Page Views: 2609

વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ મોરબી અને લીંબડી કોંગ્રેસમાં ભંગાણ

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લિંબડીના ગામોના સરપંચોનો મોટો સમુહ ભાજપમાં જોડાયો

રાજકોટ-15-10-2020

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો છે.  મોરબીમાં પેટાચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું હતું. પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરે તે પહેલા મોટી ઉલટસૂલટ જોવા મળી રહી છે. મોરબીની સીટ પર કોંગ્રેસની ટિકીટ માટેના પ્રબળ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કાર્યકર્તાઓ સાથે ભાજપમા જોડાયા છે. પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. લીંબડીમાં કોંગ્રેસનો સાથ છોડી ગામડાઓના સરપંચ અને હોદેદારો ભાજપમાં જોઈને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોળી સમાજના લોકો ભાજપમાં જોડાયા છે. લીંબડી કોંગ્રેસના 8 હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. જેમાં સાયલા, ચુડા તાલુકાના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ ગામડાઓમાં કોંગ્રેસના સરપંચ અને હોદ્દેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે.સાયલા‌‌ અને ચુડા તાલુકાના પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, ઉપસરપંચ, સરપંચ સહિતના 8 જેટલા હોદેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. લીંબડી ખાતે કિરીટસિંહ રાણાના ઉમેદવારી ફોર્મ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદેદારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.