Page Views: 7416

સી એ ફાઇનલની એક્ઝામ વધુ એક વખત મકુફ રાખવામાં આવી

આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે

નવી દિલ્હી-15-10-2020

સીએ ફાઈનલની પરીક્ષાઓ ફરી એકવાર મોકુફ કરાઈ છે.૧લી નવેમ્બરને બદલે હવે ૨૧મી નવેમ્બરથી પરીક્ષાઓ શરૃ થશે. નવેમ્બરમાં લેવાનારી પરીક્ષામાં મે-જુન અટેમ્પ્ટના પણ વિદ્યાર્થીઓ હોવાથી આ વખતે પરીક્ષા આપનારા વિદ્યાર્થી વધશે.આઈસીએઆઈ દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ ૧લી નવેમ્બરથી દેશભરમાં સીએ ફાઉન્ડેશન, સીએ ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષાઓ શરૃ થનાર હતી.પરંતુ  ઓપ્ટ-આઉટ વિન્ડો, એક્ઝામ સેન્ટર માટેની એસઓપી તથા અન્ય કારણોને લીધે પરીક્ષાઓ મોકુફ કરાઈ છે.કોરોનાને લીધે મે મહિનામાં પરીક્ષાઓ લઈ શકાઈ નથી.મે-જુનની તમામ પરીક્ષાઓ કેન્સલ કરી નવેમ્બરની પરીક્ષાઓ સાથે મર્જ કરી દેવાઈ છે.જેથી વિદ્યાર્થીઓ વધવાના છે અને એક્ઝામ સેન્ટર પણ વધારવા પડે તેમ છે.સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેમજ   સેન્ટરો પણ પુરતા દરેક શહેરમાં મળી રહે તે માટે પરીક્ષાઓ થોડા દિવસ પાછી ઠેલાઈ છે. ૧લી નવેમ્બરને બદલે હવે ૨૧ નવેમ્બરથી પરીક્ષાઓ શરૃ થશે.આઈસીએઆઈ દ્વારા નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જે મુજબ  ફાઉન્ડેશન પરીક્ષા ૮,૧૦, ૧૨ અને ૧૪ ડિસેમ્બરે લેવાશે,  ઈન્ટરમીડિએટના જુના કોર્સના વિદ્યાર્થીઓની ગુ્રપ -૧ની પરીક્ષા ૨૨,૨૪, ૨૬ અને ૨૮મી નવેમ્બરે તથા ગુ્રપ-૨ માટે ૧,૩ તથા ૫ ડિસેમ્બરે લેવાશે. નવા કોર્સમાં ગુ્રપ-૧ની પરીક્ષા જુના કોર્સની તારીખો સાથે જ લેવાશે. જ્યારે ગુ્રપ-૨માં ૧,૩,૫ અને ૭મી ડિસેમ્બરે લેવાશે.  ફાઈનલમાં જુના અને નવા બને કોર્સમાં  ગુ્રપ-૧માં ૨૧,૨૩ ,૨૫ અને ૨૭મી નવેમ્બરે  લેવાશે .  ગુ્રપ-૨માં ૨૮ નવે.અને ૨,૪ તથા ૬ ડિસેમ્બરે લેવાશે. રોજ એક જ સેશનમાં બપોરે ૨થી૪ અને ૨થી૫માં પરીક્ષા લેવાશે.