Page Views: 2189

કમાલના શાયર નિદા ફાઝલી

મીર તાકી મીર અ ગાલિબની ગઝલો ઉપરાંત નિદા ફાઝલીએ કબીર અને મીરાના પદનું ઉંડુ અધ્યન કર્યું હતું

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી-ઉર્દૂ ભાષાના શાયર, ગીતકાર અને સંવાદ લેખક નિદા ફાઝલી અગર જીવતા હોત તો ૮૨ વર્ષના થાત. ૧૨ ઓક્ટોબર, ૧૯૩૮ના રોજ દિલ્હીમાં કાશ્મીરી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ભારતની નવી પેઢીના અત્યંત અસરકારક શાયર હતા. ૨૦૧૩માં ભારત સરકારે નિદા ફાઝલીને પદ્મશ્રીના સન્માનથી નવાજ્યા હતા.

મુક્તિદા હસન નિદા ફાઝલી તેમનું નામ, તેમનો ઉછેર ગ્વાલિયરમાં થયો, જ્યાં તેઓ અંગ્રેજી સાહિત્ય ભણ્યા. તેમના પિતાજી પણ ઉર્દૂ શાયર હતા. દેશના ભાગલા થયા ત્યારે તેમનું પરિવાર પાકિસ્તાન ગયું પણ નિદાએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.સુરદાસનું રાધા-કૃષ્ણના પ્રેમનું ભજન સાંભળીને નિદાને કવિતા લખવાનો શોખ જાગ્યો હતો. મીર અને ગાલિબની કવિતાના તેઓ અભ્યાસુ હતા, તો મીરા અને કબીરની કવિતાથી તેમનું જ્ઞાન વધ્યું હતું અને ઇલિયટ અને એન્તોવ ચેખોવ પણ તેમના ગમતાં કવિ હતાં.૧૯૬૪ના અરસામાં તેઓ મુંબઈ કામ શોધવા આવ્યા હતા. ધર્મયુગ અને બ્લિટ્ઝ સામયિકોમાં લખતા હતા. મુશાયરામાં ગઝલ, દોહા અને નઝમથી નિદા જાણીતા બન્યા. તેમની કવિતામાં આકર્ષક સાદગી રહેતી. તેઓ કોમી એકતા અને માનવીય લાગણીઓ માટે લખતા તે ભાવકોને ખુબ ગમતું. જગજીત સિંઘે તેમની ગઝલો ગાઈ અને ખુબ લોકપ્રિય કરી. શરૂઆતમાં ફિલ્મના ગીતકાર રૂપે કથાની જરૂરિયાત મુજબ ગીત લખવાનું તેમને ગમતું નહી, પણ પછી તેઓ ગીતકાર પણ બન્યા. કમાલ અમરોહી રઝીયા સુલતાનબનાવતા હતા અને તેમના ગીતકાર જાં નિસાર અખ્તરનું નિધન થયું. કમાલે નિદા પાસે બે ગીતો લખાવ્યા. એનાથી અન્ય ફિલ્મકારો પણ આકર્ષાયા. હિન્દી ફિલ્મોમાં તેમના ગીતોને સન્માન મળ્યું. આ ભી જા (સૂર), તુ ઇસ તરહા સે મેરી ઝીન્દગી મેં શામિલ હૈ (આપ તો ઐસે ન થે), હોશ વાલોં કો ખબર ક્યા (સરફરોશ) તેમની જેવી રચનાઓ  ખુબ જાણીતી બની. ‘સૈલાબ’, ‘નીમ કા પેડ’, ‘જાને ક્યા બાત હુઈઅને જ્યોતિજેવી ટીવી શ્રેણીના શીર્ષક ગીતો નિદાએ લખ્યાં. કવિથાકૃષ્ણમુર્થીના જાણીતા આલબમ કોઈ અકેલા કહાંમાં પણ નિદાની શાયરી આવી. છેલ્લે નિદા ફાઝલી બીબીસી હિન્દી વેબસાઈટ માટે વિવિધ સાંપ્રત મુદ્દે અને સાહિત્ય માટે લખતા હતા. ઉર્દૂ, હિન્દી અને ગુજરાતીમાં નિદાએ ૨૪ પુસ્તકો લખ્યાં છે. લફ્ઝો કે ફૂલ’, ‘મોર નાચ’, ‘આંખ ઔર ખ્વાબ કે દરમિયાન’, ‘સફર મેં ધૂપ તો હોગી’, ‘ખોયા હુઆ સા કુછ’, ‘દુનિયા એક ખિલૌના હૈએમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. તેમના કેટલાંક પ્રસિદ્ધ શેર: ‘ઘર સે મસ્જીદ હો બહોત દૂર, તો ચલો યું કરે, કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે’; ‘નકશા ઉઠાકર અબ કોઈ નયા શહર ઢૂંઢીયે, ઇસ શહર મેં તો સબસે મુલાકાત હો ગઈ’, ‘ઉપર કે ચેહરે મોહરે સે ધોકા ન ખાઈએ, મેરી તલાશ કીજીયે, ગુમ હો ગયા હું મૈ’. ‘મૈ રોયા પરદેશ મેં ભીગા માં કા પ્યાર, દુઃખને દુઃખ સે બાત કી, બિન ચિટ્ઠી બિન તાર’, ‘છોટા કરકે દેખિયે જીવન કા વિસ્તાર, આંખો ભર આકાશ હૈ, બાહો ભર સંસાર’, ‘ચાહે ગીતા બાંચીયે, યા પઢિયે કુર્રાન, તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન’, ‘દુનિયા જિસે કેહ્તે હૈ, જાદૂ કા ખિલૌના હૈ, મીલ જાયે તો મીટ્ટી હૈ, ખો જાયે તો સોના હૈ.’નિદા ફાઝલીને તેમના ઉર્દુ કાવ્ય સંગ્રહ ખોયા હુઆ સા કુછમાટે ૧૯૯૮ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. તો સુરફિલ્મના ગીતો માટે તેમને ૨૦૦૩નો શ્રેષ્ઠ ગીતકારનો સ્ટાર સ્ક્રીન એવોર્ડ તો સુરના ગીત આ ભી જામાટે ૨૦૦૩નો બોલીવૂડ મુવી એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૩માં ભારત સરકારે તેમને પદ્મશ્રીના બહુમાનથી નવાજ્યા હતા. ફિલ્મના ગીતકાર રૂપે નિદા ફાઝ્લીએ આપ તો ઐસે ન થે (૧૯૮૦), નાખુદા, હરજાઇ, અનોખા બંધન, રઝીયા સુલતાન, વિજય, ઇસ રાત કી સુબહ નહીં, તમન્ના, સરફરોશ, સૂર, દેવ તથા યાત્રા (૨૦૦૩) ફિલ્મો માટે ગીતો લખ્યાં હતા. ૮ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ હૃદય રોગના હુમલાથી નિદા ફાઝલીનું નિધન થયું. તે દિવસ તેમના પ્રિય જગજીત સિંઘનો જન્મ દિવસ હતો.નિદા ફાઝલીની યાદગાર રચનાઓ: તુ ઇસ તરહા સે (આપ તો ઐસે ન થે), હોશવાલોં કો ખબર ક્યા (સરફરોઝ), આભી  જા (સૂર), કભી પલકો પે આંસુ હૈ (હરજાઇ), દુનિયા જિસે કેહતે હૈ (જગજીત સિંઘ), નઝર સે ફૂલ ચુનતી હૈ (આહિસ્તા આહિસ્તા), અપની મરજી સે કહાં (જગજીત સિંઘ), યે ધૂપ એક સફર (ધૂપ), ઝીંદગી હૈ કી બદલતા મૌસમ (એક નયા રિશ્તા), ગરજ બરસ પ્યાસી ધરતી પર (જગજીત સિંઘ), જીવન ક્યા હૈ કોઈ ન જાને (ઇસ રાત કી સુબહ નહીં), સફર મેં ધૂપ તો હોગી (જગજીત સિંઘ), હર તરફ હર જગહ બેશુમાર આદમી (સજદા).