Page Views: 48858

દિવાળી નૂતન વર્ષના શ્રેષ્ઠ મુહૂર્તો આ પોસ્ટને સાચવીને રાખો

ચોપડા પૂજનથી લઇને દિવાળીના દીવા મુકવાના અને પુષ્યામૃત યોગ સુધીની તમામ વિગતો એકજ ક્લિકમાં મેળવો

સુરત-કંદર્પ દવે દ્વારા (9825631777)

પુષ્યામૃત યોગ- નિર આસો વદ છઠ શનિવાર તા.7મી નવેમ્બર 2020

નવા વર્ષ માટેના યંત્ર, ચોપડા, સામગ્રી નોંધાવવા માટે તેમજ બિલબુક ચલણ બુલ છપાવવા માટે આગામી નવા કામની વિચારણા , નવા વર્ષના આયોજન માટેની વિચારણાનો શ્રેષ્ઠ સમય- સવારે 8-05 કલાકથી પુષ્ય નક્ષત્ર પ્રારંભ થશે જે તા.8મી નવેમ્બર રવિવારે સવારે 8-45 કલાક સુધી ચાલશે.

શનિવાર 11.59 કલાકથી 12 45 (અભિજીત) 11.14થી 15.10, 17.03થી 20.08, 21.11થી 22.15

રવિવાર 7.42થી 8.45 સુધી.

રમા એકાદશી- નિજ આસો વદ 11 બુધવાર તા.11 નવેમ્બર 2020 અગિયારસના ઉપવાસ સાથે પંચરાત્રી વ્રત પ્રારંભ જુના ચાલુ વર્ષના બાકી કામકાજ પતાવવાનો અને નવા કાર્યની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય- 6.48થી 8.40, 9.35થી 10.31, 12.23થી 15.10, 16.0થી 17.01, 19.01થી 22.14 સુધી.

વાક બારસ નિજ આસો વદ 12 ગુરૂવાર તા.12 નવેમ્બર 2020

ધન તેરસ- નિજ આસો વદ 13 શુક્રવાર તા.13 નવેમ્બર 2020

ધનપૂજન કરવા માટે ચિત્રા નક્ષત્ર અને પ્રદોષ સહિત તેમજ શિવરાત્રી સહિતનો ઉત્તમ યોગ હોવાથી બાકીના ચોપડા નોંધાવવા, ચાંદીની મુદ્રાઓ લાવવા, કનકધારા યંત્ર, શ્રી યંત્રની પ્રતિષ્ઠા કરવા, કરાવવા, લક્ષ્મી પુજન, ધન પુજન તથા આયુર્વેદ ચિકિત્સકો માટે ધનવંતરી પૂજન માટેનો આરોગ્ય યુક્ત લક્ષ્મી યુકત સમય 6.49 થી 09.36, 10.32થી 11.27, 13,18થી 16.05, 17.01થી 17.56 સુધી,

ધન તેરસ સાંજે 18.01 સુધી ત્યાર પછી કાળી ચૌદશ

કાળી ચૌદશ-નીજ આસોવદ 13 શુક્રવાર ના રોજ આવતી કાલે ચૌદસના દિવસે દિવાળીના દીવા મુકવાના હોવાથી ચૌદશનું કાર્ય જેવુ કે ઘરમાંથી કંકાસ કકળાટ કાઢી ચકલે મુકવો, દુકાન, નોકરી, વ્યપાર કે ધંધાની જગ્યાની આવકના સાધનોની કે બેઠકની શુદ્ધી માટે લીંબુ, બજરબટ્ટુ જેવી વસ્તુ ઓવારી ચકલે મુક નકારાત્મક ઉર્જા દૂર કરી સબળ સકાત્મકતા ગ્રહણ કરવાનો શિવારાત્રી યુક્ત શુદ્ધ સમય 20.05થી 23.19 સુધી, આઘોર મંત્ર તંત્રના તાંત્રીક ઉપાસકો માટે ખાસ રાત્રીની ઉપાસના સિદ્ધી દાત્રી છે. તંત્ર મંત્ર વામમાર્ગ અંગેની ઉપાસના પ્રારંભ માટે નિશિથકાળનો શ્રેષ્ઠ સમય મધ્યરાત્રી 00.23થી 0.1.28 સુધી,

દિવાળી-નિજ આસો વદ 14 શનિવાર તા.14 નવેમ્બર 2020

સોંદર્ય ઉપાસકો માટે રૂપ નરક ચતુર્દશીનું ત્રિરાત્રી વ્રત આરંભ સૌદર્ષ માટે ખાસ તૈલ અભ્યંગસન્ના તેમજ વિષેશમાં દહીં, આમળા, અરીઠા, કંકોલા, હળદર, ગુલાબજળ, ગૌરોચન, કેસર મિશ્રિત અભ્યંગસ્નાનનો શ્રેષ્ઠ સમય સવારે 4.41થી 6.50 સુધી

આ દિવસે બપોરે 14.19 પછી દિવાળી ગણાશે જેથી દિવાળી અંગેના તમામ કામકાજ જેવા કે બાકી રહી ગયેલા ચોપડા લાવવાના હોય તો તે, શ્રી શુભ લાભ, લખવા, વહી પૂજન, લક્ષ્મી પૂજન, ધન પૂજન, શારદા પૂજન, ચોપડા પૂજન, ધંધાના સોદાની નોંધ કરવી, બેઠક ગોઠવવી, દેવસ્થાનમાં મૂર્તિ પધરાવવી, વિગેરે માટેનો સ્વાતી નક્ષત્ર યુક્ત સુંદર સમય, 14.20થી 15.10, 17.01થી 20.05, 21.10થી 22.14 સુધી

દિવાળીના દિવા મુકવાનો શ્રેષ્ઠ સમય

19.01 થી 20.05 નિજ આસોવદ 30. રવિવાર, તા.15 નવેમ્બર દિવા મુકવાનો શ્રેષ્ઠ સમય, 19.01થી 20.05

રૂપ સૌદર્ય વર્ધક સ્ના સવારે 4.41થી 5.46 આજે સવારે 10.39 સુધી દિવાળી છે. આજે ગૌવર્ધન પુજન તેમજ અન્નકુટ,

નવુ વર્ષ કાતરત સુદ, 1, સોમવાર તા.16 નવેમ્બર, 2020

સવંત 2077 પારિધાવી સંવત્સ શરૂ, જૈન સંવત્સ 2547, પ્રારંભ,

રૂપ સૌંદર્ય માટે ખાસ અભ્યંગ સ્નાન સવારે 4.42થી 6.15 સુધી નવુ વર્ષ સવારે 7.08સુધી જ હોવાથી નવા વર્ષના લક્ષ્મી પુજન, ધન પુજન ચોપડા લખવા, બીલ બનાવવા, નવા કામકાજના પ્રારંભ માટેનો શ્રેષ્ઠ સમય સવારે 4.42થી 7.08 સુધી,

ભાઇ બીજ કારતક સુદ 1 સોમવાર તા.16 નવેમ્બર, 2020 યમુના સ્નાન, મુક્તિ સ્નાન, ભાઇ બહેનના સ્નેહતંતુની સેવા ભાવનાનો દિવસ,

લાભ પાંચમ, કારતક સુદ 5 ગુરૂરૂવાર તા.19 નવેમ્બર 2020,

સંજોગો વસાત કે અન્ય કારણોસર બાકી રહેલા દિવાળી કે નવા વર્ષના કામકાજ જેવા કે, ચોપડા પુજન, લક્ષ્મી પુજન, ધન પુજન , યંત્ર પુજન અને નવા વર્ષના કામકાજના પ્રારંભનો વિશિષ્ઠ અને શ્રેષ્ઠ સમય

સવારે 6.53થી 7.48, 9.39થી 12.24, 12,02 થી 16.05 થી 18.49થી 20.05  21.10 સુધી

દેવ ઉઠી અગિયાર કારતક સુદ 12, ગુરૂવાર તા.26 નવેમ્બર દેવ દિવાળી પ્રારંભ, તુલસી વિવાહથી માંગલિક પ્રસંગોનો પ્રારંભ