Page Views: 3477

ટોરોટેલ્સ બાય પ્રીતિ જોષી

મિથુન રાશિના જાતકો પોતાની ઇચ્છા મુજબ કામ કરી શકશે રિઝલ્ટ તેમની ફેવરમાં આવશે

 

સુરત-પ્રીતિ જોષી દ્વારા (અડાજણ)

Date:- 13-10-2020

 

મેષ રાશી: THE MOON

આજના દિવસે તમે કોઈ વસ્તુથી ડરી રહ્યાં હો તેવું બની શકે પરંતુ તમારો ડર ખાલી એક ભ્રમણા હશે તમારા એ ડરની તમારે ચકાસણી કરવી, કોઈ લોંગ ટમૅ ને દિલ ફાઇનલના કરવી જો તમારો રસ્તો ક્લીયર ના હોય તો, બેચેની જેવું લાગશે jn

કરિયર: તમે થોડી મુશ્કેલી અનુભવી રહ્યા હશો, તમારું કાર્ય તમને મુશ્કેલી ભર્યું લાગશે, આમાંથી બહાર નીકળવા માટે ક્લેરિટી સાથે વર્ક કરવું

રિલેશન: મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે, રિલેશન માટે જો કોઈ ડાઉટ હોય તો કોઈ કમિટમેન્ટ ના આપવું

હેલ્થ: માનસિક પરેશાની, ડિપ્રેશન જેવું લાગે, હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી

શુભ રંગ: ગ્રીન

શુભ અંક:9

 

વૃષભ રાશી: TWO OF PENTACLES

આજે લાઇફને બેલેન્સ કરવામાં તમારું ધ્યાન હશે, નાણાકીય ટ્રાન્સફર કરી શકો છો, અથવા કોઈ પૈસા ને લગતી લેવડ-દેવડ કરી શકો છો, બિઝનેસમાં રોકાણ થઇ શકે છે, આજે તમારું ધ્યાન વસ્તુઓને સુધારવામાં રહેશે.

 કરિયર : શેર માર્કેટમાં રોકાણ કરતા ચેતવુ

રિલેશન: બગડેલા રિલેશનમાં સુધારો આવશે

હેલ્થ: સારી રહેશે, એકસીડન્ટ અથવા પડવાથી બચવુ

શુભ રંગ: યલો

શુભ અંક:2

 

મિથુન રાશિ: THE MAGICIAN

તમારી ઈચ્છા મુજબ કાર્ય કરી શકશો, રીઝલ્ટ તમારી ફેવરમાં હશે, આજે ઘણું બધું કરવા માટે તમે ઉત્સાહિત હશો, કોર્ટ-કચેરી ને લગતા કાર્ય થઈ શકે છે, દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જ્યારે અમુક લોકો માટે પોતાના પર કંટ્રોલ રાખવો જરૂરી છે કેમકે તેમના કાર્ય પ્રમાણે ફળ મળશે

કરિયર: અટવાયેલું કોઈ કાર્ય આજે પૂરું કરી શકશો, અથવા કોઈ નવો વિચાર અમલમાં મૂકશો

રિલેશન: માઇન્ડ ગેમ નો ઉપયોગ ન કરવો, રિલેશન માં ઘર્ષણ વધી શકે છે

હેલ્થ: સારી રહેશે

શુભ રંગ: રેડ

શુભ અંક:1

 

કર્ક રાશિ: FOUR OF PENTACLES

અંદરથી કોઈક વસ્તુ છીનવાઈ જવાનો અથવા તો કોઈ લઈ જશે એવો ડર રહે, જ્યારે અમુક લોકો માટે આજે સારું ઇન્વેસ્ટમેન્ટ થશે, પ્રોપર્ટી ખરીદશો, નાણાકીય રીતે પોતાને સુરક્ષિત અનુભવશો આજનો દિવસ પોઝિટિવ રહેશે

કરિયર : કાર્યમાં સ્થાયી થશો, ટ્રેડિંગ માટે આજનો દિવસ તમારા માટે સારો છે

રિલેશન: ભૂતકાળ ને લઈને ઝઘડો થઈ શકે છે, તમારા પાર્ટનર સામે તમારે તમારી લાગણી દર્શાવવા ની જરૂર રહે

હેલ્થ: જે ખાદ્ય પદાર્થ તમારા હેલ્થ માટે સારો નથી તેના લેવો

શુભ રંગ: મરૂન

શુભ અંક:4

 

સિંહ રાશી: QUEEN OF CUPS

આજે સગા સંબંધી તરફથી સપોર્ટ મળી શકે છે, પરંતુ તમે જાત મહેનતથી આગળ આવવામાં માનશો, તમે ધાર્યું હોય તેના કરતાં ઓછું રિઝલ્ટ મળશે પરંતુ રાતે તમે શાંતિથી ઉંઘી શકશો, કેમકે તમે તમારું કાર્ય ખૂબ જ પ્રમાણિકતાથી અને રાઈટ ને માં કરેલ હશે

કરિયર: આજે તમારી રેપ્યુટેશન માં વધારો થશે, તમારી સ્કીલ જે અત્યાર સુધી ધ્યાનમાં નહી લેવાતી હતી તે લોકોની સામે આવશે

રિલેશન: રિલેશન માટે તમે તમારા થી બનતા તમામ પ્રયત્ન કરશો, પરંતુ તમારા વર્તણૂક થી તમે દર્શાવી નહીં શકો

હેલ્થ: મધ્યમ રહે

શુભ રંગ: બ્રાઉન

શુભ અંક:2

 

 

કન્યા રાશિ:EIGHT OF SWORDS

આજે તમે પોતાને કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા અનુભવ શો, જો તમે ઇચ્છશો તો આમાંથી બહાર નીકળી શકો એમ છો, કોઈ વિચારો અને માન્યતાઓમાં જકડાયેલા રહેશો, પોતાને પોઝિટિવ તરફ વાળવુ ,એટલું યાદ રાખવું કે નેગેટીવ વિચારો નેગેટીવ રીઝલ્ટ જ લાવશે

.કરિયર: પોતાના કાર્યમાં પોતાને ફસાયેલા અનુભવશો, પરંતુ પ્રોબ્લેમ પર ધ્યાન આપ્યા વગર ક્રિએટિવિટી પર ધ્યાન આપવૂ, આખું વર્લ્ડ નવી નવી ઑપર્ચ્યૂનિટિ થી ભરેલું છે તો હાર ના માનવી

રિલેશન: પાર્ટનરની લાગણીમાં તમને કેદ ની અનુભૂતિ થશે, ઝઘડા ટાળવા બીજી તરફ ધ્યાન આપવુ, જો તમારા પાર્ટનર પર તમને શંકા હોય તો તેનું એવિડન્સ તમને થોડા સમયમાં મળી જશે

હેલ્થ: બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ થઈ શકે છે

શુભ રંગ: રેડ

શુભ અંક:8

 

તુલા રાશિ:SIX OF WANDS

આજે માન અને પ્રતિષ્ઠા મળશે, કોઈ કાર્યમાં નેતૃત્વ કરશો, કોઈ નવા સમાચાર આવી શકે છે, કોઈ જગ્યા પર તમારી જીત થઈ શકે છે, કોર્ટ કેસ જીતી શકો છો, મનની સ્થિતિ આજે પોસિટીવ હશે, મળતી ખ્યાતિનો આજે આનંદ ઉઠાવશો

કરિયર: તમારા ફિલ્ડમાં તમે એક્સપર્ટ બની શકો તેમાં તમને નામના મળી શકે છે

રિલેશન: સારા રહેશે, એંગેજમેન્ટ ફિક્સ થઈ શકે છે

હેલ્થ: જે લોકો હોસ્પિટલમાં હશે તે બહાર આવશે,

શુભ રંગ: અકર યલ્લો

શુભ અંક:6

 

વૃશ્ચિક રાશિ: SEVEN OF CUPS

આજે તમારી પાસે ઘણી બધી ચોઇસ હશે અને તમારે ઝડપથી નિર્ણય આપવાનો રહેશે અથવા બની શકે કે કોઈ એક બાબત માટે તમને ઘણી બધી સલાહ મળતી હોય કઈ સલાહ માનવી તેના માટે કન્ફ્યુઝ હો

કરિયર : તમારા કાર્યને લઇને તમારે કોઈ ડિસીઝન લેવું પડે, આ કાર્ડ બતાવે છે કે મનમાં કોઈ વિચાર ચાલી રહ્યો છે તો તે વિચાર પણ તમે આગળ વધી શકો છો

રિલેશન: આજનો દિવસ સારો રહેશે, તમારા પાર્ટનરના કોલ અથવા મેસેજ થી આનંદની લાગણી થશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ: બ્લેક

શુભ અંક :7

 

 

 ધનુ રાશિ‌:KNIGHT OF SWORDS

આજનો દિવસ હેકટીક રહેશે, આજે કોઈ કાર્ય ઝડપથી પતાવવા માંગતા હશો, આજે તમે ઉત્સાહિત હસો, કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે પોતાના આત્મવિશ્વાસ થી કરવું,

કરિયર : નવું કાર્ય શરૂ કરી શકો છો

રિલેશન : ગુસ્સા પર કંટ્રોલ રાખવો,

હેલ્થ : સારી રહેશે,

શુભ રંગ : ગ્રીન

શુભ અંક :6

 

મકર રાશિ: TWO OF CUPS

કોઈ ની મદદ થી આજે તમારું કાર્ય કરશો અથવા પાર્ટનરશીપ થઈ શકે છે, નવા મકાન અથવા જમીનની ખરીદી થશે, આજનો દિવસ તમારો પોઝિટિવ રહેશે,

કરિયર: ટીમ વર્ક થી કાર્ય થશે, આજુબાજુના લોકો થી સહકાર મળશે

રિલેશન: મેરેજ માટે જો કોઇ પ્રપોઝલ આવી છે અને કન્ફ્યુઝ છો તો આજ નું કાર્ડ સૂચવી જાય છે કે રિલેશન આગળ જતાં ખૂબ જ સારા થશે, તમારા માટે આ પાર્ટનર પરફેક્ટ છે,

હેલ્થ: સુધારો આવશે

શુભ રંગ : પિસ્તા ગ્રીન

શુભ અંક: 2

 

કુંભ રાશિ:TEN OF CUPS

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે, કૌટુંબિક મેળાપ થઈ શકે છે, નવું મકાન અથવા જમીન જોવા માટે જઈ શકો છો, આજનો દિવસ આનંદિત રહેશે, મહત્વના કાર્ય કરી શકશો

કરિયર: નવો બિઝનેસ અથવા નવી જોબ મળી શકે છે, કાર્યમાં પોઝિટિવ રીઝલ્ટ મળશે

રિલેશન: ખૂબ સારા રહેશે,

હેલ્થ: હેલ્થ માં ઇમ્પ્રૂવમેન્ટ આવશે

શુભ રંગ: ઓરેન્જ

શુભ અંક:4

 

મીન રાશિ:WHEEL OF FORTUNE

નસીબ નું પત્તુ ફરતૂ લાગે, આજે નસીબ તમારી તરફેણમાં લાગે, તમારી મહેનતનું ફળ મળશે, જો કોઈ વસ્તુ તમને ન ગમતી થઈ છે તો સમજવું કે તમારા સારા માટે જ થયું છે,

કરિયર: કાર્યમાં તમારી પોઝિશન બદલાતી દેખાશે, ટ્રેડિંગ માટે આજે દિવસ સારો છે, લોટરી જીતી શકો છો

રિલેશન: સંબંધો સુધરતા જણાશે જ્યારે અમુક લોકો માટે જો રિલેશન ફાયદાકારક નહીં હોય તો અંત આવશે

હેલ્થ: સુધારો આવશે

શુભ રંગ: ઓરેન્જ

શુભ અંક:3