Page Views: 9331

૫૦ વર્ષની ઉમરે દિક્ષા લેનાર તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મહરાજ સાહેબ કાળધર્મ પામ્યા

છેલ્લા આઠ વર્ષમાં ૫૦૦ થી વધુ અઠ્ઠમ તપની ઉગ્ર તપશ્ચર્યા, તેમજ ૩૩ ઉપવાસ, શ્રેણીતપ, વળી આ ચાતુર્માસમાં પણ ૧૭ ઉપવાસની આરાધના કરેલ

સુરત-(અજીત મહેતા દ્વારા)

સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે પૂ.આ. શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-રાજેન્દ્રસૂરિ સમુદાયના મેવાડદેશોદ્વારક આ. શ્રી જિતેન્દ્રસૂરિ મ.સા. ના શિષ્ય આ. શ્રી નિપુણરત્નસૂરિ મ.સા. ના પ્રશિષ્ય તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મ.સા. આજે આસો વદ પ્રથમ ૬,(કારતક વદ) તા. ૦૭/૧૧/૨૦૨૦ ના રોજ રાત્રે ૦૧:૪૮ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

મુળગામ ભીમ(મેવાડ)ના તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મ.સા.ની ઉમર ૫૯ વર્ષની હતી. જેમણે ૫૦ વર્ષની ઉમરે દિક્ષા લીધી હતી. જયારે દીક્ષા પર્યાયના ૯ વર્ષ દરમિયાન તેમણે પોતાના જીવનમાં છેલ્લા આઠ વર્ષમાં ૫૦૦ થી વધુ અઠ્ઠમ તપની ઉગ્ર તપશ્ચર્યા, તેમજ ૩૩ ઉપવાસ, શ્રેણીતપ, ભદ્રતપ (૩ વાર), સિદ્ધિતપ કરેલ વળી આ ચાતુર્માસમાં પણ ૧૭ ઉપવાસની આરાધના કરેલ હતી. પરિવારમાં ૧૦ દીક્ષા થયેલ છે.

જયારે તારીખ ૦૭/૧૧/૨૦૨૦ ના રોજ પ.પૂ.આ.શ્રી રશ્મિરત્નસુરિ મ.સા. આદિની નિશ્રામાં ઉછામણી બપોરે ૧:૩૦ કલાકે યોજાઈ હતી. જયારે બપોરે ૨.૩૦ કલાકે પાલખી યાત્રા કૈલાશ નગર જૈન સંઘ (નૂતન ઉપાશ્રય) પાર્શ્વનગર -૨ કોમ્પલેક્ષ કૈલાશ નગર ખાતેથી યોજાશે.