Page Views: 4808

ટોરોટેલ્સ બાય પ્રીતિ જોષી

મિથુન રાશિના જાતકોએ પોતાની હેલ્થ માટે પોઝીટીવ વિચારવું

સુરત-પ્રીતિ જોષી દ્વારા (અડાજણ) 

14-10-2020

મેષ રાશી: THE STAR
તમારી લાઇફમાં બદલાવ આવતો તમે અનુભવશો, લાઈફના ખૂબ સુખદ પલ અનુભવતા હોય એવું લાગે, આજનો તમારો દિવસ ખુબ જ શાંતિથી પસાર થશે, તમારી અંદર ની ક્રિએટિવ એનર્જીને તમે અમલમાં લાવશો,
કરિયર: આજનો દિવસ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ છે, તમારે ઇન્વેસ્ટ ક્યાં કરવું એ તમે ખૂબ સારી રીતે જાણી શકો છો
રિલેશન: દિવસેને દિવસે લાગણી વધતી હોય તેવું અનુભવશો
હેલ્થ: રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે, બની શકે તો તડકામાં બેસવું ફ્રેશ હવા લેવી
શુભ રંગ: લાઈટ બ્લુ
શુભ અંક:8

વૃષભ રાશી: THE HIGH PRISTESS
આજે ધાર્મિક કાર્ય કરવા માટે દિવસ ખૂબ સારો છે, તમારી જરૂરી વાતો ને તમારા પૂરતી રાખવી, તમારી જાતને બીજા સામે એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી, તમારા અંતર આત્માના અવાજને ફોલો કરો
 કરિયર : તમારા ક્રિએટિવ આઇડિયાઝ કોઈ જોડે શેર કરવા નહીં, વર્ક કોઈ ચોરી કરી શકે છે, જો કોઈ વસ્તુ તમારાથી હીડન છે તો સમય આવ્યે સામે આવશે
રિલેશન: ખૂબ જ સારા રહેશે, તમારો પાર્ટનર સમજદાર હોય એવું તમને લાગે
હેલ્થ: સારી રહેશે
શુભ રંગ: ક્રીમ
શુભ અંક:2

મિથુન રાશિ: SIX OF CUPS
તમારી કોઈ જૂની યાદો, શહેર અથવા ઘરની મુલાકાત થઇ શકે છે,, તમારાથી કોઈ નાનું તમારી મદદ કરે એવું બની શકે છે, મિલકત ની પ્રાપ્તિ થાય તેવા યોગ છે
કરિયર: ભૂતકાળમાં થયેલી કોઈ ભૂલ ફરીથી ન થાય તે ધ્યાન રાખવું,
રિલેશન: કોઈ પાછું તમારી લાઇફમાં ફરે એવું બની શકે છે, વર્તણૂંકમાં ફેરફાર કરવો
હેલ્થ: મધ્યમ રહે, પોતાની હેલ્થ માટે પોઝિટિવ વિચારવું
શુભ રંગ: રેડ
શુભ અંક:6

કર્ક રાશિ:  TWO OF PENTACLES
પ્રોપર્ટી ખરીદવા માટે નાણાકીય વ્યવસ્થા કરશો, કોઈને ઉછીના આપેલા પૈસા પાછા આવવાની રાહ હોય, પૈસાનો વ્યવહાર આજે સમજી વિચારીને કરવો
કરિયર : ધ્યાન પૂર્વક કાર્ય કરી શકશો પરંતુ કોઈ જગ્યા પર પૈસાનો રોકાણ કરતા આજે અટકવું
રિલેશન: પાર્ટનરની ભૂલોને માફ કરીને રિલેશનને ને બેલેન્સ કરવાની જરૂર છે
હેલ્થ: પાણી વધુ પીવું
શુભ રંગ: ઓરેન્જ
શુભ અંક:2

સિંહ રાશી: THE MAGICIAN
આજે કોઈ કાર્ય માટે તમે તમારા પાવર નો યુઝ કરશો, આજે તમારો વિલ પાવર સારો હશે તેમના લીધે તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો, લાઇફમાં નવી તકો આવતી જણાય.
કરિયર: કાર્યસ્થળ પર સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થઈ શકે છે
રિલેશન: સારા રહેશે, જુઠ્ઠું બોલવા થી દૂર રહેવું
હેલ્થ: સુધારો આવતો જણાશે, છોડો તેમજ શાકભાજી વધારે ખાવા
શુભ રંગ: યલો
શુભ અંક:1


કન્યા રાશિ:THE HANGEDMAN
આજનું કાર્ડ તમને શાંત રહેવા માટે સૂચવી જાય છે, કોઈ વસ્તુને તમે માનસિક રીતે પકડી રાખેલી છે જેને લીધે તમે અટકેલા હોય એવું અનુભવો છો તે વસ્તુ છોડી અને બહાર વિચારવુ, અમુક લોકો માટે આજનો દિવસ સારો છે, પરીસ્થીતીને સ્વીકારીને આગળ ચાલવુ
.કરિયર: તમે તમારા વર્કપ્લેસ પર અગર કોઈ પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છો તો એ પ્રોબ્લેમ પર ધ્યાન આપવો એક અલગ પોઈન્ટ થી વિચારીને સોલ્વ  કરવુ
રિલેશન: લાગણીઓમાં ફસાયેલા અનુભવો
હેલ્થ: શરીરમાં દુખાવો રહે
શુભ રંગ: ઓરેન્જ
શુભ અંક:3

તુલા રાશિ:TWO OF CUPS
આજનો દિવસ સારો રહેશે, કોઈ ડીલ ફાઇનલ થશે, લોકો સાથેના સારા સંબંધો આજે તમને કામમાં આવતા લાગે, મિલકત ખરીદી શકો છો, આસપાસના લોકો સાથે સંબંધો સારા રહે, કોઈ સાથે પાર્ટનરશિપ થઈ શકે છે
કરિયર: ટીમ વર્ક થશે
રિલેશન: તમને જોઈતું પાત્ર મળી ગયું હોય તેવું લાગશે, મહત્વ ના ટોપિક પર વાતચીત થશે
હેલ્થ: સુધારો આવશે
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક:2

વૃશ્ચિક રાશિ: DEATH
આજના દિવસે પોઝિટિવ રહેવું, અણગમતા મહેમાન અથવા સમાચાર આવી શકે છે, આજે કોઈ તમારી મજબૂરી નો ફાયદો ઉઠાવી શકે છે, કોઈ વસ્તુ પૂરી થઈ ને નવી શરૂઆત થશે, મહત્વના કાર્યો આજે ટાળવા, દિવસ મધ્યમ રહેશે
કરિયર : વર્કમાં પ્રોબ્લેમ લાગે જ્યારે અમુક લોકો માટે નવા કાર્યની શરૂઆત થશે
રિલેશન:અમુક લોકો માટે સંબંધોનો અંત થશે જ્યારે અમુક લોકો માટે નવા સંબંધો શરૂ થશે
હેલ્થ : આજે તમારી બોડીને ડીટોકસીફાય કરાવવાની જરૂર છે
શુભ રંગ: યલો
શુભ અંક  :2


 ધનુ રાશિ‌:THE EMPRESS
આજનો દિવસ સારો રહેશે નવા કાર્યની શરૂઆત કરી શકો છો, ઘરમાં કોઈ નવા સમાચાર આવી શકે છે, નાણાકીય પ્રાપ્તિ થશે, ઘરનું વાતાવરણ આનંદિત હશે,
કરિયર : કાર્યમાં એક પોઝિશન મળી શકે એવી સંભાવના છે,
રિલેશન  : એકબીજા માટેની કાળજી વધશે
હેલ્થ : સારી રહેશે,
શુભ રંગ : ગ્રીન
શુભ અંક :3

મકર રાશિ: THE WORLD
આજનો દિવસ તમારા માટે શુભ છે, પરિસ્થિતિ બદલાતી લાગશે, દરેક વસ્તુ તમારી તરફેણમાં હોય એવું લાગે, નવી તક નવી સંભાવના આવી શકે છે, મહત્વના કાર્ય આજે કરી શકશો
કરિયર: કોઈ નવી જગ્યા પરથી વર્ક ની ઓફર આવે તેવું બની શકે છે
રિલેશન: સારા રહેશે પરંતુ પોતાની આદતને બદલવાની જરૂર છે
હેલ્થ: સુધારો આવશે
શુભ રંગ : પિસ્તા ગ્રીન
શુભ અંક: 3

કુંભ રાશિ:TEN OF SWORDS
આજનો દિવસ મધ્યમ રહેશે, કોઈનું બિહેવિયર આજે તમને દુઃખી કરી જશે, કોઈ વાત તમારા થી છુપાવેલી હોય તેવી અનુભૂતિ થાય, કોઈ બોજ થી દબાઈ ગયેલા હોય તેવું લાગે
કરિયર: કાળજી રાખીને બિઝનેસ કરવો અજાણ્યા લોકો પર ટ્રસ્ટ ના કરો
રિલેશન: પાર્ટનર તમારાથી કોઈ વસ્તુ છુપાવી રહ્યો હોય તેવું લાગે,
હેલ્થ: પીઠ ને લગતા દુખાવા ની ફરિયાદ રહે
શુભ રંગ: ગ્રીન
શુભ અંક:1

મીન રાશિ:FIVE OF SWORDS
આજના દિવસે નેગેટિવ વિચારો પર કંટ્રોલ રાખવો, તમે કોઈ વસ્તુથી જીતી ગયા હો તેની ખુશી મળે, તમારી રેપ્યુટેશન ઓછી થઈ હોય તેવું લાગે, કોઈ જગ્યા પર મહત્વની સાઈન કરવાની હોય તો બરાબર તપાસીને કરવી
કરિયર: પ્રમોશન અટકી શકે છે, અથવા કોઈ કાર્ય અટકે તેવું લાગે
રિલેશન: પાર્ટનર સાતમે જીતવાની કોશિશ ના કરવી વિન વિન સિચ્યુએશનમાં વાતને પૂરી કરવી
હેલ્થ: સુધારો આવશે
શુભ રંગ: બ્લુ
શુભ અંક: 5