Page Views: 5046

ભાઠા વૃધ્ધાશ્રમ ખાતે સૂર સાધના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ રજૂ કરાયો

એકાકી જીવન જીવતા વડીલો ડો.ફાલ્ગુનીજીના ગરબાના તાલે વડીલો ઝુમી ઉઠ્યા

સુરત-14-10-2020

શહેરના ભાઠા ખાતે આવેલા પ્રાણજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃધ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં પોતાના પરિવારથી દૂર રહેતા વડીલો સામાન્ય રીતે એકાંકી જીવન જીવે છે અને તેમના જીવનમાં આનંદ ઉત્સાહનો અભાવ હોય એવુ તેમને લાગે છે. આવા સંજોગોમાં સુરત શહેરના સૂર સાધના મ્યુઝીકલ ગ્રુપના સભ્યો દ્વારા તાજેતરમાં જ ભાઠા ખાતેના આ  પ્રાણજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  વૃદ્ધાશ્રમમાં ગીત સંગીતનો ખુબ સરસ કાર્યક્રમ રજૂ કર્યો હતો.  

આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતું  વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મનોરંજન મળી રહે અને આ કોરોનાના કપરા કાળમાં તેમને આનંદ મળે એ જ હતો. આ કાર્યક્રમમાં ભાવેશ કંસારા, ડો. ફાલ્ગુનીજી, અમિષાબેન મૈસુરીયા, પ્રિયંકા બાબરીયા , નરેશભાઈ પરમાર  અને સંજયભાઈ નાયક વિગેરેએ તેમના મધુર કંઠે ગીતો ગાયાં હતાં અને વડીલો ના મહામૂલા આશીર્વાદ મેળવ્યા હતાં. સાથો સાથ ડો. ફાલ્ગુનીજી દ્વારા ગરબાના તાલે વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને આનંદથી ગરબા લેવરાવ્યા હતા. સૂર સાધના મ્યુઝીકલ ગ્રુપના આ સુંદર કાર્યક્રમનું સંચાલન ફાલ્ગુનીજી સહિત તેમના મિત્ર વૃંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રકારના સંગીતમય કાર્યક્રમ માટે સૂર સાધના ગ્રુપનો સંપર્ક કરવા માટે પણ સર્વ શહેરીજનોને વિનંતી કરવામાં આવે છે.