Page Views: 4770

એન્જલ્સ કાર્ડ રિડીંગ બાય પ્રીતિ જોષી

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે

સુરત-પ્રીતિ જે.જોષી દ્વારા (અડાજણ)

મેષ રાશી:LISTEN TO YOUR INTUITION

આજનો દિવસ સક્સેસફુલ રહેશે, તમારા અંતરાત્માને અવાજને સાંભળીને કાર્ય‌ કરવૂ, ઘર માટે કોઈ ખરીદી કરો તેવું બની શકે છે, કોઈ ના સાથ સહકારથી આગળ આવી શકશો, આજનો દિવસ પોઝિટિવ રહેશે, સંબંધો સારા રહેશે, કોઇ મહત્વનું કાર્ય કરવામાં ફરીથી વિચાર કરવો

Angel's msg :-મનમાં અથવા ઘરમાં કે વર્ક પ્લેસ પર બિનજરૂરી કચરો હટાવી દેવો, જેનાથી સમૃદ્ધિ આવશે

વૃષભ રાશી: ABUNDANCE

આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે, નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, લોંગ સમયથી ચાલી રહેલા કોઈ કાર્યમાં સફળતા મળશે, માન સન્માનમાં વધારો થશે, સંબંધો વધારે મધુર થતાં જણાશે, જમીન મિલકતની ખરીદી કરી શકશો, અથવા જમીન ને લઈને કોઈ લાભ પ્રાપ્ત થાય તેવું બની શકે છે

Angel's msg:- સમય સાથેનો બદલાવ જરૂરી છે, તમારી લાઇફમાં કોઈ ચેન્જીસ આવી રહ્યા છે આગળ જતાં તે લાભદાયક રહેશે

મિથુન રાશિ:NO!

આજનું કાર્ડ તમને હકારાત્મક વલણ રાખવાનું સૂચવી જાય છે, તમારી લાઇફમાં ખુશીઓ આવી રહી છે તેના પર શંકા કરવી નહીં, ઘણી વખત આપણા જ નેગેટિવ વિચારોને લીધે આપણે આપણી પ્રગતિ અટકાવીએ છે, પોતાના પર વિશ્વાસ રાખવો, બિઝનેસમાં ફ્યૂચર માટે પ્લાન કરશો, સંબંધોમાં જો મિસ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો તે ક્લિયર કરવી

Angel's msg:-ચિંતા છોડીને પોઝિટિવિટી પર ધ્યાન આપવું, આકાડૅ દર્શાવે છે કે સ્વામી માટે ચિંતા થાય તે બરાબર છે પરંતુ પોઝિટિવ વિચારી ને કાર્ય કરવાથી ફેમિલી માટે બદલાવ લાવી શકશો

કર્ક રાશિ: PERFECT TIMING

કોઈ અગત્યના નિર્ણયો કે મહત્વના કાર્યો માટે આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ છે, કોઇ વસ્તુ અથવા સપનાઓ પુરા થવાનું ટાઈમ ખૂબ જ નજીક છે, આજનો દિવસ તમારો પોઝિટિવ જશે, સારા સમાચાર મેળવી શકશો, બિઝનેસમાં તમારો સારો સમય શરૂ થઈ ગયો છે, સંબંધો પણ સુધરતાં લાગશે

Angel's msg:-વધારે પડતા લાગણીશીલ અને સેન્સીટીવ હોવાને કારણે તમે હટૅ થઇ શકો છો, પરંતુ પોતાની લાગણીને માન આપવુ

સિંહ રાશિ: NOT THE RIGHT TIME

 જો કોઇ મહત્વનું કાર્ય કરવા જઈ રહ્યા છો આજના દિવસ માટે તે કાર્યને મુલતવી રાખવું, બની શકે છે કે આજનો દિવસ છોડી અને પછીના દિવસે કાર્ય કરવાથી એ કાર્ય સંપૂર્ણ રીતે લાભદાયી રહે, કાર્યક્ષેત્રમાં કોઈ અગત્યની સાઈન કરવી નહી અથવા રોકાણ કરવું નહીં, તમારા મનની વાત જો તમારા પાર્ટનરને કહેવા જઇ રહ્યા છો તો આજ માટે મુલતવી રાખવુ, બીમાર વ્યક્તિ માટે તબિયતમાં થોડી રિકવરી જણાય

Angel's msg:- બીજા લોકોની નેગેટિવ એનર્જીને તમારા પર અસર થવા દેવી નહીં, તમારી એનર્જીને પોઝિટિવ બનાવીને રાખવી

કન્યા રાશિ: RECOVERY

આજનું કાર્ડ પોઝિટિવ છે, પહેલા ની પરિસ્થિતિ કરતા જીવનમાં બદલાવ આવતો જણાશે, જે તમારા માટે લાભદાયી રહેશે, ઘણું બધું ચેન્જિસ તમે અનુભવશો, નાણાકીય વિકાસ થતો જણાશે, જુનુ કોઈ રોકાણ તમને લાભ આપનારું બને, સંબંધોમાં સુધારો આવશે, લાંબા સમયથી બીમાર વ્યક્તિ ની તબિયત સુધરતી જણાશે

Angel's msg:-તમારી પાસે મદદ માટે આવેલ વ્યક્તિને પોઝિટિવ વાતો કરવી, જેનાથી તે તમારી પાસેથી એક સારુ ગાયડાન્સ અને કોન્ફિડન્સ લઈને જશે,

તુલા રાશિ: COMMUNICATE CLEARY

આજે કોઈ મહત્વની વાત કરવા જઈ રહ્યા છો તો વાત કરતી વખતે ખ્યાલ રાખવો, વાતને સ્પષ્ટ પણે રજૂ કરવી, કોઈ અટકેલું કાર્ય કોઈના સાથ સહકાર દ્વારા પૂર્ણ કરી શકશો, નવું ફ્રેન્ડ ગ્રુપ બને તેવી શક્યતા છે, કાર્યક્ષેત્રમાં ટિમ વર્ક કરશો, સંબંધો આગળ વધશે,

Angel's msg:-કોઈ જોડે ચર્ચા અથવા સંઘર્ષ થયેલો હશે તો તેનો અંત આવશે સંબંધો સુધારતા જણાશે

 

વૃશ્ચિક રાશિ:WAIT

આજના દિવસે કોઈ વાતને લઈને થોડા ચિંતિત રહેશો, બની શકે કે તમે વ્યક્ત કરતા હો પરંતુ તમને સામે સમજી શકતું ન હોય, કોઈ નિર્ણય ઝડપથી લેવો નહીં આજના દિવસે તે મુલતવી રાખવુ, જોબ પર અથવા બિઝનેસમાં બિનજરૂરી ચર્ચામાં ઊતરવું નહીં, સંબંધો મધ્યમ રહેશે

Angel's msg:-તમારી લાઇફ ને બેલેન્સ કરવા પર ધ્યાન આપવું

ધનુ રાશિ‌: ROMANCE

આજનું કાર્ડ ખૂબ જ પોઝિટિવ છે, કોઈ સારા સમાચાર આપી શકે છે, કોઇ ફંકશનમાં જવાનું થાય તેવું બની શકે છે અથવા ઘરમાં કોઈ ફંકશનનું આયોજન થશે, બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થશે નાણાકીય પ્રાપ્તિ થશે,સંબંધોમાં અમુક લોકોના એંગેજમેન્ટ અથવા મેરેજ ફિક્સ થઈ શકે છે, આજનો દિવસ આનંદ આપનારો રહેશે

Angel's msg:-ઇગો ને હટાવી ને બધા તરફ અનકન્ડિશનલ લવ ની ભાવના રાખવી, જે તમારા મનને શાંત કરશે

મકર રાશિ:ASK YOUR ANGELS

આજે કોઈ વસ્તુને લઈને કન્ફ્યુઝન તેવું બની શકે છે, તમારો ઇનર વોઇસ તો સોલ્યુશન લાવવામાં મદદ કરશે, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, સંબંધો તરફ તમારું ધ્યાન ઓછું રહેશે, આજે લોજીક અને ઈમોશન વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે, દિવસ સારો રહેશે

Angel's msg:-તમારી ફિઝિકલ હેલ્થ અને ઈમોશનલ હેલ્થ પર ધ્યાન આપવું

કુંભ રાશિ: IT'S UP TO YOU!

આજનું કાર્ડ દર્શાવે છે કે તમે જ તમારા ભાગ્યનાના વિધાતા છો, કાર્ડ મુજબ આજનો દિવસ તમારા પર ડીપેન્ડ છે, પોઝિટિવ વિચારો, ઉત્સાહી સ્વભાવ , તમારા દિવસને સારો બનાવશે, જ્યારે અમુક લોકો માટે નેગેટિવ વિચારો તેમને આનંદ અપાવી શકશે નહીં, બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થશે, પોતાના પર કોન્ફિડન્સ હોય તો જ રોકાણ કરવું, સંબંધોમાં સુધારો આવતો જણાશે

Angel's msg:- બીજા લોકોની નેગેટિવ એનર્જીને તમારા પર અસર થવા દેવી નહીં, તમારી એનર્જીને પોઝિટિવ બનાવીને રાખવી

મીન રાશિ:YES!

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કાર્ડ દર્શાવે છે કે તમે કોઈ વસ્તુને લઈને કન્ફ્યુઝન મા હશો, અંતરઆત્માનો અવાજ સાંભળીને દૂર કરવું, જ્યારે અમુક લોકો માટે આજનો દિવસ થોડો ઉદાસ કરનારો રહેશે, કોઈ વસ્તુ ને લઈને બેચેની રહે, કાર્યક્ષેત્રમાં પેન્ડિંગ રહેલા કાર્યો જલ્દી પૂરા કરવા, સંબંધોમાં ઉતાર ચઢાવ રહેશે,

Angel's msg:-પરિસ્થિતિનો સ્વીકાર કરીને ચાલવું, તમારી આસપાસના લોકોને સ્વીકાર કરવો આજે પરિસ્થિતિ છે તેને સ્વીકાર કરવો, જેનાથી લાઈફ તમને સરળ લાગશે