Page Views: 7663

નવી સિવીલનો ડોક્ટર યુવતી સાથે ડોક્ટરોની રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો

પોતાની ફિયાન્સી હોવાનો દાવો કરતો ડોક્ટર રંગરેલીયા મનાવવા યુવતીને લાવ્યો હોવાની વાત

સુરત-31-102020

સમગ્ર શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના રેસીડન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટરો માટે એસવીએનઆઇટી હોસ્ટેલ ખાતે ફાળવવામાં આવેલી રૂમમાંથી એક ડોક્ટર યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ચેકિંગ દરમ્યાન આ કામલીલાનો પર્દાફાશ થયો હોવાને પગલે સિવિલની તબીબી આલમમાં હોબાળો મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,  સિવિલના એનોટોમી વિભાગના ડો. વિપુલ પટેલ બે દિવસ અગાઉ રૃમો ચેક કરી રહ્યાં હતા, ત્યારે એસવીએનઆઇટી હોસ્ટેલ ખાતેના એક રૃમમાં શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવી હતી. જેને ગંભીરતાપૂર્વક લઈ તેમને તપાસ કરતા જે બે ઇન્ટર્ન ડોક્ટરોના નામે આ રૂમ હતી, તેની જગ્યાએ સિવિલનો મેડિકલ ઓફિસર એક યુવતી સાથે રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેનો મેડિકલ ઓફિસર કોઈ ખુલાસો કરી શક્યો નહોતો. જેને પગલે ડો. વિપુલ પટેલે તબીબી અધિક્ષક ડો. રાગીણી વર્માને આખા મામલાથી વાકેફ કરી સમગ્ર પ્રકરણ તેમના હવલે કર્યું છે. કોરોના કાળ દરમિયાન આ મેડિકલ ઓફિસર કોન્ટ્રાક્ટ હેઠળ સિવિલમાં જોડાયો છે. પોતાના રંગીન સ્વભાવને લઈ ઓળખાતો આ મેડિકલ ઓફિસર હાલ ઉક્ત કિસ્સાને લઈ સિવિલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મેડિકલ ઓફિસર આખી રાત રૂમમાં યુવતી સાથે રોકાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોતાની સાથે પકડાયેલી યુવતી તેની ફિયાન્સી હોવાનો બચાવ ડોક્ટરે કર્યો છે અને તબીબી અધિક્ષક સમક્ષ કાગળ પર માફી પણ લખી આપી છે. જોકે, સિવિલના તબીબી અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

આ અંગે સિવિલના તબીબી અધિક્ષક ડો. રાગિણી વર્માએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ફરિયાદ મારા સુધી આવી છે. જેને લઈ ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી ડો. મહેશકુમાર વાઢેલ સાથે ચર્ચા કરાઈ છે. આગામી દિવસોમાં આ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો સખત પગલા પણ ભરવામાં આવશે.