Page Views: 10502

વહેતી નદી જેવુ જીવન જીવતા શીખો

પરમ તત્વએ બધુ જ અગાઉથી નક્કી કરેલુ છે અને તમે એ પ્રમાણે જ જીવન જીવો છો

અમદાવાદ- દિપેશ ભટ્ટ દ્વારા

It is easier to build up a child than it is to repair an adult .

  આ વાકય ને સમજવાનો પ્રયત્ન કરો જલ્દી નહી સ્વિકારી શકો અને તમારા અસ્વિકાર મા જ આ વાકય ની યથાર્થતા છે.

કોઇ પણ વ્યક્તિ નુ મન ત્યારે જ કોરી પાટી જેવુ હોય જ્યારે તેના મા જીજ્ઞાસા વૃતિ હોય અને જીજ્ઞાસા એટલે નવુ જાણવું નવો અનુભવ કરવો જે સમજણ બાદ આપણા માટે અઘરુ થઇ જાય છે. જીવન હંમેશા વહેતી નદી જેવુ રાખીને જીવતા રહો તો તમને દરેક ક્ષણમાંથી આનંદ મળશે અને જો સ્થિર ભાવમાં જીવતા શીખશો તો જ શાંત જીવનની અનુભૂતિ કરી શકશો.

એક સરળ વાત જ છે તમે કયારેય ન ભાવતી વસ્તુ ખાવા ઉત્સાહિત નહી હોવ પણ એજ વસ્તુ ને કોઇ બીજી વસ્તુ સાથે ભેગી કરવાથી કદાચ સ્વાદિષ્ટ પણ બની શકે પરંતુ એ કરવા માટે અનુભવ કરવાની ઉતેજના હોવી જોઈએ અને ઉતેજના અને સમજણ ને કયારેય બન્યુ નથી .બાળક ને એટલે જ કુમળા છોડ સાથે સરખાવાય છે વાળો એમ વળે ,આપણે આવા કેમ ન બની શકીએ મન થાય તો હસી લીધું મન થાય તો રડી લીધુ .જે વ્યક્તિ આજીવન બાળક બની ને જીવે છે તે હંમેશા સુખી રહે છે . કોઇ વસ્તુ પ્રત્યે નકકી કરી આગળ વધવાથી આપણુ ધાર્યુ ન થાય તો પરિણામ ન મેળવી શકીએ એની કરતા આવે તેવી દેવાશે એમા વધારે રચનાત્મકતા વધશે,આજ વાત સંબંધો મા પણ છે બાળક કોઇ તોફાન કરે તો તમે ખીજાયા હોવ કે કદાચ એકાદ લાફો પણ માર્યો હોય એ પછી ની મીનીટે જ જો તમે પ્રેમ થી કે ચોકલેટ આપો તો પણ તમને વળગી પડશે, જયારે આપણે આ કરી શકીશું કદાચ સંજોગો અનુકૂળ ના હોય તો ભેટી લઇશું પણ કયારે પાડી દવ એની ચિંતા સાથે, વાત એટલી જ છે જેટલુ મન કુમળુ હશે તેટલું જીવન ખુશખુશાલ જશે, અને આ જ વાત ની વિરુદ્ધ વાત છે પણ એટલી જ યથાર્થ છે સમજુ હશે તે જ સુખી થાય : મહંત સ્વામી

આ ઉપરાંત આ જીવનને એવી રીતે જીવતા શીખો કે અહીં બધુ જ નક્કી કરનાર પરમ તત્વ છે અને તમે જે કંઇ કરો છો એ તમારી મરજીથી નહીં પરંતુ તેની ગોઠવેલી વ્યવસ્થાના ભાગ રૂપે જ કરો છો. તમને તો સવારે ઉઠીને એ પણ ખબર નથી હોતી કે, આજે ક્યા કપડા પહેરવાના છે અને દિવસ દરમ્યાન કોણ કેવા વ્યક્તિ મળશે અને કેવા અનુભવો થશે. વહેતી નદીની જેમ જીવતા શીખશો તો આ જીવન ક્યારેય બોજ નહીં લાગે એ વાત તો સ્વિકારવી જ રહી.