Page Views: 3683

ચેમ્બર ઓફ કોમર્સની ડીજીવીસીએલ અને ટોરેન્ટ કમિટીના ચેરમેન તરીકે મયુર ગોળવાલાની નિયુક્તિ

મયુર ગોળવાલાએ ચેમ્બર પ્રમુખ સહિત તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો

સુરત.7-11-2020
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ડીજીવીસીએલ અને ટોરેન્ટ કંપનીની કમિટી ના ચેરમેન તરીકે મયુર જયવદન ગોળવાલાની નિમણૂંક કરવામાં આવી છે. મયુર ગોળવાલાએ સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓપ.સોસા.લી ના સેક્રેટરી તરીકે પણ સુંદર કામગીરી કરી છે. તેમજ ઉદ્યોગના પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરતાં આવ્યા છે. મયુર ગોળવાલાએ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિનેશ નાવડિયા, ઉપ પ્રમુખ આશિષ ગુજરાતી સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.