Page Views: 2307

ડાંગમાં કોંગ્રેસના ઉમેદવારે એફિડેવિટમાં 53 ભૂલ કરતા ઉમેદવારી પત્ર રદ્ કરવા માંગણી

બે વખત એફિડેવિટ મંગાવાઇ તો પણ ભૂલો સુધારવામાં નિષ્ફળ રહ્યા ઉમેદવાર- ભાજપ આંકરા પાણીએ

સુરત-17-10-2020

વિધાનસભાની પેટા ચૂંટણીના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તુટે એવી હાલતમાં મુકાઇ ગઇ છે.  ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસના ડાંગ બેઠકનાં ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવા ભાજપ દ્વારા અરજી કરવામાં આવી છે.જેથી કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપના ડાંગના ચૂંટણી ઈન્ચાર્જ પૂર્ણેશ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોએ બે વાર એફિડેવિટ આપી છે. જેમાં સંખ્યાબંધ ભૂલો છે. પારિવારિક નામો પણ અપાયા નથી. કોંગ્રેસના ઉમેદવારે 50થી વધુ ભૂલો અને ડમી ઉમેદવારે 28 જેટલી ભૂલો કરી છે. જેથી ફોર્મ રદ્દ થાય તેવી માંગ સાથે ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ છે. જો અમારી રજૂઆતો ધ્યાન નહીં લેવાય તો અમે કોર્ટમાં કાર્યવાહી કરીશું. વિધાનસભાની ખાલી પડેલી ડાંગ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતએ ઉમેદવારી નોધાવી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને કરી અપીલ છે કે, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં 53 જેટલી ભૂલો હોવાની માહિતી આપી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે દસ્તાવેજી પૂરાવા સાથે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ પૂર્ણશ મોદીએ કહ્યું કે, 173 ડાંગ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંતભાઈ અને ડમી ઉમેદવાર મોતીલાલભાઈએ છે. ફોર્મ ગઈકાલે ભરાી ગયા છે. આજે ચૂંટણી ફોર્મની ચકાસણી ચાલે છે. ભાજપના ઉમેદવારે આજે મુદ્દો ઉઠાવ્યો છે કે, કોંગ્રેસના ઉમેદવારની એફિડેવિટમાં ભૂલો કરી છે. ફોર્મમાં ખાનાઓ ખાલી રાખ્યા હતાં. જેથી ચૂંટણી અધિકારીએ ગઈકાલે નોટિસ મળતા બીજી એફિડેવિટ આપી હતી. પરંતુ તેમાં પણ ભૂલો છે.તેમણે નવા નોટિફિકેશનના સ્પેશિફિક ફોર્મેટનું પાલન થયું નથી. આ ગંભીર બેદરકારી હોવાથી ફોર્મ રદ્દ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, ખાલી ખાના રાખવા નહી અને નોટિસ પાઠવી ફરીથી એફિડેટવિટ લાવવાની હોય છે. જેમાં પણ ભૂલો છે. પારિવારિક નામો પણ લખ્યા નથી. જેથી અમારા વિજયભાઈની માંગણી છે અને લેખિતમાં અરજી કરી ફોર્મ રદ્દ કરવાની માંગ કરી છે. અમારી માંગ સ્વિકારાશે નહી તો અમે આ મામલાને કોર્ટમાં લઇ જઇશું તેમજ કાનૂની લડત આપીશું.