Page Views: 19158

નામ કમાવવા કયારેય કોઇ ફુલ ખીલતુ નથી

નૈસર્ગિક રહો આપોઆપ નામ થશે

અમદાવાદ-દિપેશ ભટ્ટ દ્વારા

ફુલ ઉગે છે ત્યારે એનો એક જ ધ્યેય હોય છે બસ સુગંધ ફેલાવવાનો અને જેમ જેમ તે ભગવાન પર કે અન્ય કામો મા વપરાવવાનો શરુ થાય છે અને એ પોતાની ઓળખ ગુમાવતું જાય છે ભગવાન ને શરણે જઇ પવિત્ર બની જાય અને ફુલ તરીકે ની ઓળખ ગુમાવતું જાય. આપણુ પણ આવુ જ છે સારા માણસ ની છાપ ભલે હોય આપણી સારપ નો ઉપયોગ તો લોકો પોતાની જરુરીયાત મુજબ જ કરશે પરંતુ જે ક્ષણે તમે તમારી સારપ ખાલી તમારા અંગત માણસો માટે જ રાખશો તો તે પણ ઓળખ ગુમાવતા જતા હો એવું લાગશે. વાત નૈસર્ગિક રહેવાની છે ફુલ જેમ તડકો હોય ટાઢ હોય કે વરસાદ એને તો ખીલવુ જ છે એમ આપણે બસ જીવવું જ છે તો તકલીફ નહી પડે પણ જેવા વધારાનો પ્રયત્ન કર્યો તમે તમારી નૈસર્ગિકતા ગુમાવતા જશો, આ બધુ વાચતા અને સમજતા અઘરું લાગે પણ એક વાર નૈસર્ગિક બનો એની જાતે ખીલશો અને એની જાતે સુવાસ ફેલાશે. આપણે ત્યાં એવુ કહેવાય છે કે, ઝરણાની જેમ ઉછળ કુદ કરતા રહો, નદીની જેમ વહેતા રહો, દરિયાની જેમ ઘુઘવતા રહો, જીવનનું સુમધુર સંગીત ગણગણતા રહો... બસ તમે જે છો એ મુળ સ્કરૂપને પકડી રાખો, અને ખાસ સમાજ અને દૂનિયાને જરૂરી હોય એવી એક પણ વસ્તુ તમારી પાસે હશે અને તમે જંગલમાં જતા રહેશો તો લોકો જંગલમાં પણ તમારી પાછળ આવશે. મુળ વાત તમારા રૂટસ સાથે જોડાઇ રહેવાની છે અને નૈસર્ગિક શક્તિઓને ખીલવીની જીવન જીવવામાં મજા છે.

મને એટલે જ ત્રિકાળ સંધ્યા નુ એક ગીત ખુબ જ ગમે છે .

 તડકા છાંયા કે વા વર્ષા ના વાયા તોયે કુસુમો કદી ના કરમાયા,

ઘાવ ખીલતા ખીલતા ખમે મારુ જીવન સુગંધી બને.