Page Views: 12541

હજીરાથી ઘોઘા રો રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે

દર રોજની ત્રણ ટ્રીપ શરૂ કરવામાં આવશે

સુરત-13-10-2020

સુરતથી સૌરાષ્ટ્રમાં જનારા લોકો માટે ફરી વખત સારા સમાચાર આવી રહ્યા છે. સુરત ભાવનગર વચ્ચે બંધ થયેલી રો રો ફેરી સર્વિસ ફરી વખત શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે. આ વખતે દહેજ બંદરને બદલે હજીરાથી ઘોઘા ભાવનગર સુધીની રો રો ફેરી સર્વિસ સંભવતઃ આગામી 31મી ઓક્ટોબરના રોજથી શરૂ કરી દેવામાં આવશે. જેના કારણે સુરત શહેરમાં વસતા હજારો સૌરાષ્ટ્રવાસીઓને આ સેવાનો લાભ મળશે. ઘોઘાથી વાયા ભાવનગર થઇને સૌરાષ્ટ્રવાસીઓ અમરેલી, રાજકોટ, જુનાગઢ સહિતના તમામ સ્થળો પર સરળતાથી પહોંચી શકશે. સુરતના હજીરા ખાતેથી સવારે સાત વાગ્યે રો રો ફેરી રવાના થશે, ઘોઘા ખાથી બપોરે બાર વાગ્યાના સુમારે અને સુરતથી ફરી સાંજે પાંચ વાગ્યાના સુમારે રવાના થશે. આ સેવાનો મહત્તમ લાભ સૌરાષ્ટ્રવાસીઓ લઇ શકશે અને દસથી બાર કલાકની મુસાફરી માત્ર ચાર કલાકમાં સંપન્ન કરીને સરળતાથી તેઓ સૌરાષ્ટ્રમાં પહોંચી શકશે.