મેરે હાથો કી ગરમી સે પીઘલ જાયેગી જંઝીરે, મેરે કદમો કી આહટ સે બદલ જાયેંગી તકદીરેં

મોરારીબાપુ હોય કે ફુટબોલર લીનેકર તમામે નિષ્ફળતાનો સ્વાદ ચાખવો જ પડે છે

-----------જય વસાવડા-----

આત્મવિશ્વાસના ઈન્જેકશન નથી આવતા,પણ જો આવતા હોય તો એક બ્રાન્ડ જરુર આ આફ્રિકન અમેરીકન કવિયત્રી માયા એન્જેલુની આ પ્રસિધ્ધ રચનના અંશો હોત .શબ્દે શબ્દમાંથી નીતરતો નર્મદિય 'જોસ્સો '' અને ઉઠતી ખુમારીની ડમરી કેવું વજન છે આ તેજીલા તરાપામાં . તમારી કડવી અને જુઠી કોમેન્ટથી તમે મને વિખેરી ને ઘૂળમાં મેળવી દેશો ,તો ય પવન જેમ ધૂળની ડમરીને નીચેથી ઉપર ચડાવે એમ હું બેઠો(કે બેઠી)  થઈશ ! હું સુરજ ચંદ્રની દિવસ અને રાત ની ભરતી ઓટમાં ખીલતી આવતી કાં ની આશા છું,આઈ વિલ રાઈઝ અગેન . તમારે મને નીચું માથું ઘાલીને , જુકેલી પાપણો  અને ઢળેલા ખભા સાથે રડમસ જોવી છે ? તમે મને ટીકા અને ઉપહાસ નાં શબ્દોથી વિંધી નાખો , તમારી વાયડી વક્રદ્રષ્ટિથી ચીરી નાખો , તમારી નફરત થી મને ખતમ કરો તોય હું એ રાખ માંથી નવસર્જન પામીને હવાની માફક ફરી વહેતી થઈશ ...હું અંધારી રાત માંથી સ્પષ્ટ અજવાળા સુધી પાહોંચીશ , ઓસરતી ઓટ થી તોફાની ભરતી બનીને ત્રાટકિશ . હું મારા દુનિયા સામે  મુકાબલો કરનારા પુર્વજોની આશા અને સપનાનો વારસદાર છુ . સ્ટીલ આઈ રાઈઝ .....કામ ઓન , એકઝામ્સ ઓફ લાઈફ બીટ મી , હીટ મી . આઈ શેલ લૂક ઇન ટુ યોર આયઝ એન્ડ લાફ આઈ શેલ ફાઇટ .

                                ******************

                વર્ષો પહેલાની સાચેસાચી વાત. સૌરાષ્ટ્રનાં ભાવનગર જીલ્લાનો એક  વિધાર્થી . અલગારી ઓલિયા જેવો સ્વભાવ . એની અંદર ફટ ફટ થતી તેજસ્વિતાને માપવાની ચીલાચાલુ પરિક્ષાપદ્ધતિની ત્રેવડ નહોતી. એની મસ્તી બીંબાઢાળ શિક્ષાથી અલાયદી હતી .કલાસરૂમ એની દુનિયા માટે બહુ નાનો હતો , એને તો દુનિયા જ કલાસરૂમ હતી , કેવળ ડિગ્રી લઈને ભણેલ સાબિત થવાનાં ઢાંચા માટે એ સર્જાયો નહતો , એને તો આજીવન દમ-બ-દમ , એક એક શ્વાસ સાથે નવું નવું શીખવાનું , એ શીખવાડતા જવાનું ગમતું હતું .

                પણ હજુ આંબે મ્હોરેલી કેરી પાકીને સમાજના ખોળામાં મધુરો રસ જરાવતી પડે ,એને વાર હતી , હજુ તો એ વિદ્યાર્થી ઉગતો તરુણ હતો . ગલગોટાને , ધાતુરાને ,કેવડાને ,કરેણને , મોગરાને,જૂઈને,જસુદને, ચંપાને, બધાને ફક્ત અને ગુલાબ જ ધરાર બનાવવા મથતા શિક્ષણમાં એ 'મીસફીટ ' હતો

                એ જમાના મુજબ આજની દસમાં-બારમાની હરોળમાંમેટ્રીકની પરિક્ષા આવી. હોંશભેર પરિક્ષા તો આપી,પણ પરિણામમાં થયું 'ઘડામ' ! નાપાસ ! દુનિયા નાપાસનું સર્ટીફીકેટ ફાળે , તેનાથી નાસીપાસ શું થવું, એવું વિચારીને એણે ફરી પરિક્ષા આપવાનો નિર્ણય કર્યો . કેવળ પોઝીટીવ  થીંકીંગ જ નહિ, પોતાની ભૂલોનું આત્મનિરિક્ષણ પણ જીતવા માટે જરૂરી છે. એણે દોષનો ટોપલો અન્ય કારણો પર ઢોળીને છટકી જવાના પલાયનવાદને બદલે વિચાર્યું. આપણી મહેનતમાં કચાશ હશે . ફરી જીવ લગાવીને મહેનત કરી. બરાબર જીવ લગાવીને તૈયારી કરી . પહેલી પરિક્ષાની  નિષ્ફળતા માંથી એ સતત શીખતા આદમીને એક લેશન મળ્યું. પુરુષાર્થ. હાર્ડ વર્ક વિના એક્ઝામમાં કામિયાબ થવાય નહિ. પરિક્ષાની તૈયારી સાથે જીવનની તૈયારી ચાલુ હતી. એ ટીનએજર શીખ્યો કે જીવનની પરિક્ષાઓ માટે તૈયારી કરવી પડે . પુરુષાર્થ કરવો પડે .

                પણ બીજો પ્રયત્ન બદલાયો, પરિણામ નહિ ! ફરી ધડામ ! ફેઈલ ! ફરી વાર હિમત હારવાને બદલે , રોદણા રોવાને બદલે ,મહેનત પર પસ્તાવો કરવાને બદલે એ ઈન્સાને આત્મચિંતન કર્યુ. મહેનત તો પુરતી હતી. તો ખામી ક્યાં રહી ગઈ ? ખામી એના પુરુષાર્થમાં નહોતી. પણ કર્મ કરવાનું એના હાથમાં હતુ. ફળ મેળવવાનુ નહીં . એ પોતાનો પુરુષાર્થ પોતાની સચ્ચાઈ અને ખાતરીથી કરી શકે . પણ એનો પુરુષાર્થ માપવાવાળા બરાબર પ્રમાણિક મહેનત કરે છે કે નહીં , એની ગેરેંટી કોણ આપી શકે / અને એ ગુણપત્રક ની મર્યાદા બહાર પણ ગુણગાન વિદ્યાર્થી એ વિચાર્યું . કેવળ પુરુષાર્થથી  જ સફળતા મળે , એ જરૂરી નથી . પ્રારબ્ધ પણ જોઈએ, હાર્ડ વર્ક સાથે થોડું ફેવેરેબલ લક પણ જોઈએ. બધા જ મહેનતી સફળ નથી થતાં, ને કેવળ ભાગ્યના આઘારે બેઠા રહેનારની સફળતા લાંબી ટકતી નથી . પહેલું પુરુષાર્થનું પગલું ચડો, તો બીજું પ્રાબ્ધનું પગથીયું ચડવા સુધી પહોંશી શકવાની લાયકાત આવે છે !

બધું આપણા ધાર્યા મુજબનું, આપના મનગમતા સમયે જ નાં પણ થાય. ડિવાઈન  ડીઝાઇન કઈંક જુદીય હોઈ શકે , જિંદગી જેણે આપી, મરજીય એની ચાલવાની. માટે જે બાબત આપણી પહોંચમાં નથી (લક ) એ માટે આપણે બીજી કશી ઉછળકુદ નાં કરી શકીએ . કરી શકીએ કેવળ પ્રાર્થના . નાત મસ્તકે પરમ ચેતન્યનાં શરણે બિનશરતી સમર્પણ . સંકટ મોચન સામે પોતાની સચ્ચાઈ અને શ્રમનો છેકછાક  વિનાનો હિસાબ બતાવી ગઈ લેવાનું એક તું હી ભરોસા , એક તું હી સહારા ... પાલનહારે, તુમરે બિન હમરા કોઈ નહિ .

        અગેઇન એક્ઝામ . અગેઇન સેમ રિઝલ્ટ . નાપાસ ! પણ હૈયામાં હમ અને હોઠો પર રામ હોય , તો નિષ્ફળતા બેવડાય એમ લડવાની તાકાત પણ બેવડાઈ જાય !           પુરુષાર્થ કર્યા, પ્રારબ્ધ ફાળેએ માટે પ્રભુ ને પ્રાર્થના કરી ,પણ સમય ની કસોટી કઠીન થતી જતી હતી . અને વિચારશીલ વ્યક્તિના ચિતમાં ઝબકારો થયો . આપણે શ્રમ  કરી શકીએ સહી મહેનત ની ફાઈલ સાથે નિર્મળ પ્રાથના રૂપી 'ફોરવર્ડીંગ લેટર' મોકલી શકીએ ,પણ પછીય સફળતા નાં મળે તો ?

                તો પ્રતિક્ષા ! એ વિદ્યાર્થીને સમજાયું કે પુરુષાર્થ કરો, પછી ઘીરજ રાખતા ય શીખવું પડે . આજે કરેલા કર્મનું ફળ તત્કાલ નાં પણ મળે . એમાં યાં કદાચ સર્જનહાર ની કઈ કરામત હોય એમાં હિંમત હારી જવાને બદલે હિંમત સાચવી રાખવાની હોય. ધીરજ.પેશન. સમયની સ્પીચ પર ટકી રહેવું પડે, વિકેટ બચાવીને . કદાચ ઓવર બદલાય, અને સિકસર લાગી જાય ! પ્રતિક્ષા આપણે અંદરથી મજબુત બનાવે છે . પુરુષાર્થ અને પ્રાર્થના ચાલુ રાખીને પણ પ્રતિક્ષા કરી શકાય છે. ઈચ્છિત પરિણામ ઝડપથી નાં પણ મળે . એ માટે રાહ જોતા શીખવું પડે . બે પગથીયા ( પુરુષાર્થ , પ્રાર્થના ) પૂરા કર્યા પછી , આપો આપ ત્રીજા પગથીયે બેસીને પ્રતિક્ષા જ કરવાની રહે છે .

                અને આ બધું- સફળતા માટેના પુરુષાર્થ , પ્રાર્થના , પ્રતિક્ષા  પછી શું થાય ? મેટ્રીકમાં ત્રણ વખત મેમારું ટેસ્ટની  જળ એજ્યુકેશન સિસ્ટમની નઝારે નાપાસ છોકરો શિક્ષક બને , પછી લોકશિક્ષક  બને  , કલાકાર બને, કથાકાર બને ... અને એવી એવરેસ્ટ જેવી ઉચીયે પહોંચે કે  વિધ્યાર્થીતો શું , શિક્ષકો, પ્રોફેસરો, વિવિધ ક્ષેત્રોનાં તજજ્ઞો, મંત્રીશ્વરો પણ એમની પાસે જ્ઞાન પિપાસુ બનીને આવે ! ગોખણપટ્ટીની પરિક્ષા કરતાં આંતર સુજથી મળેલી સમજણ અને ડહાપણ નું પરિણામ કેટલું ઉચેરું હોય છે , અ પહેલા સિદ્ધ અને પ્રસિદ્ધ બનીને એ યુવાન ઉદાહરણ પૂરું પડ્યું.

                કોણ એ ? ગુજરાતના , દેશ વિદેશનાં પ્રિય એવા આત્મીય મોરારીબાપુ ! જી હા, નિખાલતાથી બાપુ એ ખુદ 'મારી નિષ્ફળતા માંથી હું શું શીખ્યો ?' નાં કાર્યક્રમમાં આ લખવૈયા સંગાથે  મોજ અને ભાવથી શ્રોતાઓ  સમક્ષ આ અંતર યાત્રા બયાન કરી ! કેવી અદ્ભુત યાત્રા ! વર્તમાન શિક્ષણ પદ્ધતિ માણસનું સાચું મુલ્યાંકન કરવામાં કેટલી ઉણી  ઉતારે છે , એની વધુ એક સારાજાહેર લપડાક  ! સવ્યમ એક પાઠ્ય પુસ્તક બને , એવા માત્ર રામકથા જ નહિ , જીવનનાં અને સંબંધોના પણ માર્મીક , સામાજિક સમરસતા સનિષ્ઠ લોકસેવક અને કળા સાહિત્ય -સંગીત ની ઉડાઈનાં પારખું રસિકજન મોરારીબાપુ જો પરિક્ષાઓ પરિણામોને આકરી ગણવાને બદલે સ્ટિલ આઈ રાઈઝ હસતા ગાતા જીવી જાણે - તો હતાશામાં આપઘાત કરવાવાળાઓને આથી વધુ તો આતમરામને જગાડતી અને જીવનપંથ ઉજાળતી બીજી કઈ પ્રેમાળજ્યોતીની પ્રેરણા જોઈએ ?

                લોકોની ટીકા એમના અભિપ્રાયો છે . આપણા હાથમાં છે ,એને સાચા કે ખોટા ઠેરવવા . પાસ થયેલાં કઈંક ટોપર્સને કોઈ ઓળખતું પણ નહિ હોઈ, અને મોરારીબાપુના નામથી અજાણ લોકોને શોધવા પડે ! માણસ ધારે તો સંસ્થાની મોહતાજી છોડી , એડમીશનની ફિકર વિના કેવળ સ્વ-શિક્ષણથી જ વિશ્વવિખ્યાત સર્જકો-કલાકારોને પણ બે વાત શીખવાડે એવો જ્ઞાનીધ્યાની થઇ શકે . પોતાની જાતને એટલી હદે ઉતમ જાતે જ ઘડી શકે. આ સંઘર્ષ અને નવું શીખતા રહીને જીવતા રહેવાની વૃતિ પણ એક તાપ છે અને એવા તપસ્વી એ સંત નહિ, સક્ષાત વસંત છે.

                બોલો, ફક્ત પરિક્ષાના સારા ન જાય, એટલા માત્રથી કે સમાજ શું કહેશે એ શરમથી આપઘાત કરવાનું કે ભણવાનું મુકીને 'રણછોડ' બનવાનું નક્કી કરશો ? કે મોરારીબાપુની માફક પોતાની જાતને પરિક્ષાઓથી પર એવી બહેતર બનાવવાનો સંકલ્પ કરશો ?   

                        ***********************************

                ૧૯૯૬નો ફૂટબોલ વર્લ્ડ કપ યાદ છે ? દુરદર્શન પર પહેલી વાર ક્રિકેટ સિવાયની ટુર્નામેન્ટનું મોટા પાયે પ્રસારણ થયું હતું . આર્જેન્ટીનાનો ડિયેગો મારાડો  એનાથી  જીવંત દંત કથા બની ગયો હતો . એ વર્લ્ડ કપ માં જોકે સૌથી વધુ ગોલ ઈંગ્લેન્ડના કેપ્ટન લીનેકરે સૌથી વધુ ગોલ કર્યા હતાં . લીનેકરને પુછવામાં આવ્યું કે, 'રાઇટ પ્લસ એટ ધ રાઇટ  ટાઇમ ' નાં ટીપીકલ એટિટયુડ થી  એને આ સફળતા મળી ? અને લીનેકરે આલાતારીન જવાબ આપ્યો કે : 'નો, યું હેવ તું બી ઇન ધ રાઈટ પ્લસ ઓલ ઓફ ધ ટાઇમ ...ઘેન સમ ટાઇમ્સ બોલ કમ્સ ટુ યુ ! તમારે હરહમેશ સાચી જગ્યાએ હરદમ તૈનાત થઇ ઉભા રહેવું જ પડે ..  પછી ક્યારેક બોલ તામતી પાસે આવી ચડે અને તમે એને કિક લગાવી ગોલ કરી શકો  !

                પરફેક્ટ ! આ ખંત , આ સંઘર્ષ, આ જીજીવીષા નાં હોય તો જિંદગી તો ચંચળ છે.  

 

ઝટ છટકીને ફટ ઉડી જશે. દરેક વ્યક્તિનાં જીવનમાં વારંવાર નહિ, પણ ૯૦ મિનીટસની ફૂટબોલ મેચમાં ૫-૬ વાર ગોલ નજીક આવે  એમ અમુક તબ્બકે તક આવતી હોય છે . જે પુરુષાર્થથી ' તન ' તંદુરસ્ત અને પ્રાર્થનાથી  'મન ' દુરસ્ત હોય, એણે બસ પ્રતિક્ષા કરવાની રહે ગોલ માટે બોલની !પછી વર્લ્ડ કપના પ્રલોભન હોય કે નિષ્ફળતાની આશંકાનો ગભરાટ હોય , બધું જ પડતું મુકીને બસ ઝુકાવી દેવાનું . જો નિષ્ફળતા થઇ હતાશ બનશો તો નિષ્ફળતા ભાડુઆત  હા , પણ ખુદ શિક્ષાન તમારી પાસે પરિક્ષા દેવા આવે, વિરાટ વ્યક્તિત્વ પેદા કરવું હોય તો નિત્ય નવીન શીખતા રહેવું, સમજતા રહેવું તાપ કરતાં રહેવું પડશે . પેલા પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતિક્ષાનાં ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવી પડશે !

ઉંચે નીચે રસ્તે ઓંર મંઝીલ તેરી દુર, રાહ મેં રહી રૂક નાં જાના હો કર કે મજબૂર  ! ઓલ ધ બેસ્ટ !

                                *** પાવર પંચ  ***

                                કબીર લોહા એક હૈ , ગાઢને મેં હૈ ફેર

                                તાહી કા બખ્તર બને, તહી કિ સમશેર .

 જો ટટ્ટાર ગરદન અને ખૂંખાર આંખો એને પડકારો કરશો તો સફળતા દોડતી આવીને ભેટી પડશે, ચુમીઓથી નવરાવી દેશે !

 હા , પણ ખુદ શિક્ષાન તમારી પાસે પરિક્ષા દેવા આવે, વિરાટ વ્યક્તિત્વ પેદા કરવું હોય તો નિત્ય નવીન શીખતા રહેવું, સમજતા રહેવું તાપ કરતાં રહેવું પડશે . પેલા પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતિક્ષાનાં ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવી પડશે !

ઉંચે નીચે રસ્તે ઓંર મંઝીલ તેરી દુર, રાહ મેં રહી રૂક નાં જાના હો કર કે મજબૂર  ! ઓલ ધ બેસ્ટ !

                                *** પાવર પંચ  ***

 મેરે હાથો કી ગરમી સે પીઘલ જાયેગી જંઝીરે,

મેરે કદમો કી આહટ સે બદલ જાયેંગી તકદીરેં