી થાકી ને, ગભરાઈને વધુ મારી જાય છે! કોઈનો અભિપ્રાય કંઇક અદાલતોનો ફેંસલો નથી. અને આ અદાલતના ચુકાદા પણ બદલાતા હોય છે અરે, તમને એવું લાગે કે આ એડ્યુંકેશન સીસ્ટમ બરાબર નથી, આ દુનિયા ખાડે ગઈ છે.... તો શું આપઘાત કરવાથી એ બદલી જશે? અહી બોમ્બ બ્લાસ્ટથી લોકોના પેટમાં પાણી હાલતું નથી, તો આત્મહત્યા થી ક્રાંતિ અને જાગૃતિ શું આવશે ?
એ આવશે નક્કર કામગીરી કરવાથી નરસિંહરાવે નહેરુવાદી આર્થિક (નીતિ) જોઇને સંતાપમાં આત્મહત્યા કરી હોત તો છેક અસ્તાચળ પહોંચેલી જીંદગીમાં એ બદલાવી દેવાનો જશ એમના લલાટે ના લખાયો હોત ! સીસ્ટમ એ જ માણસ સુધારી શકે છે. જે એમાં રહી ને ધીરે ધીરે શક્તિશાળી બનીને ટોચ પર પહોંચે !
અને ક્રાંતિ એ પરિવર્તન પૈસા વિના આવવાના નથી , ગાંધીજી હોય કે હિટલર વિવેકાનંદ હોય કે આઇન્સ્ટાઇન - બધાને પહેલી જરૂર બજેટ ની પડે છે . રૂપિયા કામાવા માટે પણ . પહેલા મજબૂત કરિયર બનાવવી પડશે . હતાશા તો ક્યાં નથી ? ભણવાનું મુકીને ક્રિકેટર થાવ તો વાંચવા જેટલી જ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ પર ધગધગતા તાપમાં આગઝરતા લાલચોળ સીજન બોલ થી કરવી પડે છે એમાં ય ગળાકાપ સ્પર્ધા, અપમાન , હુરિયો ખરાબ ફોર્મ બધું જ પચાવી જતા શીખવું પડશે એક ફિલ્મ ન ચાલી ચાલી કે જગત આખાનો ફિટકાર સંભાળવો પડશે , સિંગર બનવું હોય તો કલ્લાકો રીયાઝ કરવો પડશે , રાઈટર બનવું હોય તો આંખો સફેદ માંથી લાલ બની જાય ત્યાં સુધી વાંચવું પડશે. .
‘થ્રી ઈડિયટ્સ’ જોઈને એ જ થયુ છે . જીસકા હમે ડર થા ? મુળ વાર્તા સરલીકરણને લીઘે લોકોએ શાક ફેંકીને મસાલેદાર તેલ ગળી જવાનુ ચાલુ રાખ્યુ છે. બઘા જ ભણવા માગતા કે કલાસ રુમમાં કંટાળી જતા બાળકો જીનીયસ નથી હોતા . એ ઠોઠ પણ હોય છે . રેન્ચો તો સ્પાઈડરમેન જેવો એક ડ્રીમી સુપર હીરો છે . અમેરીકામાં ત્રાસવાદીઓ આવે ત્યારે કંઈકને બેટમેન બચાવવા આવતો નથી, સોલ્જર્સ આવે છે, અને સીધીસાદી વાતો કરે છે , રેન્ચો પણ હોંશીયાર બની પોતાની રીતે પાક્કો અભ્યાસ કરી બધા સબ્જેક્ટના ‘ફંડા ‘ સ્વાવલંબી બની સમજીને મનમાની કરે છે ડીન વાઇરસનું પ્રોજેક્ટ મોડો પડે તો પણ સ્ટુડન્ટને રસ્ટિકેટ કરી નાખે છે.(રીમેમ્બર, જોયઝ સ્યુસાઈડ ?)તો પછી એમની સરે આમ ખુલ્લી ઉડાવનાર, એમના નાક માં દમ કરી નાખનાર, એમની દીકરી સાથે ઈશ્ક ફરમાવનાર રેંચો કેમ કાઢી નથી મુકતા ?
સિમ્પલ , કારણકે રેંચો ફર્સ્ટ આવે છે એ રીઝેલ્ટ વટ કે સાથ લઈને બતાવે છે . એની અક્કલ એની સુરક્ષા કવચ છે, બી બ્રેવ એન્ડ બી બ્રાઇડ ડોન્ટ ટેક યોર સેલ્ફ લાઈફ ફાઈટ ટાઈટ, ભલે , જેટલું આવડે તેટલું , જેટલું થાય તેટલું , પણ પ્રમાણીકતાથી – લડી બતાવો . મમ્મી – પપ્પાનું પ્રેશર ખોટું છે . કેળવણીકારોના પાઠ્યપુસ્તક બોરિંગ છે. સિલેબસ આઉટ ડેટેડ છે, પરિક્ષા ગોખણપટ્ટીની છે, જમાનો દંભી અને નાલાયક છે ,પણ એ બધાના વાંકની સજા આપની જાતને શા માટે આપવી ?ભાગો નહિ જાગો ! નર્મદ ની ભાષામાં- જુસ્સો રાખો !
એવું નથી કે જીંદગીમાં હાર આવશે જ નહિ. ક્રિકેટ ટીમો પણ હારતી હોય છે. સચિન ય નર્વસ નાઈન્ટીઝ ભોગ બને છે . બચ્ચન ની ફિલ્મો ફલોપ જાય છે સતત કોઈ, કયારેય, ક્યાંય, જીતતું નથી .પણ ક્રિકેટમાં ચેમ્પિયન ટીમ એ છે કે જે એક મેચ હાર્યા પછી, નિરાશા ખંખેરી અને બીજી મેચ જીતી બતાવે ગઈ કાલ સુધી ન થયું એ આજ ન થાય – એવું કોણે કહ્યું ? ગઈકાલ સુધી મુંબઈ માં શિવસેના સામે ઝીંક ઝીલતી નહોતી આજે રાહુલ ગાંધીએ એ માન્યતા તોડી બતાવી. ગઈકાલ સુધી વન – ડેમાં ડબલ સેન્ચુરી કોઈની નહોતી. આજે સચિન છે .
ગઈકાલ સુધી તમે વિનર નહિ હો, પણ ‘નેવરબિફોર’ શબ્દ છે ?... ‘નવેર આફટર’ નથી. આવતીકાલે પાસું પલટાઈ શકે છે – જો આજે સજ્જતા કેળવો તો .... યાદ રાખજો . આપણે દુનિયાને ખોટી પાડવાની છે . હસીને રડાવવાની છે . ઓલ ધ બેસ્ટ કીપ ટ્રાઈંગ આપણે દુનિયાને ખોટી પાડવાની છે હસીને રડાવવાની છે . ઓલ ધ બેસ્ટ . કીપ ટ્રાઈંગ.
પાવર પંચ
‘દરેકના ખભા પર સંજોગોનો બોજ હોય છે .
અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઉચકો છો !’
(મર્લે મિલર)
• Share •