Page Views: 12948

નવરાત્રીમાં એપાર્ટમેન્ટ સોસાયટીમાં સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ સાથે પૂજા આરતી કરવા પોલીસ પરમિશન લેવી ફરજીયાત

આજથી જ જે તે પોલીસ સ્ટેશનમાં પરમિશન આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી – અન્યથા પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો વખત આવશે

સુરત-15-10-2020

શનિવારના રોજથી પવિત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થઇ રહ્યો છે અને કોરોનાના કહેરને કારણે આ વખતે રાજ્યમાં કોઇ પણ સ્થળે શેરી ગરબા કે પ્રોફેશનલ ગરબા માટે પરવાનગી આપવામાં નથી આવવાની એવી જાહેરાત અગાઉ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે લોકોની ધાર્મિક લાગણીને માન આપીને એક કલાક માટે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં માતાજીની આરતી અને પૂજા અર્ચના માટે શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઇડ લાઇનના પાલનની ખાતરી સાથે પરમિશન આપવામાં આવશે એવુ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું. પોલીસ કમિશનરે કહ્યું હતું કે, સોસાયટી કે ફ્લેટમાં જ્યારે લોકો પૂજા અર્ચના માટે એકત્ર થવાના હોય તો પ્રથમ તો જે તે સોસાયટીના પ્રમુખ સેક્રેટરીએ તેના માટેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી લેવાની રહેશે. સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેના માટે ફરજીયાત પણે માર્કિંગ કરવાનું રહેશે અને સોશિલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેનો પણ ખ્યાલ લોકોએ રાખવો પડશે. આજથી જ પોલીસ પરમિશન આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે તેમજ જે લોકો પોલીસ પરમિશન નહીં તે તેમની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. એટલો સોસાયટીના કે એપાર્ટમેન્ટના પ્રમુખ સેક્રેટરીએ નવરાત્રીના પૂજા અર્ચનાના આયોજન કરતા પહેલા ખાસ તકેદારી રાખવાની રહેશે.