બારડોલી: બારડોલી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા ફોર વ્હીલર LMV વાહનો માટે નવી GJ19CB નંબર સિરીઝનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો 2થી 4 નવેમ્બર દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ 4થી 6 નવેમ્બર દરમિયાન ઓનલાઈન હરાજીની પ્રક્રિયા યોજાશે.

રજિસ્ટ્રેશન અને હરાજીની તારીખો
રજિસ્ટ્રેશન: 2થી 4 નવેમ્બર
ઓનલાઈન ઈ-ઓક્શન: 4થી 6 નવેમ્બર

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છુક વાહનમાલિકોએ પરિવહન વિભાગની ફેન્સી નંબર વેબસાઈટ પર પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યારબાદ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી દ્વારા નક્કી કરાયેલી સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લઈ શકાશે.

અરજી માટે સાત દિવસની સમયમર્યાદા
પસંદગીના નંબર માટેની અરજી સેલ ઇનવોઈસ અથવા વીમાની તારીખમાંથી જે તારીખ વહેલી હોય, તે તારીખથી સાત દિવસની અંદર કરવાની રહેશે.

કચેરીની યાદી મુજબ, પસંદગીના નંબર માટે કરાયેલી અરજી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન અરજદારને પસંદગીનો નંબર ન મળે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી કોઈ નંબર ફાળવી શકાય નહીં, તો અરજીની તારીખથી 60મા દિવસે એટલે કે અંતિમ દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવવામાં આવશે.

60 દિવસ બાદ રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવણી
નક્કી કરેલી સમયમર્યાદામાં પસંદગીનો નંબર ન મળે તો અંતિમ દિવસે રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવાશે. આ ફાળવણી સામે અરજદાર વાંધો ઉઠાવી શકશે નહીં.

આ અંગેની માહિતી બારડોલીના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જાહેર કરાયેલ યાદીમાં છે.