Page Views: 13456

આખરે ઘી ના ઠામમાં ઘી પડ્યું- સુમુલ ડેરીના ચેરમેન પદ પર માનસિહ પટેલની તાજપોશી

રાજુ પાઠક ઉપ પ્રમુખ પદ પર રહેશે

સુરત-24-11-2020

સુરતની સુમુલ ડેરીના 4500 કરોડના મલાઇદાર વહીવટને હસ્તગત કરવાના જંગમાં આખરે ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું છે અને માનસિંહ પટેલને સુમુલ ડેરીના પ્રમુખ પદની તાજપોશી કરવામાં આવી છે અને વહીવટ માટેની  ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આજે 16 ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારના ચેરમેન અને વાઈસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી. જેમાં માનસિંહ પટેલને પ્રમુખ તરીકે અને રાજુ પાઠકને ઉપ પ્રમુખ તરીકે સભ્યો દ્વારા ચૂંટવામાં આવ્યા છે. ગત તા.8મી સપ્ટેમ્બરે થયેલા મતદાન વખતે 2 પ્રતિનિધિઓના મતને અલગ કવર જ્યારે 16 ડિરેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારના મતને અલગ કવરમાં બંધ કરીને ટ્રેઝરીમાં જમા કરાવવામાં આવ્યા હતા. આજે 16 ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારના ચેરમેન અને વાઈસ ચેરમેનના ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી. ચૂંટણીના દિવસે જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સુમુલના ચેરમેન પદ્દે માનસિંહ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજુ પાઠકને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જે બંનેનો વિજય થયો છે. માનસિંહ પટેલને પ્રમુખ માટે 15 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર ભરત પટેલને 2 મત મળ્યા હતા.જેથી પ્રમુખ પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે રાજુ પાઠકને ઉપપ્રમુખ માટે 14 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર સુનિલ ગામીતને 3 મત મળ્યા હતા. જેથી ઉપપ્રમુખ પદે રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.

ચેરમેન પદે માનસિંહ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલની ચૂંટણી બાદ આખો મામલો હોઈકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ આજે મતગણતરી કરવામાં આવી હતી. સુમુલ ડેરીમાં 7 ઓગસ્ટે ના રોજ ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી મતદાન કરવા માટે 2 પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણુંક સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી. જેની સામે ચૂંટાયેલા 2 ડિરેક્ટર ભરત પટેલ અને સુનિલ ગામીતે વાંધો લેતાં મામલો હાઈકોર્ટ ગયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર પાસે નિમણુંકની પ્રક્રિયા અને ક્યા આધારે 2 પ્રતિનિધિઓની નિમણુંક થઈ હોવાની હાઇકોર્ટે પુચ્છા કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે ચુકાદો આપતાં 2 સરકારી પ્રતિનિધિઓની નિમણુંક રદ્દ કરી હતી.