Page Views: 6581

સુરતમાં બ્રાન્ડેડ કંપનીની વસ્તુ ખરીદતા પહેલા ચેતજો, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ વેંચનાર ઝડપાયો

વરિયાવી બજારમાં પોલીસે છાપો મારી રૂ.4.10 લાખના શુઝ જપ્ત કર્યા

સુરત-11-11-2020

શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓની ચીજ વસ્તુઓ ખાસ કરીને કપડા અને શુઝ ડુપ્લીકેટ માર્કાથી વેંચનારાનો રાફડો ફાટ્યો છે સીઆઇડી ક્રાઇમથી માંડીને અનેક પોલીસ બ્રાંન્ચ દ્વારા છાશવારે આવા લોકોને ઝડપી પાડવામાં આવે છે ત્યારે પીઆઈ ઓસ.જે.ભાટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મંગુભાઈને એવી બાતમી મળી હતી કે, ઝાહીદ મોહમંદ મીયાં વાહેદકલામ બીલ વગરના નાઈકી, અડીદાસ જેવા ઈન્ટરનેશનલ બ્રાંડના શુઝનું વેચાણ કરે છે અને હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને પોતાની લાલગેટ વરીયાળી બજાર કોળીવાડ ખાતે મીરઝા સ્વામી હોલની સામે આવેલ ઓફિસમાં સ્ટોક કરી રાખ્યો છે. પોલીસે ચુસ્ત જાપ્તા સાથે રેડ પાડી હતી. જેમાં ઝાહીદ મંહમંદમીયાં વાહેદકલામ (રહે, દેનાવિહાર સોસાયટી અડાજણ પાટીયા)ઓફિસમાં કાર્ટુન બોક્ષ નંગ-6માંથી નાઈકી, એડીદાસ અને ફિલા કંપનીના શુઝની જાડી નં-410 શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 4.10 લાખ થાય છે. આ ઉપરાંત પુઠાના બોક્ષ, અને પ્લાસ્ટિકના થેલીઓ પણ મળી આવી હતી. પીસીબીએ ઝાહીદ કલામને મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા કોઈ બીલ ચલણો કે અન્ય કોઈ પુરાવા તેની પાસે નહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ કુલ રૂપિયા 4 લાખ દસ હજારનો  મુદ્દામાલ કબજે કરી ઝાહીદ કલામની ધરપકડ કરી હતી.