Page Views: 9045

દેશમાં સૌથી વધારે કોરોના રિ-ઇન્ફેકશનના કેસ અમદાવાદમાં નોંધાતા ખળભળાટ

આવનારી સ્થિતિ વધારે ગંભીર બનવાના એંધાણથી રાજ્યના આરોગ્ય મંત્રાલયમાં બેઠકોનો દૌર શરૂ થયો- નવી ગાઇડ લાઇન આવી શકે છે અમદાવાદ-સુરત-રાજકોટ જેવા મોટા શહેરોમાં

અમદાવાદ-9-11-2020

સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો ઇન્ફેક્શનના કેસ નોંધાવાની શરૂઆત થતા ચિંતા જનક સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં 18મી ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં આઠ રેસિડન્ટ ડોક્ટરને કોરોનાનું રિ ઇન્ફેકશન લાગ્યુ છે જે પૈકી ત્રણ ડોક્ટરને સિમ્ટોમેટિક અને છ ડોક્ટરને માઇન્ડ ઇન્ફેકશન હોવાનું ધ્યાન પર આવ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાના રિઇન્ફેકશનના નવા 9 કેસ માત્ર અમદાવાદમાંથી જ સામે આવતા આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને જે રિ ઇન્ફેકશનના કેસ સામે આવ્યા છે તેમાં ઝપટમાં આવેલા ડોક્ટરોની ડ્યુટી કોવિડ-19ની હોસ્પિટલોમાં જ હતી અને તેઓ તમામ પ્રોટોકોલનું પાલન કરતા હોવા છતાં પણ તેમને ઇન્ફેકશન લાગતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તાબડતોબ મિટીંગોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.

))) અમદાવાદ બાદ સુરત રાજકોટમાં પણ સ્થિતિ વણસી શકે છે

સુરત અને રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે પરંતુ રિ ઇન્ફેકશનના કેસ સામે આવવાની શરૂઆત થતા હવે તંત્રને એ ડર છે કે રાજકોટ અને સુરત જેવા મેગા સિટી કે જ્યાં લોકોની સંખ્યા વધારે છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં ઉણા ઉતરી રહ્યા છે. ત્યાં કોરોના રિ ઇન્ફેકશનના કેસની સંખ્યામાં વધારો થઇ શકે છે અને તેના માટે તંત્રએ આગોતરૂ આયોજન કરીને લોક જાગૃતિ લાવવી પડશે એવુ લાગી રહ્યું છે. રાજ્ય સરકાર અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં નવી ગાઇડ લાઇન પણ લાવી શકે છે.