Page Views: 2304

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ’વિશે સેમિનાર યોજાયો

ડો.દિપ્તી પટેલ અને ડો.નિકુંજ વિઠ્ઠલાણીએ બ્રેસ્ટ કેન્સરના કારણો અને ઉપાય વિશે માર્ગદર્શન આપ્યું

સુરતઃ15-10-2020

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર,તા. ૧પ/૧૦/ર૦ર૦ના રોજ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લવ એન્ડ કેર મેટર્નીનિટી કિ્‌લનિકના ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ અને બસીલ ઓન્કો કેરના સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડો. નિકુંજ વિઠ્ઠલાણીએ સ્તન કેન્સરના કારણો અને તેનાથી સાવચેત રહેવા માટેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કેચેમ્બરની મહિલા વીંગ દ્વારા બહેનો માટે બિઝનેસની સાથે શૈક્ષણિક અને આરોગ્ય વિશે પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેના ભાગરૂપે મહિલાઓને પોતાના આરોગ્ય માટે જાગૃત કરવા આજના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. દિપ્તી પટેલે જણાવ્યું હતું કેવર્ષ ૧૮૮૪માં પાશ્ચાત્ય દેશોમાં સ્તન કેન્સરના ઘણા કેસો દેખાઇ આવ્યા હતા. ૩૦ વર્ષ બાદ અર્લી સ્ટેજમાં સ્તન કેન્સર ડાયગ્નોસ થયું હતું. ત્યારબાદથી ઓકટોબર મહિનામાં સ્તન કેન્સરના અવેરનેસ માટે વિવિધ સ્થળે કાર્યક્રમો કરવાની શરૂઆત થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે૩૦ વર્ષથી ઓછી વયની મહિલાએ વર્ષ દરમ્યાન ત્રણ વખત અને ૪૦ વર્ષથી ઓછી વયની મહિલાએ એક વખત કિ્‌લનિકલ બ્રેસ્ટ એકઝામિનેશન કરાવી લેવું જોઇએ. પ૦ વર્ષ પછીની મહિલાઓમાં હોર્મોન્સ ઓછા થઇ જવાને કારણે તેમનામાં બ્રેસ્ટ કેન્સરની શકયતા ઘટી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કેમહિલાઓએ દર મહિને સ્તનની જાત તપાસ કરવી જોઇએ. કારણ કેકિ્‌લનિકલી એક સ્ટેપ બાદ સ્તન કેન્સરની જાણ થતી હોય છે. મેમોગ્રાફી અને ત્યારબાદ સિટી સ્કેનથી સ્તન કેન્સર છે કે કેમતેનું નિદાન થાય છે. તબીબો કેન્સરનું નિદાન કરવા માટે બાયોપ્સી પણ કરાવતા હોય છે. એનાથી નોર્મલકેન્સર તેમજ શંકાસ્પદ ટિશ્યુની ખબર પડતી હોય છે. મહિલાઓએ સ્તન કેન્સરથી બચવા માટે વજન કન્ટ્રોલમાં રાખવુંઅઠવાડિયામાં પાંચ દિવસ ૩૦થી ૪૦ મિનિટ કસરત કરવી અને વ્યસન મુકત રહેવું જોઇએ.  

ડો. નિકુંજ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કેદર વર્ષે આશરે પ૭થી પ૮ હજાર મહિલાઓનું સ્તન કેન્સરના કારણે મૃત્યુ થાય છે. જ્યારે દર વર્ષે ૧ લાખ ૬૦ હજાર જેટલા નવા કેસો સામે આવતા હોય છે. કારણ કેમહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી લેતી નથી. પાંચથી આઠ ટકા મહિલાઓને વારસાગત સ્તન કેન્સર થવાની સંભાવના હોય છે. શરૂઆતમાં સ્તન કેન્સરનું નિદાન થાય તો ૯૦ ટકા સ્ત્રીઓને કેન્સરથી બચાવી શકાય છે. કેન્સરની ગાંઠ દુઃખાવા વગરની હોય છે. તબીબો હવે કિમોથેરાપી અને શેકથી પણ કેન્સરની સારવાર કરાવતા હોય છે. જે મહિલાઓએ બાળકોને છ મહિનાથી લઇને એકથી દોઢ વર્ષ સુધી સ્તનપાન કરાવ્યું હોય તેઓને સ્તન કેન્સર થવાની શકયતા ઘણી ઓછી હોય છે. લોકોમાં ભયઉપેક્ષાગરીબીઅજ્ઞાનતાસામાજિક પરિસ્થિતિ અને ખોટી માન્યતાને કારણે પણ સ્તન કેન્સરની સમયસર ખબર પડતી નથી. કેન્સર એ ચેપી રોગ નથી અને સાથે રહેવાથી એ થતો નથી. કેન્સર એટલે કેન્સલઆ ખૂબ જ ખોટી માન્યતા છે. તેમણે બાયોપ્સીસિટી સ્કેન અને પેટ સ્કેન વિશે સમજણ આપી હતી. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના સેક્રેટરી નમ્રતા દેસાઇએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે લેડીઝ વીંગના કોચેરપર્સન રમા નાવડીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.