Page Views: 9313

એન્જલ કાર્ડ રિડીંગ બાય પ્રીતિ જે.જોષી

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ ભરેલો રહેશે

સુરત-પ્રીતિ જોષી દ્વારા (અડાજણ)

મેષ રાશી: TEACHING AND LEARNING

આજનો દિવસ ઉત્સાહિત રહેશે, કોઈ નવું કાર્ય શીખવા માટે તમે તત્પર હશો, તમારી આસપાસના વાતાવરણ ને અવગણી ને તમે તમારા ધ્યેય પર ફોકસ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે તમને રસ્તો દેખાશે,, કોઇ ડોક્યુમેન્ટ્સ ને લઈને પેપર વર્ક થઈ શકે છે, સંબંધોમાં તમારા પાર્ટનરની રાહ જોઈ રહ્યા હો તેવું બની શકે છે

Angel's msg :-નવા વિચારો ને અમલમાં લેવા માટે તેમજ ક્રિએટિવ બનાવવા માટે તમારા મગજ ને ઓપન રાખો, નવું કાર્ય શીખી અને બીજાને શીખવવાથી ઉત્સાહ વધશે

વૃષભ રાશી: CLAIRSENTIENCE

આજનો દિવસ થોડો ઈમોશનલ જાય તેવું બની શકે છે, આસપાસની સિચ્યુએશન અને લોકો સાથેના સંબંધોમાં જો અન બનાવ હશે તો સુધારો આવતો જણાશે, ટ્રેડિંગ અથવા કોઈપણ જાતનું રોકાણ કોઈની વાતમાં આવીને કરવું નહીં, સંબંધોમાં જો પાર્ટનરને લઇને દુઃખ થયું હોય તો વાત ને ભુલાવી ને આગળ ચાલવુ

Angel's msg:- તમારી ફિઝિકલ કન્ડિશન પર ધ્યાન આપવું આસપાસના લોકો સાથે હાર્મની બનાવીને રહેવું, મદદરૂપ થવું,

મિથુન રાશિ:ANGEL THERAPY

આજે કોઈ નવા સમાચાર ની પ્રાપ્તિ થઇ શકે છે, કોઇ નવા કાર્યની શરૂઆત કરશો, કોઈ વસ્તુની ખરીદી થાય તેવી શક્યતા છે, આજે નસીબ તમારી ફેવરમાં હોય તેવું લાગે, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે કોઈ નવા પ્રોજેક્ટ પર કાર્ય કરી શકશો, ટ્રેડિંગ માટે આજનો દિવસ સારો છે, પેરેન્ટ્સ તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે, સંબંધોમાં પાર્ટનર તરફથી સહકાર મળતો જણાય, આજનો દિવસ સારો રહેશે

Angel's msg:-તમારા ટેન્શન અને બડૅન પર ફોકસ ના કરીને જે તમારી પાસે છે તેનો આભાર માનવો જેનાથી તમારી પોઝિટિવિટી માં વધારો થશે અનુ સોલ્યુશન મેળવી શકશો

કર્ક રાશિ: VICTORY

લાંબા સમયથી અટવાયેલા કોઈ કાર્યમાં સફળતા મળતી જણાય, આસપાસનું વાતાવરણ આનંદિત હશે અને ઉત્સાહ આપનારુ હશે, સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે, કાર્યક્ષેત્રમાં લીડરશીપ કરી શકશો, તમારી યોજના સફળ જશે, આજે મહત્વનાં નિર્ણયો લઈ શકશો, આજનો દિવસ પોઝિટિવ રહેશે ,

Angel's msg:-આકાડૅ સૂચવી જાય છે કે તમારા મનની ઇચ્છાઓ અને પ્રાર્થનાઓ ટૂંક સમયમાં જ પૂરી થવાની છે વિશ્વાસ ને મજબૂત રાખવો, તમારા વિલ પાવર દ્વારા કોઈપણ કાર્ય શક્ય કરી શકશો

સિંહ રાશિ: PRIORITIZE

આજે કોઈ સારા સમાચાર મળી શકે છે, કોઈ તક આવતી જણાશે, તે તકને અપનાવી લેવી આગળ જતાં તેમાંથી સફળતા પ્રાપ્ત થશે, આસપાસના લોકો તરફથી લાભ પ્રાપ્તિ થઇ શકે છે, કાર્યક્ષેત્રમાં તમારે પૂરા આત્મવિશ્વાસથી આગળ વધવું જેના થી સફળતા પ્રાપ્ત થશે, અમુક લોકો માટે જોબ ઓફર‌ આવી શકે છે, સંબંધોમાં તમારા પાર્ટનરની લાગણીને અવગણવી નહીં, તબિયતમાં સુધારો આવતો જણાશે

Angel's msg:-હંમેશા મોટીવેટેડ રહો, તમારી પ્રાયોરિટીસ પર ધ્યાન આપવું જેનાથી સફળતા પ્રાપ્ત કરી શકશો

કન્યા રાશિ:RELATIONSHIP HARMONY

લાંબા સમયથી ચાલી રહેલી મનની અશાંતિ માં સુધારો આવતો જણાશે, આજનો દિવસ ઉત્સાહ ભર્યો રહેશે, આસપાસના લોકો સાથે નું વાતાવરણ આનંદીત રહેશે, લોકોને મદદરૂપ થશો, કાર્યક્ષેત્રમાં કોઈ કાર્ય ફસાયેલું હોય તેવુ બની શકે છે, જ્યારે અમુક લોકો માટે આ કાર્ડ સૂચવી જાય છે કે સફળતા મળ્યા પછી બેસી રહેવું નહીં સતત કાર્યરત રહેવું, સંબંધોમાં પાર્ટનર સાથે ખોટી ચર્ચા પર ઊતરવું નહીં

Angel's msg:-આજે મનને શાંત રાખવુ, આર્ગ્યુમેન્ટસ ઉતરવું નહીં જેનાથી મનમાં શાંતિનો અનુભવ થશે

તુલા રાશિ: CLEAR UR SPACE

થોડું મન બેચેન રહે અથવા અશાંતિ જણાય, ભવિષ્યને લઈને સતત વિચાર માં રહો તેવું બની શકે છે, કોઈ કાર્ય કરવા માટે તત્પર હો પરંતુ કોઈ અવરોધ ને લીધે આગળના વધી શકો તેવું બની શકે છે, કાર્યક્ષેત્રમાં તમારી કોઈ કાર્યને લઇને ભૂલ નીકળે તેવું બની શકે છે, આજે મનને શાંત રાખવું, જો પાર્ટનર માટે કોઈ ફરિયાદ હોય તો મનમાં રાખ્યા વગર તેમની સાથે ડીસકસ કરવું,

Angel's msg:-તમારા વિચારો પર કંટ્રોલ રાખવો, તેમજ નેગેટીવ લોકોથી દૂર રહેવું જેના લીધે તમે કોઈ મહત્વના નિર્ણયો પુરી ક્લેરિટી સાથે લઈ શકશો, મનની શાંતિ અનુભવશો

વૃશ્ચિક રાશિ:ALL IS WELL

આજનો દિવસ હકારાત્મક અને ઉત્સાહી રહેશે, આજે ખુશીની અનુભવ થશે, કોઈ ફંકશન અથવા ખુશીનો માહોલ બને અથવા તેમાં સામેલ થાવ તેવું બની શકે છે, સફળતા પ્રાપ્ત થતી જણાશે, કાર્યક્ષેત્રમાં એકસાથે મલ્ટી ટાસ્કીંગ કાર્ય કરી શકશો, મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે, નાણાકીય રોકાણ માટે આજનો દિવસ સારો છે, સંબંધો આનંદ આપનાર રહેશે, તબિયતમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થશે,

Angel's msg:-તમારી સાથે જે કંઈ પણ બની રહ્યું છે એ કોઈ કારણથી જ બની રહ્યૂ છે અને તમારા સારા માટે બની રહ્યું છે, જે આગળ જતાં તમારા માટે ફાયદા કારક હશે એ વસ્તુને ટૂંક સમયમાં સમજી શકશો

ધનુ રાશિ‌: TAKE BACK YOUR POWER

આજે કોઈ મહત્વના નિર્ણયો લેવા પડે તેવું બની શકે છે, કોઈ વડીલ તરફથી મદદ મળશે, અથવા તમે કોઈ પટેલની મદદ કરશો, જમીન અથવા મિલકત ખરીદી શકો છો, અગત્યનું કાર્ય કરવા માટે આજનો દિવસ સારો છે, કાર્યક્ષેત્રમાં વધારે પડતું કાર્ય માથે આવ્યું હોય તેવું લાગે, નવો બિઝનેસ શરૂ કરી શકો છો, સંબંધોમાં એક સ્વતંત્રતાની લાગણી અનુભવો, તમારી તબિયત પર થોડું ધ્યાન આપવું

Angel's msg:-તમારી પાસે રહેલી શક્તિ અને આવડતનો ઉપયોગ કરીને તમારા ધ્યેયને પ્રાપ્ત કરવો

મકર રાશિ:MOON CYCLES

વિચારોમાં વધારો થતો હોય તેવું જણાય, અશાંત મનને તમારા કંટ્રોલ દ્વારા જ તમે શાંત કરી શકશો, આજના દિવસે લાભની પ્રાપ્તિ થશે, નવી તકો આવતી જણાશે, કોઈ વસ્તુ ને લઈને બેચેન હશો તેનો રસ્તો નીકળતો દેખાશે, કાર્યક્ષેત્રમાં અટવાયેલું કાર્ય સુધરતૂ જણાશે, સંબંધોમાં મનદુઃખ થઈ શકે છે તો પાર્ટનર નેસમજવાની કોશિશ કરવી,

Angel's msg:-તમારા વિચારોની અસર આસપાસ કેવી થઇ રહી છે તે નોટિસ કરવૂ જે તમને તમારી એનર્જીને પોઝિટિવ રાખવા માં મદદરૂપ થશે

કુંભ રાશિ: YOU KNOW WHAT TO DO

આજે તમે લોકોને મહત્વના નિર્ણયો લેવામાં મદદરૂપ થશો, જયારે અમુક લોકો માટે બીજાની સલાહ ને અનુસર્યા વગર પોતાના અંતર આત્માના અવાજને સાંભળી ને આગળ ચાલવા માટે આકાડૅ સૂચવી જાય છે, મહત્વના કાર્યો ને આજે ડીલે કરવા નહીં, કોઈ આ અટવાયેલા કાર્યમાં આશાની કિરણ નજર આવશે, કોઈ લીગલ કાર્યમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં આજનો દિવસ મધ્યમ રહેશે, સંબંધોમાં મેચ્યોરિટી જણાશે,

Angel's msg:- આજે તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરવો, શંકા કર્યા વગર એ વાતને અનુસરવી

મીન રાશિ:DIVINE ORDER

આજે લાઈફ બેલેન્સ થતી જણાશે, આજે તમારું ધ્યાન ભવિષ્યની યોજનાઓ માં હશે, અથવા ભવિષ્યને લઈને વિચારોમાં હશે, આકાડૅ સૂચવી જાય છે કે વર્તમાન પરિસ્થિતિ નો આનંદ ઉઠાવવાનો ભૂલવું નહીં, કાર્યક્ષેત્રમાં સ્ટેબિલિટી આવશે, બહાર જવાનું થઈ શકે છે, સંબંધો બેલેન્સ કરવા માટેના પ્રયત્નોમાં રહેશો,

Angel's msg:-અત્યારે પરિસ્થિતિ જે હોવી જોઈએ તે જ છે ભૂતકાળની પરિસ્થિતિને વિચારો અને તેમને અત્યાર સાથે સરખામણી કરો જેમના થી તમારા મનમાં ચાલી રહેલા વિચારો માં આવશે