Page Views: 3784

એન્જલ્સ આન્સર એન્જલ કાર્ડ રિડીંગ બાય પ્રીતિ જોષી

મિથુન રાશિના જાતકોએ આગળ વધવા માટે પોતાના પર ધ્યાન આપવું

સુરત-પ્રીતિ જોષી દ્વારા (અડાજણ)

મેષ રાશી: YOU'RE READY

  આજનો દિવસ તમારા માટે શુભ રહેશે, ઘણા સમયથી કોઈ કાર્ય કરવા માટે તમે તૈયારી કરી રહ્યા હશો, તો હવે એ કાર્ય કરવા માટે તમે પૂરી રીતે તૈયાર છો, મહત્વના કાર્ય કરવા માટે આ સમયે તમારા માટે બેસ્ટ છે, આજે મનથી પોતાને મક્કમ અનુભવશો, સંબંધો મધુર રહેશે, તબિયતમાં સુધારો આવતો જણાશે

Angel's msg :-આસપાસના લોકો સાથે વિનમ્રતા જાળવવી, જેનાથી તમારું માન-સન્માન વધશે

વૃષભ રાશી: PEACEFUL RESOLUTION

ઘણા લાંબા સમયથી ચાલી આવતા કોઇ સંઘર્ષ અથવા મુશ્કેલીમાંથી બહાર આવી શકશો, કૌટુંબિક અથવા વર્કપ્લેસ પર જો કોઈ પ્રોબ્લેમ થયેલ છે તો તેનું સોલ્યુશન આવી જશે, સંબંધો હાર્મની માં ફેરવાતા જણાવશે, વર્કપ્લેસ પર પણ લોકો સાથે સારી રીતે કાર્ય કરી શકશો, આજનો દિવસ પોઝિટિવ રહેશે

Angel's msg:-પોતાનું મહત્વ સમજવું, લોકો તમારે વિશે શું વિચારશે તેના પર ધ્યાન આપવું નહીં

મિથુન રાશિ:NO

આજે કોઈ મહત્વના કાર્ય કરવા નહીં અથવા તો મહત્વનો ડિસિઝન આજે મુલતવી રાખવું, પોતાના પોઝિટિવ વિચારો ને લીધે તમે આસપાસનું વાતાવરણ પોઝિટિવ ક્રિએટ કરી શકશો, જ્યારે અમુક લોકો માટે લાઈફ નિરસ લાગતી હોય તેવી અનુભૂતિ થાય, સિંગલ લોકો કોઈ રિલેશન માટે જો લેવાનો હોય અને તમને કન્ફ્યુઝન હોય તો આ કાર્ડ ના માટે સૂચવી જાય છે,

Angel's msg:-પોતાના વિઝડમ પર વિશ્વાસ રાખીને તને એક્શન માં લેવું, લોકો તમારી મરજી માં હા કેસે તેવી આશા રાખવી નહીં, દરેકની જર્ની પ્રમાણે તે કાર્ય કરતું હોય છે, આગળ વધવા માટે પોતાના પર ધ્યાન આપવું

કર્ક રાશિ: WITHIN THE NEXT FEW WEEKS

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કલા કોઈ કાર્ય નો રીઝલ્ટ આવવા માટે રાહ જોતા હશો તો આકાર સૂચવી જાય છે કે નજીકના થોડા જ અઠવાડિયામાં આ કાર્ય સંપૂર્ણ થઈ શકે છે, મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે આજે મુલાકાત થઇ શકે છે, સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે,

Angel's msg:-તમારી ઇચ્છાઓ અને આશાઓને લોકો સમજે તેઓ મનમાં રાખ્યા વગર પોતે આ વસ્તુઓને સમજે તો વધારે આનંદની પ્રાપ્તિ થશે

સિંહ રાશિ: ASK YOUR ANGELS

આજનો દિવસ સારો જશે નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, અમુક લોકો મકાનની ખરીદી કરશે, જ્યારે અમુક લોકો સેલ્ફ ડેવલોપમેન્ટ પર ધ્યાન આપશે, અટવાયેલા કાર્યોનો સોલ્યુશન મળી આવશે, આજે મનમાં શાંતિનો અનુભવ થશે, સંબંધોમાં પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરી શકશો જેને લીધે વિશ્વાસ ઊંડો થશે, હેલ્થ માં સુધારો આવતો જણાશે

Angel's msg:-તમારી જાતને વિશ્વાસ અને દયા કરવી, તમારી નિર્ણયશક્તિ ને માન આપવું

કન્યા રાશિ:PERFECT TIMING

જો કોઈ અગત્યનું કાર્ય કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ ટાઈમિંગ એકદમ પરફેક્ટ છે, આજનો દિવસ લાભ આપનારો રહેશે, કોઈક વસ્તુની પ્રાપ્તિ ને લીધે આનંદ અનુભવશો, તમારા જ્ઞાનમાં વધારો થાય તેવું બની શકે છે,સંબંધોમાં પાર્ટનરને કોઇ અગત્યની વાત કહેવા ઇચ્છો છો તો આ ટાઈમિંગ પરફેક્ટ છે,

Angel's msg:-તમારી જવાબદારીઓ માટે સજાગ રહો, તમારી આસપાસની પરિસ્થિતિ ને કોસવું નહીં,

તુલા રાશિ: REMAIN POSITIVE

આજનું કાર્ડ તમને પોઝિટિવ રહેવા માટે સૂચવી જાય છે, આજનો દિવસ ખૂબ જ સારો છે, નાણાકીય પ્રાપ્તિ અથવા વારસામાં કોઈ વસ્તુ મળી શકે છે, સમય તમારી ફેવરમાં હોય તેવું જણાય, લોકો તરફથી માન પ્રતિષ્ઠા વધી શકે છે, બીજા ને હેલ્પ રુપ થશો, સંબંધો સારા રહેશે

Angel's msg:-પોતાની ખામીઓને કોશવી નહીં, પોતાની જાતને સંપૂર્ણ અનુભવવી, જતું કરવાની ભાવના થી તમારી અંદર રહેલી સ્કીલ બહાર આવી શકે છે

વૃશ્ચિક રાશિ:RECONSIDER

જો કોઈ તમે યોજના બનાવી છે તો એ યોજનાને ફરીથી સમજવી, અગત્યના કાર્યો થોડા સમય માટે મુલતવી રાખવા, આજે કોઈ કાર્ય કરવા માટે તમે તત્પર હશો, આસપાસના લોકો સાથે નું વાતાવરણ, સંબંધો સારા રહેશે આજે તમારું ધ્યાન પોઝિટિવિટી પર હશે

Angel's msg:-ઈશ્વર પાસેથી માંગી રહ્યા હો તે ના મળે તો સમજવું કે સમય સાથે આનાથી સારી વસ્તુ તમારા ભાગ્યમાં લખાયેલું હશે, ઓપન માઈન્ડ થી ઈશ્વરની કૃપા સ્વીકારવા માટે તૈયાર રહો

ધનુ રાશિ‌: NOT THE RIGHT TIME

આજે કોઈ મહત્ત્વનું કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યને મુલતવી રાખવુ, અલગ-અલગ તકો આવવાની શક્યતા છે, આજનું દિવસ તમારા માટે પોઝિટિવ રહેશે,કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્તિ થાય તેવું બની શકે છે, સંબંધોમાં સુધાર આવતો જણાશે, તબિયત પણ સુધરતી લાગશે

Angel's msg:-પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું, તમારી ભુલોને નજરઅંદાજ કરવી નહીં તે સુધારીને આગળ વધવું

મકર રાશિ: SUCCESS

તમારા ગોલ સુધી પહોંચી ગયા હોય તેવું લાગે, આજનો દિવસ પોઝિટિવ રહેશે, તમારા સ્વભાવ અને કાર્યમાં ખ્યાતિ મળશે, જ્યારે અમુક લોકો માટે પોતાના કાર્ય મુજબ ફળ મળશે, આજનો દિવસ આનંદ આપનારો રહેશે, સંબંધોમાં મધુરતા આવશે,

Angel's msg:-આસપાસના લોકોને બની શકે તેટલી મદદ કરવી, તમને એમની જરૂર છે તેના કરતાં એમને તમારી જરૂર વધારે છે

કુંભ રાશિ: WAIT

આજે લોકો સાથે ઘર્ષણ ન થાય તેનાથી બચવુ, વાણી પર સંયમ રાખવો, મગજ પણ શાંત રાખવો, કોઈ પણ વાતમાં આજે ઇગો લાવવો નહીં, જ્યારે અમુક લોકો માટે આજે સફળતાની પ્રાપ્તિ થશે, કોઈ જગ્યા પર જીત થઈ શકે છે, કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે, સંબંધોમાં થોડું નમતું મૂકવું જરૂરી છે

Angel's msg:- એકલતા નો ડર રાખ્યા વગર આગળ વધવૂ, તમારી આસપાસની જે કંઈ પણ પરિસ્થિતિ છે તો તમારા પ્લાન મુજબ જ છે

મીન રાશિ:THERE IS SOMETHING BETTER

આજે નાણાંકીય પ્રગતિ થશે, કોઇ વસ્તુ અથવા ફ્લાવર ગિફ્ટ માં મળી શકે છે, તમારા કેર વાળા‌ નેચર ને લીધે લોકો તમારી આસપાસ આવે તેવું બની શકે છે, આજે શાંતિની અનુભૂતિ થશે, સંબંધો સારા રહેશે, મેરેજ અથવા એંગેજમેન્ટ ફિક્સ થાય તેવી શક્યતા છે, તબિયતમાં સુધારો રહેશે

Angel's msg:-પોતાની પાસે જે વસ્તુ છે અથવા પરિસ્થિતિ છે તેની ફરિયાદ કર્યા વગર તમારે શું જોઈએ છે તેના પર વર્ક કરવુ,