Page Views: 15505

રાપરમાં વકીલ પર થયેલા હુમલા બાદ વડા પ્રધાનને ઇ-મેઇલ દ્વારા આવેદન આપતા પ્રીતિ જોષી

એડવોકેટ પ્રોટેકશન એક્ટના અમલ માટે પણ માંગણી કરવામાં આવી

સુરત-28-9-2020

ઉત્તર ગુજરાતમાં રાપર ખાતે એડવોકેટ પર થયેલા જીવલેણ હુમલા બાદ રાજ્યમાં વકીલ આલમમાં ભયનો માહોલ છે. આવા સંજોગોમાં સુરતના અગ્રણી મહિલા એડવોકેટ અને લેડી એડવોકેટ એક્ટિવ કમિટીના કન્વીનર શ્રીમતી પ્રીતિ જીજ્ઞેશ જોષી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કાયદા મંત્રી સહિતના અગ્રણીઓને ઇમેઇલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે, રાજ્યમાં વકીલોની સલામતી માટે અગાઉ પણ માંગણી કરવામાં આવી હતી. હાલમાં કોરોનાને કારણે રાજ્યમાં ફિઝીકલ કોર્ટ ચાલુ થી થઇ રહી તેમ છતા વકીલો સ્વમાન પુર્વક લડત લડી રહ્યા છે. રાપર ખાતે દેવજીભાઇ મહેશ્વરી નામના વકીલ પર થયેલો હુમલો દુઃખદ ઘટના છે. આવા હિચકારા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થાય તે આવશ્યક છે અને તેને આંકરી સજા થવી જોઇએ, અમારી માંગણી છે કે, વકીલોએ નામદાર કોર્ટના ઓફીસર છે ન્યાયીક અદાલતી કાર્યવાહીમાં મહત્વનો રોલ અદા કરે છે. પક્ષકારોને ન્યાય અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આવા સંજોગોમાં વકીલોને પોતાના જ રક્ષણ માટે એડવોકેટ પ્રોટેકશન એક્ટની રચના કરવી આવશ્યક છે. દિન પ્રતિ દિન આ હાલત અને સંજોગો જોતા વકીલોના અન્ય કોઇ કારણોસર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ શારિરીક કે માનસિક કે કાયદાકિય રીતે ભોગ બનતા જાય છે. આપણી ન્યાય પ્રણાલીમાં મહત્વનો રોલ અદાકરનારા વકીલોના રક્ષણ માટેની કોઇ જોગવાઇ નથી એ બાબત ખેદ જનક છે. ધોળા દિવસે કોઇ પણ પુર્વગ્રહયુક્ત વ્યક્તિ દ્વારા વકીલ ઉપર ફરિયાદ કે હત્યા કરે ત્યારે ન્યાય પાલિકાની વિશ્વસનિયતા ટકાવી રાખનારા અગ્રેસર વકીલોના રક્ષણની બાબતને નજર અંદાજ કરી શકાય નહીં. ઉપરોક્ત તમામ સંજોગોમાં સરકાર દ્વારા તાકીદે એડવોકેટ પ્રોટેકશન એક્ટ સ્વરૂપનો વટ હુકમ બહાર પાડે જેથી તાકીદે વકીલોને સુરક્ષા પુરી પાડી શકાય. તમામ વકીલોની લાગણીને ધ્યાનમાં રાખીને આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.