Page Views: 11998

કથ્ય અને તથ્યમાં હંમેશા સત્ય જ જીતે એ જરૂરી નથી

કુંભાર અને વાણિયાની વાત પરથી સમજો કથ્ય તથ્યનો મહિમા કેટલો છે

 અમદાવાદ- દિપેશ ભટ્ટ દ્વારા

કથ્ય અને તથ્ય મા હંમેશા સત્ય જ જીતે તે જરુરી નથી દરેક વાત ને તમે નહી પડકારો તો તમારી વિરુધ્ધ જુઠાણા ને સાચુ માનવામાં આવશે અને તેની તમારે એક દિવસ કિંમત ચુકવવી પડશે. એક ગામમાં એક વાણિયો અને કુંભાર રહેતા હતા. કુંભારે વાણિયાને કહ્યું – હું તો વાસણ બનાવું છુ, આથી ગરીબ છું. પણ તારી પાસે એવું કયું રૂપિયાનું મશીન છે કે તું આટલો અમીર છે? પછી વાણિયાએ કહ્યું – તું પણ પોતાની ચાક પર માટીથી રૂપિયા બનાવી શકે છે. કુંભાર બોલ્યો – માટીમાંથી માટીના રૂપિયા જ બને, સાચા રૂપિયા નહિ બને. પછી વાણિયો બોલ્યો – તું એવું કર, પોતાની ચાક પર 1000 માટીના રૂપિયા બનાવ, બદલામાં હું તને સાચા રૂપિયામાં બદલીને દેખાડીશ.કુંભાર વાતને વધુ લાંબી ખેંચવાના મૂડમાં નહતો, એટલે તેણે વાતને ટાળવા માટે હા કહી દીધી. એક મહિના પછી વાણિયાએ કુંભારને ફરીથી પૂછ્યું – શું થયું? તું પૈસા આપવાનો હતો ને. કુંભારે કહ્યું – સમય નથી મળતો, કામ થોડું વધારે હતું, તહેવાર પુરા થઈ જવા દો પછી બનાવીશ. તેના એક મહિના પછી વાણિયાએ 4 લોકોની વચ્ચે કુંભારને ફરીથી ટોક્યો – શું થયું? તે હજાર રૂપિયા આપ્યા નઈ, બે મહિના થઇ ગયા.ત્યાં હાજર લોકોમાંથી એકાદને કુંભારે જણાવ્યું કે, આ માટીના રૂપિયાની વાત છે. કુંભારે ફરી વાતને ટાળી અને કહ્યું – આપી દઈશ, આપી દઈશ, થોડી નવરાશ મળવા દે. હવે કુંભાર જ્યાં પણ વાણિયાને ચાર લોકોની વચ્ચે મળતો તો તેને હજાર રૂપિયા યાદ અપાવતો. કુંભાર હંમેશા ટાળતો રહ્યો, પણ માટીના રૂપિયાની વાત કોઈને ખબર નહોતી.

6 મહિના પછી વાણિયાએ પંચાયત બોલાવી અને કુંભાર પર હજાર રૂપિયાના દેવાનો દાવો કર્યો. ગામના એવા દસ બાર થી વધુ લોકો સાક્ષી બની ગયા જેમની સામે વાણિયાએ હજાર રૂપિયા માંગ્યા હતા, અને કુંભારે થોડા દિવસ પછી આપીશ વગેરે કહ્યું હતું. કુંભારે માટીના રૂપિયાની સ્ટોરી બધાને જણાવી પણ તે બધાને વિચિત્ર અને બાળકની વાર્તા જેવી લાગી. એકાદ લોકો જેમણે માટીના રૂપિયાની વાતની પુષ્ટિ કરી તેમની વાત દબાઈ ગઈ, અને પંચાયતે કુંભાર પાસેથી હજાર રૂપિયા વસુલવાનો નિર્ણય સંભળાવી દીધો.જયારે પંચાયત પુરી થઇ ત્યારે વાણિયાએ કુંભારને સમજાવ્યો – જોયું, મારી પાસે વાત બનાવવાનું મશીન છે. આ મશીનમાં માટીના રૂપિયા કઈ રીતે સાચા રૂપિયામાં ફેરવાઈ જાય છે તે હવે સમજાયું?

આ સ્ટોરીમાં તમે નૈતિકતા, ન્યાય અને વિશ્વાસની ઝંઝટમાં ના પડો, ફક્ત ટેક્નિકને જુઓ.

વાણિયો (શેઠ = શ્રેષ્ઠ) જે કરી રહ્યો હતો, તેને કહેવાય છે નેરેટિવ બિલ્ડીંગ (narrative building) એટલે કે કથ્ય નિર્માણ એટલે છબી ઉભી કરવી. સત્ય અને તથ્યનું નિર્માણ નથી થતું પણ કથ્યનું નિર્માણ થઈ શકે છે, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે છબી ઉભી કરી શકાય છે. જો તમે પોતાની આસપાસ કથ્ય નિર્માણ થતા જુઓ છો, પણ તેની મહત્તા નથી સમજતા, તેને ચેલેન્જ નથી કરતા તો એક દિવસ સત્ય તેની કિંમત ચૂકવે છે.

આજ નો સમય કથ્ય નો છે તમારે તમારા સત્ય માટે પણ કથ્ય ઉભુ કરવુ પડે છે અને જો ન કરી શકો તો સત્ય પરેશાન તો થશે જ પણ પરાજીત પણ થશે  

સમય સાથે ચાલવું જરુરી છે જે બોલાય છે તે જ સાચુ મનાય છે તેથી જ તમારે તમારા સત્ય નુ પણ માર્કેટીંગ કરવુ જ પડશે .