Page Views: 42767

એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું બ્લડ કેન્સરને કારણે દુઃખદ અવસાન

ગુજરાતી સિને જગતમાં શોકનો માહોલ

અમદાવાદ-28-11-2020

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું છે. કચ્છની ધરતી નિર્માણ પામેલી આ સ્ત્રી સ્વતંત્રા પરની ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. ભૂમિને બ્લડ કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જિંદગીનો જંગ હારી ગઈ છે. ભૂમિ પટેલના દુઃખદ અવસાનને કારણે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું છવાઈ ગયું છે. ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતેલી હેલ્લારો ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું હતું. તેમના નજીકના વર્તૂળોમાંથી મળતી વિગતો પ્રમાણે ભૂમિને બ્લડ કેન્સરની જીવલેણ બિમારી લાગુ પડી હતી.  ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને તેની સારવાર પણ કરવામાં આવી હતી. જોકે, અંતે કેન્સરની સામે અભિનેત્રીએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતી સિનેમાંમાં હેલ્લારો જેવી યાદગાર અને એક શ્રેષ્ઠ ફિલ્મમાં પોતાના નૃત્ય થકી નામના મેળવનારી ભૂમિના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે. ભૂમિ પટેલને ગુજરાતી દર્શકો અને તેના બહોળા ચાહક વર્ગ દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી છે.