Page Views: 1571

લિંબાયતમાં મધરાતે સિલાઇ મશીન યુનિટમાં શોટ સર્કિટથી આગ લાગી

યુનિટમાં સાત કારીગરો કામ કરે છે મધરાત હોવાથી કારખાનામાં કોઇ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી

સુરત-14-10-2020

શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મમતા સિનેમા નજીક એક સિલાઇ કામ માટેનું કારખાનું આવેલું છે આ કારખાનામાં મધરાતે અચાનક શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. જો કે, સ્થાનિક લોકોને ખ્યાલ આવી જતા તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરના લાશ્કરોએ તાબડતોબ દોડી જઇને આગને કાબુમાં લીધી હતી.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમાં મમતા સિનેમા નજીક એક સિલાઇકામ કરતું યુનિટ કાર્યરત છે. આ યુનિટમાં સાત કારીગરો કામ કરે છે. ગઇ મધરાતે સિલાઇ કામ કરતા આ યુનિટમાં અચાનક આગ લાગી હતી અને આગને કારણે કારખાનામાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેની જાણ સ્થાનિક લોકોને થઇ હતી અને તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રીગેડના ડુંભાલ, માન દરવાજા અને ડીંડોલી ફાયર સ્ટેશનના લાશ્કરો તુરંત ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને તેમણે આગને કાબુમાં લીધી હતી. આ સિલાઇ યુનિટમાં સાત કારીગરો કામ કરે છે અને સદનસીબે આગ મધરાતે લાગી હોવાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી. ફાયરની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, શોટ સર્કિટને કારણે આ આગ લાગી હતી. આગ પાણીની સાડીનો જથ્થો અને મશીનરી સહિતની ચીજ વસ્તુને નુકસાન થયું હતું.