રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના , એમ થોડા અમે કંઈ મૂંઝાઈને મારી જવાના ?

ફૂગાઓ અર્થતંત્રમાં જ નહીં , પરિણામો માં પણ આવે છે . તમે કદાચ નેવું -પંચાણું ટકા લઈને ટોપર હશો .અને છતાં ય ગમતી ફેકલ્ટી કે ઇન્સ્ટીટયુટ તમને ટોપરાની જેમ રીજેકટ કરવાંમાં આવશે

ફૂગાઓ અર્થતંત્રમાં જ નહીં , પરિણામો માં પણ આવે છે . તમે કદાચ નેવું -પંચાણું ટકા લઈને ટોપર હશો .અને છતાં ય ગમતી ફેકલ્ટી કે ઇન્સ્ટીટયુટ તમને ટોપરાની જેમ રીજેકટ કરવાંમાં આવશે. તમારાથી એ જાજા ટકાવાળા હશે.! ઇટ્સ કોમ્પીટીસન ! ને બધાજ પ્રીમીયમ શર્ત પહેરે, તો પછી એ શર્ટ ને પ્રીમીયમ શર્ત કેવી રીતે કહેવાય ?                       બધા પાસે એકસક્લુજીવ ફોટા હોય , તોયે ફોટા એકસક્લુજીવ કેવો ? જર્મની એ બીજા વિશ્વયુદ્ધ માં ઝુકાવ્યું,એ પહેલા એવી આર્થિક બરબાદી હતી ,કોફી શોપ માં પગ મુકો ત્યારે ધારો કે કોફીના હાજર ડોઇશ માર્ક (જર્મન ચલણ ) હોય.... માંગાઓ ત્યારે એ નો ભાવ તેનો ભાવ બર્ષો ડોઇશ માર્ક થયો હોઈ , અને પીને બીલ ચુકવવા ઉભા થાવ ત્યાં પંદરસો ડોઇસ માર્ક હોઈ ! આછે ઇન્ફલેશન ! આપના એજ્યુકેશન સેકટર ની આ હાલત થઇ છે . ધીરે ધીરે અંતિમ પરિણામ વિગ્રહ અને વિનાશ જ હોઈ !ધીરે ધીરે બધાજ ૧૦૦% લઇ આવશે , પછી બોનસ પર્સન્ટેજ આપીને 'હન્ડ્રેડ પ્લસ ' ની રેસ કરવી પડશે! ઘોડાઓ ડર્બી માં દોડશે, તોજ દાવ લગાવનાર જીતશે ને !

                   ધારોકે , તમે આ બધી ચિંતાથી મુકત થઇ ગયા છો (બસ માં ધક્કામુક્કીમાં  જેણે સીટ મળે , એ પછી ઉભેલાઓ શમે નિહાળે ખરા ?)તમે સુપર ટોપર છો . મનગમતા કોર્સીસ માં એડમીશન મળે છે . ગર્વિષ્ઠ પેરન્ટસ મીઠાઇ નાં બોક્ષ ખોલે છે . આખબારમાં 'એક દિન ક સુલતાન ' ની માફક તમારી તસવીરો છપાઈ છે .પછી? મીનળ વેલ , સારી કમાણીવાળી કરિયર તો બનશે . પણ તમે પછી ખોવાઈ જશો . (સારી કામાણી તો જુહુની ફૂટપાથ પરનાં પાનવાળા પણ કરે છે , અને તમારા ગામમાં દૂધ વેચવાવાળા પણ !) વાત માત્ર સુખથી જીવવાની હોઈ તો ફાઈનલ . સારા કોર્સ માં એડમિશન મળવાથી તમે સિક્યોર્ડ હાઈ લાઈફ જીવાવાનાછો  પણ વાત તો 'ટોપર' ની  હૈ છે ખરું ને ! એ જ ટોપર્સની ને, જે બધા કડી ટોપર નાં રહેનાર ધીરુભાઈ અંબાણીની કંપની માં નોકરી મેળવવાના જોતા હોઈ ! (ગાઈડબૂકના એક વિખ્યાત અને સફળ ગુજરાતી પ્રકાશક ખુદ દસ પાસ છે , એવા અહેવાલો આવ્યા છે )

                   અને કાં  તો . તમારી હાલત 'નાં ખુદી ભિ મિલા , નાં વિસાલે સનમ ' જેવી થઇ ગઈ હશે મતલબ, તમે બારમું  કુદાવી ગયા હશો , પણ ટકાવારી થોડી ઓછી હશે . થતું હશે કે  આના કરતાં તો નાપાસ થયાં હોત તો સારું હોત નાપાસ થયેલાં વળી નાસીપાસ થઇને વિચારતા હશે કે 'તમે લઇ ગયા ,અમે રહી ગયા !' બારમું થઇ ગયું , હવે તેરમાની તૈયારી આટલી મહત્વની  પરિક્ષામાં ગાડી ચુકી ગયા , હવે મંઝીલ કેવી રીતે મળશે ? આવો વિચાર આવે પછી પ્રેરણાના પુષ્પોના પામરત જેવી પંક્તિઓ ફીક્કી લાગે . આશ્વાસનનો  ઓળીપો સુકાયેલી મહેંદીની માફક ખરી પડે . સંઘર્ષ અને સફળતાના કિતાબી દ્રષ્ટાંતો કાલ્પનિક કચરાપટ્ટી લાગે ...

                   તો પ્રિય બર્મેશ્વારો, તમે ટોપર હો કે ડમ્પર હો ,વાંચો તમારા જેવા એક બારમામાં બારે વ્હાણ બુડાડી દેનાર બુડબકની સત્યકથા .....

 

                   એક છોકરો તેજસ્વી હતો . ગામમાં વખાણ થતાં એટલે નહિ, પણ એને લાગતું કે એ જરા ફાસ્ટ લર્નર છે , સાહેબો ભણાવે એના કરતાં વધુ જાણે છે, એટલે . પાઠ્યપુસ્તકો કરતાં વહેલા અને પહેલા એ વિષય  પર વધુ વાંચી ચુક્યો છે . અહેસાસ એનામાં આત્મવિશ્વાસ  પ્રગટાવતો. એનું ઓબ્ઝરવેશન અને એનાલીસિશ શ્રેષ્ઠ હતું . ભારેખમ પાઠ્યપુસ્તકમાં અને રમુજો સુજતી. એના સપના એટલા બધા હતાં કે એમાં 'બોર્ડ ફસ્ટ ' આવવાનું ડ્રીમ વૈતિંગ લિસ્ટમાં જ રહેતું , પણ એને ઉતરતી કક્ષાનું પરફોર્મન્સ આપીને 'સેકન્ડ ફિડલ' થવું જરી ગમતું નહિ .ડીલર નાં થવું ,પણ લીડર થવું એ એની આદત બની ચુકી હતી.

                   સાયન્સ એને કંપાસની સોયને ધ્રુવ પ્રદેશનું ચુંબકત્વ ખેંચે , એમ આકર્ષતું . જીવનના ,પ્રકૃતિના ,સુખસગવડોનાં અઢળક રહસ્યોના ગર્ભમાં પ્રવેશીને ધીંગામસ્તી કરવાં ની હોશ હતી . વિજ્ઞાન -ગણિત ફક્ત સ્કોરિંગ નહિ , 'રોરિંગ ' (ગર્જતા) સબ્જેક્ટ એને માટે હતાં .સાયન્ટીસ્ટ  થઈને સિવિલ સર્વિસ એવી એની એક સીડી હતી ....

                   ની 12 સાયન્સનું પરિણામ આવ્યું . ધબડકો ! ચાલુ થિયેટરમી લાઈટ જય એવું કલુડીબાંગ અંધારું ! ગુજરાતી જેવા ભાષાના વિષયમાં ય કશું ઉકાળેલું નહિ ! સંસ્કૃત જેવા પ્રાણપ્રિય વિષયમાં એબ્સન્ટ ! ગણિતમાં અંકશાસ્ત્ર નો અદ્ભુત અંક શૂન્ય ! ફોલોઓન થયાને હારેલી ટીમે જેવી ફેલ્યોર !...એ બાત કુછ હજામ નહિ હુઈ ! છોકારેયે ચકારાવે ચડી ગયેલું મગજ ખંજવાળી નાં શકવાને લીધે માંથું ખંજવાળ્યું પોતાના ડાબા હાથ નો ખેલ ગણાતા સબ્જેક્ટમાં જમણા હાથે બધું લખ્યા હોવા છતાં આવું પરિણામ ? ને વળી ગેરહાજર /

                   એ જમાનામાં બોર્ડમાં કઈ ઉતરવહીઓ દર્શાવવાની છૂટ નહતી . મતલબ પૂર્વજ તમારી પાસે નાં હોય એવા કેસમાં નીર્દોષ છૂટી બતાવવાનું ! હાથે પગે બેડી બાંધીને ચાવી દરિયામાં ફેંકી દેવાની યુક્તિ જાદુગર હુડી ની પાસે હોય , હરીનાં લાલો શું કરે ? બારમાવાળા બચોલીયાયે પહેલી વાર ગાંધીનગર જોયું . બોર્ડે હડધૂત કરીને કાઢી મુક્યો . ''અહી બધા આવનારને એમ જ લાગે છે કે અમે જીનીયસ છીએ ,અને આમારી સાથે અન્યાય થયો છે ! છોકરો તમારો ડોબો હશે , એમાં અમે શું કરીએ ?'' એવું છાકારને ઠપકાને બદલે ઠાઠમાઠ જ આપનાર હુંફાળા પેરેન્ટ્સને કહેવા માં આવ્યું ! નગદનારાયણની  જય બોલાવો તો નગુણાને ગુણ આવે એવી સલાહ મળી .

                   ખેર , જિંદગીની લીલી-સુકીનો પુરતો અનુભવ નહોતો , એટલે છોકરાએ અદાલતે ચડવાનો નિર્ણય લીધો . અનુભવી વકીલ સાહેબોની  આંખોમાં પણ છૂપો રમુજી તિરસ્કાર દેખાયો ..... 'ઠીક છે , મિયાં પડયા અને તંગડી ઉંચીના ન્યાયે , માત્ર હોશિયારીનું લેબલ પડોસમાં ટકાવવા માટે આ બધા ખેલ માં -બાપ  કરતાં લાગે છે ! રાબેતા મુજબ પોલીસ સ્ટેશન , કોર્ટ  અને હોસ્પિટલનાં પગથીયા ચડો અને જે થઇ એ જ થયું .પૈસા ગયા, સમય ગયો, દળી દળી ને ઢાંકણીમાં ઉઘરાવ્યા પછી પણ એજ થયું કે ગુમાયેલી ઉતારવહીના અભાવમાં કાં 'અગ્રીગેટ  માર્ક્સ 'ની અપીલ થાય , કાં પરિક્ષા ફરીથી દેવી પડે ! અંદરખાને ક્યાં શું કાચું કપાયું હતું ષે તો વડાપ્રધાનોની હત્યામાં પણ બહાર નથી આવતું , ત્યાં અહી શું થાય ? ને ફરીથી પરિક્ષા જ  દેવાની હોય તો વરસ લડતમાં બગાડવાનો શો અર્થ ? છ મહિનામાં ફેસલો આવી જાત ,ને એ તો 'મેમરી ટેસ્ટ ' હોઈને બધું તાજું યાદ હોત !

                   ઘેર ભણેલા એ છોકરાને આમ પણ ભણવાની આ નવી સીસ્ટમ બહુ માફક આવતી નહોતી . એને આવેશ માં નક્કી કર્યું. ભણવું જ નથી ! ખેલ ખતમ . મમ્મી -પપ્પાએ હરફ નાં ઉચારયો .એક વધુ વીતી ગયું . છોકરાએ ટેસડા કારયા .લાઈબ્રેરીને ઉધઈની જેમ વીંખી-પીંખીને વિશ્વસાહિત્ય ની સફર કરી . પણ સતત પીઠ પાછળ  ટીકા મળે 'બારમામાં કઈ નાં ઉકાળ્યું . મા-બાપના જોરે તગડ ધીના કરશે આ બાઘો બોચિયો !' એક એક માણસને કઈ ખુલાસો કરવાં જઇ નાં શકાય!

                   સેલ્ફ રીયલાઈઝેશન પ્રોસેસમાં  એ છોકરાને થયું કે, આતો લડયા પહેલા ની હાર છે. કપાળે ચોંટેલું કાયમી કલંક છે . આનો તો બદલો લેવો જોઈએ . દુનિયાએ થૂંકેલું એના જ મોએ ચટાડવું ! સિસ્ટમ નો હરિને વિરોધ કરીશ ,તો હતાશાનો બળાપો ગણાશે . જીતીને કરીશ તો પ્રીતાભા નો પ્રભાવ ગણાશે ! દલીલો કરવાથી લોકોના મો બંદ થતાં હશે ,મન નહિ.

                   અને એને અચાનક સ્ટ્રીમ બદલાવી પરિક્ષા આપી . નક્કી કરેલું કે આ ગોખણપટ્ટી ની પદ્ધતિની કોઈ પણ પરિક્ષા માટે કદી આખું વરસ આપવું નહિ . જેથી 'વરસ બગડ્યા ' નો અફસોસ નાં રહે ! એક મહિનાની જ 'સ્માર્ટ ' તૈયારી કરવી . તરીક અને લાન્ગ્વેજ થી જવાબ લખવા . ફસ્ટ કલાસ થી બારમું કુદવવું . એ જ રીતે મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી મેળવવી . વધારાનો સમય ફાલતું માર્ક્સ મેળવવાને બદલે જીવન ઘડતર , વ્યક્તિત્વ વિકાસ અને લેખન-વાંચન-કોમ્યુનિકેશની તાકાતની ધાર કાઢવામાં વિતાવ્યો .સાયન્સ ની સ્ટ્રીમ છૂટી પણ રસ નહિ ! કોલેજ માં ભણતા ભણતા 'ભાભા ઓટોમ રીસર્ચ સેન્ટર ' ની નિબંધ સ્પર્ધા જીતનાર પ્રથમ નોન સાયન્સ ગુજરાતી સ્ટુડન્ટ  બન્યો ! ૭ દિવસ વિજ્ઞાની ઓ સાથે 'બાર્ક' માં રહેવું મળ્યું . વિજ્ઞાન પ્રોફેસરોને એના નામ નાં સાંભળીય હોય એવા મેગેજીન તેણે વાંચવાનું શરુ કર્યું . અને ખર્ચ એ જ્ઞાન વહેંચી ને જ  વાસુલ કર્યો .ચિક્કારટીવી ફિલ્મો જોયા ટેલેન્ટ સાથે નેટવર્ક જોઈએ , એ સત્ય નાં સાક્ષાત્કાર પછી સંબંધો નાં સમીકરણો લંબાતા ગયા .અને બારમાં સરવાળે ત્રણ ' ઊઠિયન' સાબિત થયેલો એ છોકરો ૨૭ વર્ષ ની ઉમરે મેનેજમેન્ટ , કોમર્સ અને કમ્પ્યુટરની કોલેજની પ્રિન્સીપાલ થયો . એકેડમીક્સમાં સિલેબસ સબ્જેક્ટ કરતો થયો . 'પેન્શનહન્ગ્રી પોટેટો' બનાવી દેતી એ જોબ પણ અપૂરતા બેંક બેલેન્સે અને પુરતા જોખમે છે સ્વમાનથી ફગાવી દીધી . એજ્યુકેશન સિસ્ટમ કેવી પોલી છે .અને પોતે લુજર નથી એટલો પોઈન્ટ જ સરવાળે પ્રૂરવાર કરવાનો હતો ને !

                   અખબારો માં એણે સાયન્સના લેખો લખ્યા . વિદેશોની બેસ્ટ સાયન્ટીફીક રીસર્ચ ઇન્સ્ટીટયુટની મુલાકાતો લીધી . સાયન્સની ડિગ્રી કામ સે  કામ પાંચ-પંદર ઓળખીતા નહિ ,આખું રાજ્ય નોંધ લે એવી ઓથોરીટી એને સાબિત કરી બતાવવી હતી . કાળનું આખું ચક્ર તો ત્યારે ફર્યુ કે બોર્ડના જ આચાર્યો -શિક્ષકોના સમારંભમાં શિક્ષણ પધ્ધતી પર વ્યાખ્યાન આપવાનું એને આમંત્રણ મળ્યું! પ્રોફેસરોને કાયમી તાલીન આપતી ફેકલ્ટી બન્યો . એક પરિક્ષા કે એક દિવસના ટોપર ને બદલે કોન્સ્ટન્ટ નોલેજ ;એક્ષ્પેટાઇઝ ,પેર્ફોર્માંન્સથી પબલિક માર્કશીટ ને ભૂલી જાયને એને તો પેપર સમજે એ નેમ પૂરી થય.એ સ્લો બટ સ્વીટ રિવેન્જ વોઝ ટેકન ! સકિંગ સિસ્ટમ ,કમ ઓન , હો ઇસ ધ ટોપર, અલ્ટીમેટલી ?

                   આ કથા જેણે શબ્દશ: સાંગોપાંગ જીવી છે, એ જ તમને આ પત્ર લખી રહ્યો છે , રીડર બિરાદરો ! જો જમાનો ન્યાય ન તોળી શકે ,તો થોડી ધીરજ અને હિંમતથી એને એની ગલતીનું ભાન થાય , ત્યાં સુધી તાકી રહી . બર્મને અંતિમ તક સમજીને નાં સફળતાથી હરખાઈ જાવ ,નાં નિષ્ફળતાથી ગભરાઈ  ન જાવ . ફાઈટીંગ સ્પીરીટના રૂપાળા કવિતડાં જેવા શબ્દોની જાદુગરી કરવી, અને ચુપચાપ મક્મતાથી નેગેટિવ આશંકા નજર સામે હોવા છતાં પોઝિટીવ આશા રાખીને કામ કરવું એમાં ઘણો ફરક છે. વીરતા એ વાતો ની પ્રક્રિયા નથી. જીત નાં મળે ,તો પણ જંગ લડવાનો છે અને લડવાનું છે , તો સતત સજ્જ બનીને જ ઝુકાવવાનું છે. વેઈટ , નિયતિ ક્યારે કેવો અને કયો વળાંક લઇ આવશે. આપણે જાણતા નથી, પણ ચાલવાનું તો આપણાં જ પગથી છે, એટલું જાણીએ છીએ ને ! જબ તક હૈ દમ  , આગે બઢા અપને કદમ !

                   લિખિતંગ .......જેની હયાતી જ શિક્ષણ પદ્ધતિ મજાક છે એવો એક 'જય'

                                                                                      (શીર્ષક : અમૃત ઘાયલ )