Page Views: 3566

ચેમ્બરના બી ટુ બી એક્ઝિબિશનના આયોજન અંગે મુખ્યમંત્રીને રજૂઆત

ઉદ્યોગકારોના વીજળીના પ્રશ્નો અંગે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉર્જામંત્રી સાથે વેબીનાર

સુરત.12-10-2020

 ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાઉપપ્રમુખ આશિષ ગુજરાતીતત્કાલિન નિવૃત્ત પ્રમુખ કેતન દેસાઇમાનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયાએ આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણતબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કિશોર કાનાણી પણ હાજર રહયા હતા.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે મુખ્યમંત્રીને સુરત અને ઓરિસ્સા માટે વધારાની શ્રમિક ટ્રેનો શરૂ કરવાની રજૂઆત કરી હતી. એના માટે ગુજરાત સરકાર તરફથી જરૂરી મંજૂરી માટેનો પત્ર રાજ્ય સરકારકેન્દ્ર સરકારને તાત્કાલિક ધોરણે લખી આપે તેવી માંગણી કરી હતી તથા તેનો મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો હતો અને તુરંત જ ગુજરાત સરકારની મંજૂરી રેલ્વે મંત્રાલયને પહોંચાડવાની હૈયાધરપત આપી હતી. ચેમ્બર દ્વારા સુરતમાં ટેક્ષ્ટાઇલ યુનિવર્સિટી શરૂ કરવા માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ફરીથી મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમણે સુરતનું સપનું સાકાર થશે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું. તદુપરાંત વ્યાપાર અને ઉદ્યોગને વેગવંતુ બનાવવા માટે કોવિડ– ૧૯ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ચેમ્બરને બીટુબી ધોરણે એકઝીબીશન કરવાની પણ સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ચેમ્બર દ્વારા આગામી સપ્તાહમાં યોજાનાર વેબિનારમાં રાજ્યના મુખ્યમંત્રી સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને સંબોધન કરશે અને તેઓના વિવિધ પ્રશ્નોને પણ સાંભળશે. રાજ્ય સરકારે ગત વર્ષે બજેટમાં સુરતને વરાછા ખાતે સરકારી સાયન્સ કોલેજ આપવાની જાહેરાત કરી હતી. આ અંગે મુખ્યમંત્રીએરાજ્ય સરકાર ટૂંક સમયમાં વહીવટી મંજૂરી આપશે તેમ જણાવ્યું હતું. 

ચેમ્બરના પ્રતિનિધી મંડળે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની પણ મુલાકાત લીધી હતી તથા તેમની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મુંઝવતા જી.ઇ.બી.ના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. ચેમ્બર દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનાર વેબિનારમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ જોડાશે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોને સાંભળશે. ચેમ્બરઆ વર્ષે એનર્જી એકઝીબીશનનું પણ આયોજન કરશેજેમાં ગુજરાત સરકાર સહયોગ આપશે તેમ ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું. ચેમ્બરના પ્રતિનિધી મંડળે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણતબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કિશોર કાનાણીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.