Page Views: 8591

કેટલાક લોકો સુખ ભોગવી નથી શકતા કારણ કે તેઓ ને સુખ ભોગવતા જ નથી આવડતુ

લક્ઝુરીયસ કારમાં લોંગ ડ્રાઇવમાં કદાચ આનંદ ન મળે પણ આવડત હોય તો અલ્ટોમાં પણ તમે પરિવાર સાથે મોજ કરી શકો

અમદાવાદ-દિપેશ ભટ્ટ દ્વારા

આજ કાલ એક પત્ર વાયરલ થયો છે .

રવિશકુમારે અર્નબ ગોસ્વામી ને સંબોધી ને લખેલો પત્ર આપણે એની રાજકીય કે બીજી કોઇ બાજુ વિશે ચર્ચા મા પડવાની જરુર નથી. એ કામ એ લોકો કરે છે અને બરાબર જ કરતા જ હશે તો એમને આટલુ મોટુ વળતર બૂમબરાડા પાડવાનું મળતુ હશે ને.એમા એક વાત કરી છે કે પોલીસ જ્યારે પણ છોડશે ત્યારે તે પોતાના ઘરે રહી થોડા દિવસ આનંદ કરે અને દરિયા સામે આવેલી ઘર ની બાલ્કની મા બેસી કૉફી મારુ ઉમેરુ તો બીયર પણ પીવાય  પીતા પીતા અરબ સાગર ની ઠંડી ઠંડી હવા નો આનંદ ઉઠાવે. આ વાત એમણે એમ કહી ને કરી કે કામ ના દબાણ હેઠળ આ બધુ ન કરી શકવાને કારણે કયારેક ખોટા રસ્તે જવાઇ જાય છે .આપણે જે કાઇ દોડધામ કરીએ છીએ તે છેલ્લે આપણા અને આપણા કુટુંબ ની સુખ સાહેબી માટે .ઘર મા વીસ બાય ત્રીસ નો ડ્રોઇંગ રુમ એટલા માટે નથી બનાવતા કે મહેમાન આવી વખાણ કરે પણ એટલા માટે બનાવીએ છીએ આખુ ઘર ત્યા બેસી સારી ફિલ્મ સાથે બેસી જુવે અને આનંદ મેળવે ક્રિકેટ ની એકદમ રસપ્રદ મેચ જોવા ભેગા થયા હોઇએ અને દરેક દડો અલગ જ અનુભૂતિ કરાવે મેચ ભલે મેદાન મા જીતાઇ હોય પણ ઉજવણી આપણા ડ્રોઈંગ રૂમ મા થાય.જરુરી નથી એસયુવી કે લકઝરી કાર મા જ કુટુંબ સાથે બેસી લોગડ્રાઇવ નો આનંદ મળે જો આનંદ કરવો જ હોય તો અલ્ટો મા પણ મળે.આપણે જીવનભર જે સંશાધનો કમાવવા મહેનત કરી હોય છે તે માણી નથી શકતા તે કડવી વાસ્તવિકતા છે. કમાવવુ જરુરી છે પણ તે કયા અને કેવી રીતે વાપરવું એ અગત્ય નુ છે .યુ ટ્યુબ પર એક ફિલ્મ છે દસ વિદાનીયા ( આખરી આવજો ) જેમા વિનય પાઠક છે આ ફિલ્મ મા જીવન કેવુ જીવાય એ વિશે ખુબ જ સુંદર સંવાદો છે. તેમા ફિલ્મ નો નાયક પૈસા કમાવવા દિવસ રાત એક કરી નાખતો હોય છે અને અચાનક એક દિવસ નાની શારીરીક બિમારી થતા ડોકટર ને બતાવે છે અને તે બિમારી ગંભીર જીવલેણ નીકળે છે અને તે થોડાક જ દિવસો નો મહેમાન છે તેવી ખબર પડે છે. ત્યારે તેને મરવા કરતા જે માણવા માટે આખુ જીવન દોડધામ કરી તે કયારેય ન માણી શકયો તેનો જે અફસોસ બતાવ્યો છે તે ખરેખર કાબિલે તારીફ છે. બસ આપણે પણ એ જ સમજવાનું છે કયારેક તો કશુ નિમિત બનશે પણ આપણે કમાવવાની ભાંજગડ મા માણવાનું ના ભુલી જઇએ. અફસોસ એ નહી કરવાનો કે ત્રણ બેડરૂમ કેમ નથી આનંદ તો એક બેડરુમ ના ઘર મા પણ એવો જ રાખવાનો. કયારેક તમારા કમાયેલા ને માણજો તો જે દિવસે માણ્યું હશે તેના બીજા દિવસે જ એનાથી વધારે કમાવવાનુ જોમ આવશે.