Page Views: 4062

ટોરોટેલ્સ બાય પ્રીતિ જોષી

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો

 


સુરત-પ્રીતિ જોષી દ્વારા (અડાજણ)

15-10-2020
મેષ રાશી: THE CHARIOT
આજે તમારો વિલ પાવર સ્ટ્રોંગ હશે તમારી જાત પર તમારો કંટ્રોલ હશે, નવું કોઈ વહીકલ ખરીદ્યું હશે અથવા ખરીદશો, અમુક લોકો માટે આજના દિવસમાં પ્રોબ્લેમ સામે આવી શકે છે તો તેમણે પોતાની જાત પર કંટ્રોલ રાખવું અને કોન્ફિડન્ટ રહેવું,
કરિયર: કાર્યમાં પ્રોબ્લેમ આવશે તો પણ કાર્ય તમારી ફેવરમાં થશે, ફોકસ રાખીને કાર્ય કરો
રિલેશન: તમારી જાતને સ્ટ્રોંગ બનાવી ને રિલેશનમાં આગળ વધવુ,
હેલ્થ: સુધારો આવશે, અમુક લોકો માટે ડોક્ટર અથવા મેડિસિન બદલવામાં આવશે
શુભ રંગ: યલો
શુભ અંક:7

વૃષભ રાશી: KNIGHT OF PENTACLES
આજે તમે ઉત્સાહી અનુભવશો, જો તમને કોઈ કાર્ય અટકી રહ્યું હોય એવું લાગે અથવા રીઝલ્ટ ના આપતું હોય તેવું લાગે તો નિરાશ ન થવું આગળ વધવું આગળ જતાં ચોક્કસ સક્સેસ મળશે
 કરિયર : કાર્યમાં સફળતા મળશે પોઝિટિવ વિચારો રાખીને આગળ વધવું, જો તમે જમીન અથવા ખેતીને રિલેટેડ કોઈ બિઝનેસમાં વિચારી રહ્યા છો તો તેમાં સફળતા મળશે
રિલેશન: આજનો દિવસ સારો જશે કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ કરાવવાની કોશિશ કરશે પરંતુ સફળતા મળશે નહીં
હેલ્થ: આળસ નો ત્યાગ કરીને એક્ટિવ રહેવું તેનાથી હેલ્થ માં સુધારો આવશે
શુભ રંગ: ડાર્ક મરુન
શુભ અંક:1

મિથુન રાશિ: SEVEN OF PENTACLES
આજનું કાર્ડ બતાવે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પ્લાનિંગ કરી રહ્યા છો એ પ્લાનિંગ તમારે લોંગ તેમનું કરવું, મહેનતની સાથે થોડો આરામ પણ કરવો અને તમારી ખુશી તરફ પણ ધ્યાન આપવું, આજનો દિવસ સારો છે નાણાકીય પ્રાપ્તિ થશે
કરિયર: બોનસ મળી શકે છે, આજે તમે પાછળ ના ફરશો પણ તમારું સ્ટેટસ હતું અને આ આજે તમારું સ્ટેટસ શું છે તેનાથી પ્રાઉડ અનુભવશો,
રિલેશન: સાથે મળીને નાણાકીય રોકાણ કરશો, અમુક લોકો માટે બ્રેકઅપ થઈ શકે છે ,તમને રાઈટ પાર્ટનર ની રાહ જોવા માટેનું કાર્ડ સૂચવી જાય છે
હેલ્થ: સુધારો આવશે
શુભ રંગ: ગ્રીન
શુભ અંક:7

કર્ક રાશિ: FOUR OF PENTACLES
આજે તમને લાઇફમાં શાંતિનો અનુભવ થશે જમીન અથવા મિલકત ની પ્રાપ્તિ થશે અથવા ખરીદી શકો છો, લોન પાસ થઈ શકે છે, નાણાકીય સુરક્ષા અનુભવશો, જ્યારે અમુક લોકો પોતાની મિલકત ને ખુબ જ સાચવીને વાપરશે, થોડા લાલચી પણ બની શકે છે, જ્યારે અમુક લોકો માટે તેમની કોઇ મિલકત પચાવવાની કોશિશ કરી રહ્યું હોય એવું બની શકે છે
કરિયર : સ્થાયી થતા અનુભવશો, ઇન્ક્રીમેન્ટ આવી શકે છે,
રિલેશન: બની શકે છે કે તમારી કોઈ વાત તમારા પાર્ટનર સુધી નેગેટિવ ને મા પહોંચે, તમારે પૃવ કરવાની જરૂર રહે
હેલ્થ: ખોરાક પર કંટ્રોલ રાખવો
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક:4

સિંહ રાશી:SIX OF CUPS
આજે કોઈ આશા અપેક્ષા વગર તમે કોઈની મદદ કરશો, ઘરના સભ્યો વચ્ચે મેળાપ સારો રહેશે, કોઈક વસ્તુ જાણવાની તમને જાગરૂકતા રહે, બાળકો સાથે સમય પસાર થાય, ઘરમાં નવું બાળક આવવાના સમાચાર પણ મળે, જ્યારે અમુક લોકો માટે આજનો દિવસ કંટાળાજનક રહે
કરિયર: ટીમ સાથે મળીને ક્રિએટિવ વર્ક કરી શકશો, અમુક લોકો માટે ચેરિટી નું કાર્ય થશે
રિલેશન: રિલેશનમાં સ્ટેબિલિટી આવશે, જો ઝઘડો ચાલી રહ્યો હોય તો તે ફિક્સ થઈ જશે
હેલ્થ: સુધારો આવતો જણાશે, 
શુભ રંગ: ક્રીમ
શુભ અંક:6


કન્યા રાશિ:THE HIGH PRIESTESS
આજે તમારા વિચારો પર ધ્યાન આપવું, તમારા સિક્રેટ્સ અથવા મનની વાત કોઈ બીજા સાથે શેર ના કરવી, તમારા અંતરાત્માનો અવાજ સાંભળવો, કોઈ ક્રિએટિવ કાર્ય કરશો, ધાર્મિક કાર્યને લગતું કોઈ કાર્ય કરશો
.કરિયર:
રિલેશન: લાગણીઓમાં ફસાયેલા અનુભવો
હેલ્થ: બીમારીના લક્ષણો પર બરાબર ધ્યાન આપવું જરૂર પડે તો ડોક્ટરની સલાહ લેવી, હોર્મોનલ બેલેન્સ રહેશે
શુભ રંગ: ગ્રીન
શુભ અંક:2

તુલા રાશિ:THE FOOL 
કોઈ નવી વસ્તુ કરવા માટે તમે તમે આજે તૈયાર હશો, નવી શક્યતાઓ નવી તકો ને હિંમત રાખીને વિશ્વાસ રાખીને અપનાવી લો અને તેના પર કાર્ય કરો, તમારી જાતને ઉત્સાહી રાખો આ તમારા હૃદયની વાત ને અનુસરો
કરિયર: નવી જોબ નવો પ્રોજેક્ટ મળી શકે છે જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો એમાં ઇમ્પ્રૂવમેન્ટ આવશે
રિલેશન: કોઈ નવું વ્યક્તિ લાઈટમાં આવી શકે છે, તમારામાંથી કોઈને ઇન્ટરેસ્ટ ઓછો થતો હોય તેવું લાગે
હેલ્થ: આ બીમારીમાંથી સુધારો આવશે રોગ પ્રતિકારક શક્તિ વધશે, એક્સીડન્ટ થી બચવું
શુભ રંગ: વાઈટ
શુભ અંક:3

વૃશ્ચિક રાશિ: KNIGHT OF CUPS
આજે લોકો પર તમારો પ્રભાવ પાડી શકશો, કોઈ ધાર્મિક કાર્ય પર કામ કરશો, આજે તમારા સ્વભાવના તમારી માનવતાના વખાણ થશે, જ્યારે અમુક લોકો માટે બેચેની અને ગુસ્સો રહેશે, લોકોની ઈર્ષા નો સામનો કરવો પડે, તમારા ડ્રીમ સુધી પહોંચી ન શકતા હોય તેવું લાગે
કરિયર : કોઈ નવા સમાચાર અથવા ઓફર મળી શકે છે, જો તમે કોઈ રીપ્લાય ની રાહ જોઈ રહ્યા છો તો પોઝીટીવ રીપ્લાય મળશે
રિલેશન: મેરેજ પ્રપોઝલ આવવાના ચાન્સ છે, આજે રિલેશનમાં ડિસિઝન અંતરઆત્માનો અવાજ સાંભળીને લેવું
હેલ્થ : પગમાં દુખાવો થઇ શકે છે,
શુભ રંગ: યલો
શુભ અંક :1


 ધનુ રાશિ‌:QUEEN OF PENTACLES
આજે ઘર અને વર્ક બંનેને બેલેન્સ કરીને ચાલશો, ફેમિલી સાથે ટાઈમ પસાર થશે, ઘરને રિનોવેટ કરાવી શકો છો, ફેમિલી મેમ્બર્સ માટે ગિફ્ટ લેવાનો વિચાર આવશે, જો કોઈ મહત્વનો કાર્ય કરવા ઈચ્છો છો તો કરી શકશો
કરિયર : સક્સેસફુલ ફીમેલ તમને મદદ કરી શકે છે, આજે કોઈ ખર્ચ થશે તો પૈસા સંભાળીને ખર્ચ કરવા
રિલેશન : બહાર જઈ શકો છો, રિલેશન ખૂબ સારા રહેશે
હેલ્થ : સુધારો આવશે
શુભ રંગ : રેડ
શુભ અંક :8

મકર રાશિ: TEN OF SWORDS
આજનું કાર્ડ પરિસ્થિતિને અપનાવીને આગળ ચાલવાનું સૂચવી જાય છે, નવી લાઈટ શરુ થાય તેવી શક્યતા છે, ડાર્ક ટાઈમ અને દુઃખ પાછળ રહી ગયેલા છે તમારી પાસે એનર્જી છે કે તમે તેમની સામે લડી શકો તો નિરાશ ન થવું, જ્યારે અમુક લોકો માટે સફળતા દર્શાવે છે
કરિયર: કોઈ જગ્યા પર આજે રોકાણના કરવું બની શકે તમારી સાથે કામ કરનારા લોકો તમારી નેગેટિવ વાતો ફેલાવી રહ્યા હોય
રિલેશન: જો તમે તમારા પાર્ટનર નું ધ્યાન ખેંચવા માટે કોઈ ડ્રામા કરી રહ્યા હો તો તે તેમને ગુસ્સો અપાવી શકે છે
હેલ્થ: કાળજી લેવી, વધારે પાણી પીવું
શુભ રંગ : લાઈટ બ્લુ
શુભ અંક: 1

કુંભ રાશિ:FIVE OF SWORDS
તમારાથી કોઈ ને દુઃખના પહોંચે તેનું ધ્યાન રાખવું, જાણતા અજાણતા પણ કોઈના નુકસાનમાં ખુશ ન થવું એ ઘટના તમારી સાથે પણ બની શકે છે, છેતરપિંડીના કરવી, જ્યારે અમુક લોકો માટે છેતરાયા હોય તેવી અનુભૂતિ થશે
કરિયર: કોઈની ક્રિએટિવિટી અથવા કોઈના પ્લાન ચોરી ને કાર્ય ના કરવુ આગળ જતાં ફસાઈ શકો છો
રિલેશન: બિનજરૂરી આર્ગ્યુમેન્ટ થી દૂર રહેવું
હેલ્થ: પીઠ ને લગતા દુખાવા ની ફરિયાદ રહે,
શુભ રંગ: મરૂન
શુભ અંક:5

મીન રાશિ:THE MAGICIAN
આજનો દિવસ શુભ રહેશે, સફળતા મળી હોય તેવી ખુશી થશે, આજે પોતાને મજબૂત અનુભવશો, લોકો તરફથી માન મળશે, તમારા બુદ્ધિ અને ચાતુર્યથી આગળ વધી શકશો,
કરિયર: લીડરશીપ વાળું કામ કરશો, પાવરનો ઉપયોગ કરીને આગળ વધી શકશો
રિલેશન: પાર્ટનર સામે દેખાવો ઓછો કરવો તમારી ઇમ્પ્રેશન ખરાબ થઈ શકે છે
હેલ્થ: સારી રહેશે
શુભ રંગ: વાઈટ
શુભ અંક: 1